બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / centre writes states to follow test track treat

મોટા સમાચાર / ગૃહમંત્રાલયે દેશના બધા જ રાજ્યોને આપ્યા નિર્દેશ, કહ્યું કોરોનાથી બચવા કરો આ કામ

ParthB

Last Updated: 01:07 PM, 19 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહ સચિવ અજય ભલ્લાએ બધા જ રાજ્યોના સચિવોને ચિઠ્ઠી લખી છે કે દરેક રાજ્યએ આ માટે 3T+V ફોર્મ્યુલા લાગુ કરવો પડશે

  • કોરોના ન ફેલાય તે માટે દરેક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે
  • ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ અને વેકસીનેશન અટેલે કે 3T અને V ફોર્મ્યુલાને લાગુ કરવાનો રહેશે
  • કેન્દ્ર દ્વારા જાહેર કરેલ નિયમો પર યોગ્ય પગલાં લેવા

કોરોના ન ફેલાય તે માટે દરેક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે
છેલ્લા ઘણા દિવસથી દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને કોરોનાની બીજી લહેર ઘટતી હોય તેવું જણાઈ રહ્યું છે. એક્સપર્ટ લોકોનું કહેવું છે કે ભારતમાં ત્રીજી લહેર નહીં આવે તે વાતને ટાળી દેવી ન જોઈએ. કોરોનાના કેસ ઘટતા હવે ઘણા રાજ્યોએ લોકડાઉન હટાવી લીધું છે. પણ ઘણા રાજ્યોમાં હજી આંશિક લોકડાઉન જાહેર કરેલું છે. પણ સરકારે કહ્યું છે કે લોકોને આપેલી ઢીલના કારણે ક્યાંક આપણે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ ના આપીએ. ત્રીજી લહેરના તકેદારીના ભાગ રૂપે હવે કેન્દ્રએ રાજ્ય સરકારને આદેશ આપવામાં આવ્યા છે કે કોરોના ન ફેલાય તે માટે દરેક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે.


 
ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ અને વેકસીનેશન અટેલે કે 3T અને V ફોર્મ્યુલાને લાગુ કરવાનો રહેશે
આ બાબતે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ બધા જ રાજ્યોના સચિવોને ચિઠ્ઠી લખી છે કે દરેક રાજ્યએ આ માટે 3T+V ફોર્મ્યુલા લાગુ કરવો પડશે. આ પત્રમાં લખ્યું છે કે લોકોને આપેલ છૂટછાટ આપતા સમયે ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ અને વેકસીનેશન અટેલે કે 3T અને V ફોર્મ્યુલાને લાગુ કરવાનો રહેશે. રાજ્યોને આપેલા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના દરેક પ્રોટોકોલનું ધ્યાન રાખે, જેમ કે માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવી રાખવું, બંધ જગ્યાઓમાં વેન્ટિલેશન રાખવું, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો, હાથ ધોવા. કારણકે ઘણી જગ્યાઓ પર છૂટછાટ મળતા લોકો હવે શાકમાર્કેટમાં અને બીજી ઘણી બધી જગ્યાઓ પર ભીડ જોવા મળી રહી છે અને કોરોનાના નિયમોનું પાલન કરવામાં નથી આવી રહ્યું. 

કેન્દ્ર દ્વારા જાહેર કરેલ નિયમો પર યોગ્ય પગલાં લેવા
સાથે જ સરકારે કહ્યું છે કે કોરોનાના કેસ ભલે ઘટી રહ્યા હોય પણ કોરોના ટેસ્ટની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારના ફેરફાર થવા જોઈએ નહીં. કારણકે સ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલે એક્ટિવ કેસની સંખ્યામાં અને વધતાં કે ઘટતા કેસોના આંકડામાં સતત નજર રાખવી પડશે. જો કોઈ પણ વિસ્તારમાં વધુ પ્રમાણમાં સંક્રમણ ફેલાતું જણાય તો કેન્દ્ર દ્વારા જાહેર કરેલ નિયમો પર યોગ્ય પગલાં લેવા પડશે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ