બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Congress reaction to former CM Vijay Rupanis statement about contesting elections Congress spokesperson said

પ્રતિક્રિયા / પૂર્વ CM વિજય રૂપાણીના ચૂંટણી લડવા અંગેના નિવેદન પર કોંગ્રેસની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું કોંગ્રેસ પ્રવક્તાએ

Kishor

Last Updated: 10:04 PM, 20 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચુંટણી લડવા અંગેના પૂર્વ CM વિજય રૂપાણીના નિવેદનને લઇને કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

  • પૂર્વ CM વિજય રૂપાણીના ચૂંટણી લડવા અંગેના નિવેદન પર કોંગ્રેસની પ્રતિક્રિયા 
  • કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનીષ દોશીના ભાજપ પર પ્રહાર
  • માલ ખતમ મોહબ્બત ખતમ જેવી નીતિ છે ભાજપની : દોશી

ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીએ આજે અંબાજી ખાતે સપરિવાર સાથે મા અંબાના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓને આગામી ચૂંટણી લડવા પર સવાલ કરતા વિજય રૂપાણીએ જણાવ્યુ હતું તે જો પાર્ટી ચૂંટણી લડાવશે તો લડીશું. તેવું નિવેદન આપ્યું હતુ. તેમના આ નિવેદનને લઇને ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી હતી.

ભાજપની અંદર ચાલતી આંતરિક ખેંચતાણ દર્શાવે છે: દોશી

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ચૂંટણી લડવા અંગેના નિવેદનને લઇને કોંગ્રેસની પ્રતિક્રિયા સામે  આવી છે. ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, વિજય રૂપાણીનું આ નિવેદન ઘણું સૂચવે છે. ભાજપની નીતી માલ ખતમ મોહબ્બત ખતમ જેવી હોવાનું પણ ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું. વધુમાં ભાજપમાં ડર અને ભયનો માહોલ હોય તેમ વિજય રૂપાણીના ઉદ્દગાર નેતાઓના ભાજપમાં થતાં અપમાન દર્શાવી રહ્યા હોવાનું અને ભાજપની અંદર ચાલતી આંતરિક ટાંટિયાખેંચ દર્શાવતા હોવાનું અંતમાં ડો. મનીષ દોશીએ ઉમેર્યું હતું.

 શું કહ્યું હતું પૂર્વ CM વિજય રૂપાણીએ ? 

નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપના આગમનને લઇને રસાકસી ભર્યો ત્રિપાખીયો જંગ ખેલોશે. એક તરફ ભાજપ અત્યારથી માઈક્રો પ્લાનિંગ કરી લોકો સુધી પહોંચવાની રણનીતિ બનાવી રહ્યું છે. તો બીજી તરફ  ગુજરાત AAP પાર્ટીએ રાજ્યમાં ચૂંટણી જાહેર થાય તે પહેલા ઉમેદવારો જાહેર કરી નવો ચીલો ચીતર્યો છે અને જાહેરાતો અને ગેરંટી આપી મતદારોને રિઝવવા પ્રયાસો કરી રહ્યું છે તેવામાં ચૂંટણી લડવા પર વિજય રૂપાણીના નિવેદનએ નિવેદન આપીને જણાવ્યું હતું કે અમારે ત્યાં વ્યક્તિ નિર્ણય નથી કરતો, પાર્ટી નિર્ણય કરે છે. પાર્ટી જે નિર્ણય કરશે તે મુજબ હું કામ કરીશ. હું ભાજપનો કાર્યકર છું પાર્ટીની જીત થાય તે માટે કામ કરીશું. પાર્ટી લડાવશે તો ચૂંટણી લડીશું. નહિ લડાવે તો નહી લડીએ. વિજય રૂપાણીના આ નિવેદનને લઇને રાજકારણમાં નવી ચર્ચા જાગી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ