બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Company Compensation Rs 20 lakh to 7 victims of GFL blast in Ghoghamba,Panchmahal

UPDATE / ઘોઘંબામાં GFL કંપનીમાં થયેલા ભયંકર બ્લાસ્ટનું કારણ આવ્યું સામે, 7 મૃતકોને કંપનીએ 20-20 લાખની કરી સહાય

Vishnu

Last Updated: 04:19 PM, 17 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મૃતકોના પરિવારને 20 લાખ તેમજ ઓર્ગન રિપ્લેસમેન્ટ માટે 7 લાખ અને  ઇજાગ્રસ્તોને સારવારનો ખર્ચ કંપની આપશે

  • પંચમહાલ GFL કંપનીમાં બ્લાસ્ટનો મામલો
  • મિસિંગ તમામ 7 લોકોના મૃતદેહ મળ્યા 
  • વહીવટી તંત્રએ કંપની સંચાલકો સાથે બેઠક કરી 

પંચમહાલ ના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલ ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીના એમ.પી.પી -૨ પ્લાન્ટમાં બ્લાસ્ટ થતાં 7 કામદારોના મોત નિપજ્યા છે અને 22થી વધુ કામદારોને ઈજાઓ પહોંચતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.વહીવટી તંત્રએ કંપની સંચાલકો સાથે બેઠક કરી  હતી જે બાદ આજે મૃતકોના પરિવારને 20 લાખ વળતર, ઓર્ગન રિપ્લેસમેન્ટ માટે 7 લાખનું વળતર આપવામાં આવશે તેવી કંપની તરફથી જાહેરાત કરવામાં આવી છે. 

બ્લાસ્ટની દુર્ઘટનાનું પ્રાથમિક કારણ આવ્યું સામે, પરિવારોને સહાય આપશે કંપની
પંચમહાલ GFL કંપનીમાં બ્લાસ્ટ મામલે પ્રાથમિક તપાસમાં ધડાકાનું કારણ સામે આવ્યું છે. કેમિકલ કંપનીના એમ.પી.પી -૨ પ્લાન્ટમાં ડિસિલેશન પ્રોસેસમાં ઇમ્પ્યુરિટીના કારણે રિએક્ટરમાં બ્લાસ્ટ થયો હતો. જેથી આ દુર્ઘટના થઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. બ્લાસ્ટમાં અત્યાર સુધી 7 કામદારોના મોત થયા છે જેમાંથી ૩ કામદારોની હજુ સુધી કોઈ ઓળખ થઇ નથી. મૃતકો અને ઇજાગ્રસ્તોના પરિવારને કંપની વળતર આપશે. જેમાં મૃતકોના પરિવારને 20 લાખ વળતર તેમજ ઓર્ગન રિપ્લેસમેન્ટ માટે 7 લાખનું વળતર અને અન્ય ઇજાગ્રસ્તોને સારવારનો ખર્ચ કંપની તરફથી આપવામાં આવશે.સ્પેશિયલ ટીમ દ્વરા સમગ્ર ઘટનાને લઈ રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે

ગઈ કાલે શું થયું હતું?
ઘોઘંબા પાવાગઢ રોડ પર રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં ગુરૂવારે સવારે ૧૦.૧૫ કલાકે અચાનક કેમિકલમાં મલ્ટી પ્રોસેસ પ્લાન્ટ-૨ માં અચાનક જ રીએક્ટરમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.કંપનીમાં ત્રણ વર્ષ અગાઉ શરૂ કરાયેલ આ પ્લાન્ટ ના સાતમા માળે કેમિકલ પ્રોસેસ ચાલી રહી હતી દરમિયાન કામદારો પોતાના કાર્યમાં વ્યસ્ત હતા એ વેળાએ બ્લાસ્ટ થતાં દોડધામ મચી ગઇ હતી.પ્લાન્ટમાં કામદારો ઇજાગ્રસ્ત થવા સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને બીજી તરફ રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી. રેસ્ક્યુ દરમિયાન ઇજાગ્રસ્ત ૨૨ જેટલા ઇજાગ્રસ્ત કામદારોને બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલ ખસેડાયા હતા.ઘટનામાં 7 જેટલા  કામદારોના કરૂણ મોત નિપજ્યા હતા.કંપનીના ઓપરેશન મેનેજરે મીડિયાને આપેલી પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે પ્લાન્ટમાં ઘટના બની તે સમયે ૧૧ વ્યક્તિઓ કામગીરી કરી રહ્યા હતા

બ્લાસ્ટ કેટલો પ્રચંડ હતો..
બ્લાસ્ટ થવાની ઘટના માં ધડાકો એટલો પ્રચંડ હતો કે કંપનીમાં આજુબાજુના અન્ય પ્લાન્ટ અને બિલ્ડીંગના કાચ તૂટી ગયા હતા.આજુબાજુના ૧૫ કીમી ત્રિજ્યા સુધી ધડાકો સંભાળતા જ સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.આજુબાજુની શાળા માંથી બાળકો પણ ઘર તરફ દોડી જતા શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી.એવી જ રીતે નજીકમાં આવેલા રણજીતનગર અને જીતપુરાના કેટલાક ગ્રામજનો પણ ફફડાટ સાથે અફરા તફરી વચ્ચે સલામત સ્થળે દોડી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.બીજી તરફ પોલીસ પણ એક્ટીવ મોડમાં આવી ગઈ હતી અને ઘોઘંબા અને પાવાગઢ તરફથી આવતાં માર્ગને બંધ કરી દેવાયો હતો.ઘટના ને પગલે દોડી આવેલા પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે પણ ઘટના અંગે વહીવટી તંત્ર પાસે થી વિગતો મેળવી સમગ્ર ઘટના અંગે મુખ્યમંત્રી ને માહિતગાર કર્યા હતા.પ્લાન્ટ પર હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ