બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / CM Bhupendra Patel approves new TP scheme

દરેક જનને ઘર / CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સહિત આ શહેરોની નવી 9 TP સ્કીમને આપી મંજૂરી, આવાસ હશે આ સુવિધાથી સજ્જ

Dinesh

Last Updated: 05:45 PM, 26 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી ટીપી સ્કીમને મંજૂરી આપી છે. અમદાવાદમાં 9 જ્યારે સુરત અને ભાવનગરમાં 1-1 ટીપી સ્કીમની મંજૂરી આપી છે. અમદાવાદમાં 26.60 હેક્ટર્સમાં નિર્માણ થશે EWS આવાસ.

  • CM ભૂપેન્દ્ર પટેલે નવી ટીપી સ્કીમની આપી મંજૂરી
  • અમદાવાદની 9 ટીપી સ્કીમને આપી મંજૂરી
  • સુરત અને ભાવનગરની 1-1 ટીપી સ્કીમને આપી મંજૂરી


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં આંતર માળખાકીય સુવિધાઓ વિસ્તારને ઈઝ ઓફ લિવિંગ વૃદ્ધિથી માનવ વિકાસ સૂચકાંક સુધારવાની દિશામાં વધુ એક કદમ ભર્યું છે. રાજ્યના આયોજનબદ્ધ શહેરી વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર અમદાવાદ શહેરની 9 તથા ભાવનગર અને સુરત મહાનગરની એક એક એમ કુલ 11 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. ઔડાની ડ્રાફ્ટ ટીપી 138/એ રૂપાવટી તથા 138/બી  રૂપાવટી-વાસોદરાને તેમણે મંજૂરી આપી છે.

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદની સાત પ્રિલિમિનરી ટાઉન પ્લાનિંગ
મુખ્યમંત્રી આ ઉપરાંત અમદાવાદની સાત પ્રિલિમિનરી ટાઉન પ્લાનિંગ સ્કીમને પણ મંજૂરી આપી છે. આ સાત પ્રિલિમિનરી ટી.પી.માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કીમ 92/બી સરખેજ -ઓકફ, 105 વસ્ત્રાલ, 73 વિંઝોલ, 114 વસ્ત્રાલ-રામોલ, 93/સી  ગ્યાસપુર- વેજલપુર, 65 સૈજપુર-બોઘા તેમજ 66 સૈજપુર-બોઘા ઇસ્ટનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ આપેલી આ ટાઉન પ્લાનિંગ સ્કીમની મંજૂરીના પરિણામે અમદાવાદમાં 26.60 ફેક્ટર્સ જમીન આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે EWS આવાસ નિર્માણ માટે મળશે.  આવા કુલ 23,733 આવાસોનું નિર્માણ કરાશે.

1100 EWS આવાસ માટે સંપ્રાપ્ત થશે
અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળની બે ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ, 138/એ રૂપાવટી તેમજ 138/બી રૂપાવટી-વસોદરામાં કુલ  10.36 હેક્ટર જમીન 9300 આવાસો બનાવવા માટે ઉપલબ્ધ થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પ્રિલિમિનરી ટીપી મુખ્યમંત્રી એ મંજૂર કરી છે તેના પરિણામે સ્કીમ 92/બી સરખેજ -ઓકફમાં 1.37 હેક્ટર્સ 1200 EWS આવાસ માટે, સ્કીમ 105-વસ્ત્રાલમાં 3.33 હેક્ટર્સ 2990 EWS આવાસ માટે, સ્કીમ 73-વિંઝોલમાં 3.26 હેક્ટર્સ 2900 EWS આવાસ માટે, સ્કીમ 114 વસ્ત્રાલ-રામોલમાં 6.71 હેક્ટર્સ 6000 EWS આવાસ માટે, સ્કીમ 65 સૈજપુર-બોઘામાં 0.27 હેક્ટર્સ 243 EWS આવાસ માટે અને સ્કીમ 66 સૈજપુર-બોઘા ઇસ્ટમાં 1.3 હેક્ટર્સ 1100 EWS આવાસ માટે સંપ્રાપ્ત થશે.

ફાઈલ તસવીર

અમદાવાદમાં કુલ 89.95 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થઈ શકશે
મુખ્યમંત્રીએ આપેલી આ મંજૂરીના કારણે આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે અમદાવાદમાં કુલ 89.95 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થઈ શકશે. તદ્દઅનુસાર ઔડાની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ 138/એ રૂપાવટીમાં 26.6 હેક્ટર્સ,  138/બી રૂપાવટી- વસોદરામાં 14.69 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે.  આ ઉપરાંત પ્રિલિમિનરી ટીપી સ્કીમ 92/બી સરખેજ- ઓકફમાં 1.62 હેક્ટર્સ, 105 વસ્ત્રાલમાં 10.09 હેક્ટર્સ, 73 વિંઝોલમાં 6.45, 114 વસ્ત્રાલ- રામોલમાં 24.47 હેક્ટર્સ, સ્કીમ-65 સૈજપુર બોઘામાં 1.52 હેક્ટર્સ અને સ્કીમ 66 સૈજપુર -બોઘા ઇસ્ટમાં 4.51 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. અમદાવાદની બે ડ્રાફ્ટ ટી.પી. અને સાત પ્રિલિમિનરી સ્કીમ એમ કુલ 9 ટાઉન પ્લાનિંગ સ્કીમમાં બાગ-બગીચા, રમત-ગમતના મેદાન અને ખુલ્લી જગ્યા માટે સમગ્રતયા 25.05 હેક્ટર તથા જાહેર સુવિધા માટે કુલ 20.73 હેક્ટર જમીન મળશે.

પ્રતિકાત્મક તસવીર

મુખ્યમંત્રીએ સુરતની પ્રિલિમિનરી ટી.પી. 57-પાંડેસરાને આપેલી મંજૂરીના કારણે EWS આવાસ, જાહેર સુવિધા તથા રમતગમતના મેદાન, બાગ-બગીચા અને આંતરમાળખાકીય સુવિધા ખર્ચને પહોંચી વળવા વેચાણ હેતુ માટે એમ કુલ 3.48 હેક્ટરર્સ જમીન સંપપ્રાપ્ત થશે. સુરતમાં 0.63 હેક્ટરર્સ જમીન પર 567 આવાસ આ સ્કીમમાં નિર્માણ પામશે. ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળની ડ્રાફ્ટ ટીપી સ્કીમ-32 શામપરા -સીદસર પણ ભુપેન્દ્ર પટેલે મંજૂર કરી છે. ભાવનગરમાં આ સ્કીમ મંજૂર થવાથી 3.74 હેક્ટર્સમાં 3300 EWS મકાનો બની શકશે. એટલું જ નહીં, આંતરમાળખાકીય સવલતોના વિકાસ ખર્ચને પહોંચી વળવા વેચાણ હેતુસર અંદાજે 4.54 હેક્ટર્સ જમીન સહિત સમગ્રતયા 16.92 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થવાની છે. મુખ્યમંત્રીએ આયોજનબદ્ધ અને સુવિધાપૂર્ણ શહેરી વિકાસની નેમ સાથે ટી.પી. ડી.પી.ને મંજૂરી આપવાના આ અભિગમ અપનાવીને ઝડપી સમુચિત વિકાસની નવી દિશા કંડારી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ