બ્રેકિંગ ન્યુઝ
Vishal Khamar
Last Updated: 11:53 AM, 18 March 2024
ઈલેક્ટરલ બોન્ડ મુદ્દા પર ભારતી સ્ટેય બેંકને સુપ્રિમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે સોમવારે સુનાવણી દરમ્યાન સખ્ત શબ્દોમાં કહ્યું કે SBI ના ચેરમેનને ગુરૂવાર સાંજે એટલે કે 21 માર્ચ સુધી તમામ જાણકારી આપવી પડશે. જે માટે તેમણે એક અરજી દાખલ કરવી પડશે. આ સાથે જ કોર્ટે કહ્યું કે ઈસી પાસે SBI માંથી જ માહિતી જાય છે. જે તેમની વેબસાઈટ પર અપલોડ કરે છે.
ADVERTISEMENT
#WATCH वकील प्रशांत भूषण ने कहा, "... SBI ने कहा कि हमारे पास सभी ज़रूरी नंबर और बॉन्ड से जुड़ी जानकारी है, हम वे डेटा आपको दे सकते हैं लेकिन हमने इस विषय में ग़लत समझ लिया था, हमें लगा की बॉन्ड के नंबर साझा नहीं करने हैं... इसपर कोर्ट ने कहा कि, हमने आपको कहा था कि आपके पास जो… https://t.co/0Cw7vngviP pic.twitter.com/hJgStCkMXX
— ANI_HindiNews (@AHindinews) March 18, 2024
ADVERTISEMENT
સુપ્રિમ કોર્ટે કહ્યું કે આ મુદ્દા પર કંઈ જ છુપાવવું જોઈએ નહી. બધુ સાર્વજનિક કરવું પડસે. સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) એ ભારતીય સ્ટેટ બેંકને પણ પૂછયું કે તમે તમામ જાણકારી કેમ નથી આપી? CJI એ કહ્યું કે, નિર્ણયમાં સ્પષ્ટ હતું કે તમામ વિગતો જાહેર કરવી જોઈએ. જે બાદ કોર્ટનાં આદેશ પર નિર્ભર રહેશો નહી. બધી કલ્પનાશીલ માહિતી જાહેર કરવી આવશ્યક છે. SBI સુપ્રીમ કોર્ટના નિર્ણયનું પાલન કરવા બંધાયેલ છે.
સીનિયર વકીલ ફિક્કી અને એસોચૈમ હાજર થયા
આ મામલામાં સીનિયર વકીલ મુકુલ રોહતગી ફિક્કી અને એસોચૈમ તરફથી રજૂ થયા છે. રોહતગીએ કહ્યું કે આ માટે એક અરજી દાખલ કરવામાં આવી છે. આ બાબતે સીજેઆઈએ કહ્યું કે અમારી પાસે કોઈ અરજી આવી નથી. સીજેઆઈએ કહ્યું કે તમે નિર્ણય આપ્યા બાદ તમે અહીં આવ્યા છો. અમે અત્યારે તમને નથી સાંભળી શકતા.
વધુ વાંચોઃ શું છે ઈલેક્ટોરલ બોન્ડ? જેની પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો પ્રતિબંધ, 5 સવાલના જવાબમાં જાણો આ વિવાદ
2019 પહેલાનો ડેટા પણ બહાર પાડવામાં આવ્યો છે!
તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે તાજેતરમાં જ રાજકીય પક્ષો દ્વારા સીલબંધ કવર હેઠળ જમા કરવામાં આવેલા ચૂંટણી બોન્ડની વિગતો જાહેર કરી હતી. એવું માનવામાં આવે છે કે વિગતો 12 એપ્રિલ, 2019 પહેલાના સમયગાળા સાથે સંબંધિત છે. ગયા અઠવાડિયે ચૂંટણી પેનલ દ્વારા આ તારીખ પછીના ચૂંટણી બોન્ડની વિગતો જાહેર કરવામાં આવી હતી. ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાજકીય પક્ષોએ 12 એપ્રિલ, 2019 ના રોજ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશના નિર્દેશો અનુસાર સીલબંધ કવરમાં ચૂંટણી બોન્ડ ડેટા ફાઇલ કર્યો હતો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
નિર્લજ્જતાની પરાકાષ્ઠા / પહેલા સૌરભ સાથે ખૂનની હોળી, પછી મર્ડર કરીને પ્રેમી સાથે રંગોની હોળી, મુસ્કાનનો જુઓ નવો વીડિયો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.