બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Cold force will increase in north India including Delhi from today

આગાહી / આજથી દિલ્હી સહિત ઉત્તર ભારતમાં વધશે ઠંડીનું જોર: આ રાજ્યોને મેઘરાજા ધમરોળશે, જાણો શું છે હવામાનની સ્થિતિ

Malay

Last Updated: 08:06 AM, 13 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે તામિલનાડુ, દક્ષિણ આંતરિક કર્ણાટક, દક્ષિણ તટીય આંધ્રપ્રદેશ, કેરળ, રાયલસીમાના મોટાભાગના સ્થળો હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે તેવું ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

  • દિલ્હી સહિત ઉત્તર ભારતમાં વધશે ઠંડીનું જોર 
  • આજે મહારાષ્ટ્રથી MP સુધી વરસાદની આગાહી
  • ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના

એક તરફ ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં ઠંડી વધી રહી છે તો બીજી તરફ દક્ષિણ ભારતના રાજ્યોમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. દિલ્હી-એનસીઆરથી લઈને યુપી-બિહાર સુધી ઠંડી વધવા લાગી છે અને પહાડો પર થઈ રહેલી હિમવર્ષાના કારણે પણ ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી લઈને તેલંગાણા અને કર્ણાટક સુધી વરસાદ પડી શકે છે. તો યુપી-બિહાર, ઝારખંડ, દિલ્હી, ઉત્તરાખંડમાં આગામી થોડા દિવસોમાં જોરદાર ઠંડી પડી શકે છે. IMD અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે.

હળવાથી ભારે વરસાદની સંભાવના
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ દ્વીપકલ્પના (south peninsular)  ભારતમાં અલગ-અલગ સ્થળોએ  ભારે વરસાદની ગતિવિધિ ચાલુ રહેવાની શક્યતા છે અને તે પછી તેમાં ઘટાડો થવાની સંભાવના છે. 13 ડિસેમ્બરની આસપાસ દક્ષિણ-પૂર્વ અને નજીકના પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં નીચા દબાણનું ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે. આજે તામિલનાડુ, દક્ષિણ આંતરિક કર્ણાટક, દક્ષિણ તટીય આંધ્રપ્રદેશ, કેરળ, માહે, રાયલસીમાના મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

આજે કેવું રહેશે દિલ્હીનું હવામાન 
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે એટલે કે મંગળવારે સવારે દિલ્હીમાં ધુમ્મસની સાથે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 26 ડિગ્રી સેલ્સિયસ અને આઠ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી ત્રણ દિવસ દરમિયાન સપાટી પરના પવનની ઝડપ 15થી 18 કિમી/કલાકની હોવાની અને તાપમાનમાં વૃદ્ધિને કારણે AQIમાં સુધારો થવાની સંભાવના છે. તો કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં આજે પણ હિમવર્ષા થવાની સંભાવના છે. આગામી ચાર-પાંચ દિવસમાં ઠંડીમાં વધારો થઈ શકે છે.

આજે ક્યાં ક્યાં વરસાદ પડશે
હવામાનની માહિતી આપતી વેબસાઈટ સ્કાયમેટ અનુસાર, આજે એટલે કે મંગળવારે તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને લક્ષદ્વીપમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. એટલું જ નહીં મહારાષ્ટ્ર અને આંદામાન નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ મધ્યપ્રદેશ, વિદર્ભ, મરાઠવાડા, તેલંગાણા, ઉત્તર તટીય આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા અને દક્ષિણ છત્તીસગઢમાં હળવો વરસાદ થઈ શકે છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ