બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / CM Vijay Rupani important announcements coronavirus gujarat

મહામારી / કોરોના હારશે, ગુજરાત જીતશે, તમારા પર સૌને આશા છે : CM રૂપાણીનું કોરોના વોરિયર્સને સંબોધન

Hiren

Last Updated: 12:26 PM, 16 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સોશિયલ મીડિયાના માધ્યમથી સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કોરોના વોરિયર્સની કામગીરીને બીરદાવી હતી.

  • CM વિજય રૂપાણીનું સંબોધન
  • કોરોના વોરિયર્સની કામગીરીને મુખ્યમંત્રીએ વધાવી
  • એક વર્ષથી તમે થાક્યા વગર કામ કરી રહ્યા છો, આ એક તપસ્યા સમાન છેઃ CM રૂપાણી

સોશિયલ મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી વિજય રૂપાણી સવારે 11 વાગે રાજ્યની જનતાને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ કોરોના વોરિયર્સને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, મેં તમારા સંઘર્ષને નજીકથી જોયો છે, એક વર્ષથી તમે થાક્યા વગર કામ કરી રહ્યા છો, આ એક તપસ્યા સમાન છે. કોરોના હારશે, ગુજરાત જીતશે, તમારા પર સૌને આશા છે.

કોરોનામાં કામ કરતા ડોક્ટર, નર્સોને અભિનંદન: CM રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, પરિવારની ચિંતા કર્યા વગર લોકોની સેવા કરે છે. આજે ફરી એકવાર પરિસ્થિતિ કથળી છે. આરોગ્યકર્મીઓની મનોદશા સમજી શકુ છું. ડૉક્ટર, નર્સો જે કરી રહ્યા છે તે અસામાન્ય છે. કોરોના સામે આપણો વિજય થશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, મહામારીની શરૂઆતથી ત્યારથી જાનની બાજી લગાવીને, દિવસ રાત જોયા વગર, પોતાના પરિવારની ચિંતા કર્યા વિના દર્દીની સેવા કરી. કેટલાક ડોક્ટર્સ, નર્સ અને કોરોના વોરિયર્સે પોતાના જીવ પણ ગુમાવ્યા. આજે ફરી એક વખત પરિસ્થિતિ કથળી છે, કોરોનાના કેસ વધ્યા છે ત્યારે આખુ રાજ્ય આશા રાખી રહી છે. તમારુ કામ તપસ્યા સમાન છે. લડાઇ લાંબી ચાલી છે. તમે પણ મનુષ્ય છો. નારાશા અને થકાવટ પણ થાય. પરંતુ આ કોરોના ક્યારે હટશે ત્યારે હિમ્મત અને આશા રાખીશું. આખુ ગુજરાત તમારા પર આશા રાખે છે. આપણો વિજય થશે.

ગુજરાત હાઇકોર્ટમાં ગઇકાલે થઈ હતી સુનાવણી 

ગુજરાતમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે ગઇકાલે ગુજરાત હાઇકોર્ટે ફરીથી રાજ્ય સરકારને તતડાવી છે અને કોરોના ટેસ્ટ, કોરોના વાયરસની ગાઈડલાઇન, રેમડેસિવિર ઈંજકેશન મુદ્દે સરકારને અનેક સૂચનો કર્યા છે ત્યારે રાજ્ય સરકાર હવે હાઇકોર્ટની ઝાટકણી બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. 

સીએમ રૂપાણી એક્શનમાં આવ્યા 

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગઇકાલે કોવિડ કેસ સેન્ટર તથા હોસ્પિટલોમાં ખૂટતા બેડને લઈને સરકારને સૂચન કર્યા છે તથા સરકારને પૂછવામાં આવ્યું હતું કે રાજ્યના બધા જિલ્લાઓમાં RTPCR ટેસ્ટ માટે લેબોરેટરી છે કે નહીં? આમ હાઇકોર્ટ દ્વારા વેધક સવાલો પૂછાતા હવે રાજ્ય સરકાર અને સીએમ રૂપાણી એક્શનમાં આવ્યા છે અને વિવિધ જિલ્લાઓના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. 

જિલ્લાઓના કમિશનર અને કલેકટર સાથે બેઠક 

સીએમ રૂપાણીએ આજે વીડિયો કૉંફરેન્સિંગના માધ્યમથી વિવિધ જિલ્લાઓના રિજનલ કમિશનર, પાલિકા ચીફ ઓફિસર, કલેકટર અને કમિશનરો સાથે બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં સીએમ રૂપાણીએ RT-PCR ટેસ્ટ અંગે વ્યવસ્થા ઉભી કરવા અંગે ચર્ચા કરી અને આગામી યોજના માટે માર્ગદર્શન આપ્યું હતું.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગઇકાલે 24 કલાકમાં કોરોનાના 8,152 કેસ નોંધાયા છે તો 81 લોકોની મોત છેલ્લા 24 કલાકમાં નોંધાઈ છે. અને 3,023 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 32,6394 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. 

24 કલાકમાં 73 દર્દીઓના મોતથી ખળભળાટ

 

24 કલાકમાં રાજ્યમાં 81 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5076 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. રાજ્યમાં હાલ 267 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 44,298 પર પહોંચ્યો છે.

સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ 

ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2631 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 41 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1551 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 313 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 348 કેસ, જ્યારે ગ્રામ્યમાં 138 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 698 કેસ અને ગ્રામ્યમાં 64 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ