બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CM Bhupendra Patel reached the scene again, held a meeting with the top officials in the morning

મોરબી દુર્ઘટના / ફરી ઘટના સ્થળે પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ, ઉચ્ચ અધિકારીઓ સાથે સવારે જ કરી હતી બેઠક

Priyakant

Last Updated: 11:34 AM, 31 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઈકાલે રાત્રે જ મુખ્યમંત્રી ઘટનાસ્થળે પહોંચ્યા બાદ બેઠક કરી હતી, જે બાદમાં અત્યારે હાલ સવારે 11:30 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કલેક્ટર કચેરીએ બેઠક યોજ્યા બાદ ફરી ઘટના સ્થળે પહોંચ્યા

  • મોરબી દુર્ઘટનાને લઈ ફરી એકવાર ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા CM
  • કલેક્ટર કચેરીએ બેઠક યોજ્યા બાદ CM ફરી પહોંચ્યા ઘટના સ્થળે
  • હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન, અત્યાર સુધીમાં 140થી વધુના મોત

ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર બનેલો 143 વર્ષ જૂનો કેબલ બ્રિજ રવિવારે સાંજે તૂટી જતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી.  જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 140થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. જેમાં ગઈકાલે રાત્રે જ મુખ્યમંત્રી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જે બાદમાં અત્યારે હાલ સવારે 11:30 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કલેક્ટર કચેરીએ બેઠક યોજ્યા બાદ ફરી ઘટના સ્થળે પહોંચ્યા છે. 

મોરબીમાં ગઈકાલે બનેલી દુર્ઘટના બાદ હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. મહત્વનું છે કે, મોરબી પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 140થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.  ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરી તમામ અધિકારીઓની બેઠક બોલાવી ચર્ચા કરી હતી. આ તરફ જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવાની જરૂર છે તેવી આખા રાજ્યમાં લોકલાગણી હાલ તો દેખાઈ રહી છે. 

મોરબીમાં અત્યાર સુધી 140થી વધુના મોત 

ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર બનેલો 143 વર્ષ જૂનો કેબલ બ્રિજ રવિવારે સાંજે લગભગ 6 વાગ્યે તૂટી જતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી.  જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 140થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. આ તરફ સરકાર દ્વારા પીડિત પરિવારોને 6-6 લાખ વળતરની જાહેરાત કરવામાં આવી છે.

મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધીના તમામ અપડેટ:

- મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જતાં દુર્ઘટના: અત્યાર સુધીમાં 141 લોકોના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ 
- ઘટનાની જાણ થયા બાદ PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે જ્યારે ગૃહમંત્રી અમિત શાહે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કરી વાતચીત 
- CM ભૂપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમો રદ્દ કરી મોરબી પહોંચ્યા, આખી રાત રેસ્ક્યૂ કામોને લઈ કર્યા પ્રયાસ 
- આખી રાત સેનાની ટુકડીઓ, NDRF-SDRF ની મદદથી કરવામાં આવ્યું રેસ્ક્યૂ ઓપરેશન 
- મૃતકોના પરિજનો માટે કેન્દ્ર સરકારે 2 લાખ અને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયાના વળતરની કરી જાહેરાત 
- તંત્રએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર: 02822 243300
- મુખ્યમંત્રીએ 5 સભ્યોની હાઈપાવર કમિટીનું કર્યું ગઠન, રાત્રે 2 વાગ્યાથી જ તપાસનો ધમધમાટ શરૂ 
- દુર્ઘટનાને ધ્યાને રાખી PM મોદીએ રોડ શો તથા સ્નેહમિલનના કાર્યક્રમ કર્યા રદ્દ
- ગુજરાતભરમાં અનેક સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યા 
- જવાબદારો સામે કલમ 304,308,114 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ