બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Celebrate 'Hanuman Janmotsav' with faith in temples across the country

હનુમાન જયંતિ 2023 / શ્રદ્ધા સાથે 'હનુમાન જન્મોત્સવ'ની દેશભરના મંદિરોમાં ઉજવણી: ઠેર-ઠેર જામ્યો મેળાવડો, ભક્તો રંગાયા ભક્તિના રંગે

Priyakant

Last Updated: 10:08 AM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વહેલી સવારથી જ દેશના અનેક મંદિરો ‘પવનપુત્ર હનુમાન કી જય, જય શ્રી રામ’ ના નારાથી પરિસર ગુંજી ઉઠયા

  • આજે ચૈત્રી સુદ પૂર્ણિમા એટલે હનુમાન જયંતિ 
  • હનુમાનજીના ભવ્યાતિભવ્ય જન્મોત્સવની ઉજવણી શરૂ 
  • દિલ્હી સહિત દેશના અનેક મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી 

આજે ચૈત્રી સુદ પૂર્ણિમા એટલે હનુમાન જયંતિ છે. હનુમાનજીના મંદિરોમાં હનુમાનજીના ભવ્યાતિભવ્ય જન્મોત્સવની ઉજવણી શરૂ થઈ ગઈ છે.  વહેલી સવારથી જ દેશના અનેક મંદિરો ‘પવનપુત્ર હનુમાન કી જય, જય શ્રી રામ’ ના નારાથી પરિસર ગુંજી ઉઠયા છે. આજે દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિ નિમિત્તે નીકળતી શોભાયાત્રાને મંજૂરી મળી ગઈ છે. આ તરફ કલકત્તા હાઈકોર્ટની સૂચનાને પગલે પશ્ચિમ બંગાળમાં આ પ્રસંગે નીકળનારી શોભાયાત્રાની સુરક્ષા માટે નક્કર વ્યવસ્થા કરવામાં આવી છે.  

હનુમાન જયંતી નિમિત્તે દિલ્હીના કનોટ પ્લેસમાં આવેલા પ્રાચીન હનુમાન મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા 

પટનાના શ્રી મહાવીર મંદિરે હનુમાન જયંતિ પર મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા 

રાષ્ટ્રીય રાજધાનીના તંગ વિસ્તાર જહાંગીરપુરીમાં હનુમાન જયંતિ નિમિત્તે નીકળેલી શોભાયાત્રાને આખરે મંજૂરી મળી ગઈ છે. જોકે, આ યાત્રા સંપૂર્ણ સુરક્ષા વચ્ચે કાઢવામાં આવશે. બુધવારે મોડી રાત્રે આ અંગેના આદેશ જારી કરવામાં આવ્યા હતા. પોલીસે આ શોભાયાત્રા માટે આયોજકોને કેટલીક માર્ગદર્શિકા આપી છે. આ સાથે અમારી તરફથી નક્કર વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેમાં ગ્રાઉન્ડ પર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવશે. સાથે જ ડ્રોન દ્વારા પણ આ સફર પર આકાશમાંથી નજર રાખવામાં આવશે. 

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં હનુમાન જયંતિ પર 'લેટે હુએ હનુમાન જી' મંદિરમાં ભક્તોની ભીડ

'શ્રી હનુમાન ભક્ત મંડળ' દ્વારા હાવડાના બેલુરમાં હનુમાન જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી

કલકત્તા હાઈકોર્ટની સૂચનાને પગલે પશ્ચિમ બંગાળમાં આ પ્રસંગે નીકળનારી શોભાયાત્રાની સુરક્ષા માટે નક્કર વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ રાજ્ય પોલીસ અને ઘણી જગ્યાએ કેન્દ્રીય સુરક્ષા દળોને યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે. આ બંને સ્થળોએ સુરક્ષા કર્મચારીઓને દરેક સમયે એલર્ટ રહેવા અને અરાજકતાવાદીઓ સાથે કડકાઈથી વ્યવહાર કરવા સૂચના આપવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે હિંસા કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.

હનુમાન જયંતિ નિમિત્તે અયોધ્યાના હનુમાન ગઢી મંદિરમાં ભક્તોએ પ્રાર્થના કરી

મહત્વનું છે કે,  રામનવમીએ દેશના અનેક રાજ્યો હિંસાથી ઘેરાયા હતા. બંગાળથી લઈને બિહાર, ઝારખંડ સુધી સ્થિતિ તંગ રહી હતી. હવે હનુમાન જયંતિનો તહેવાર છે, વિવિધ સ્થળોએ તૈયારીઓ ચાલી રહી છે. ક્યાંક શોભાયાત્રા કાઢવાની તૈયારીઓ થઈ રહી છે તો ક્યાંક મંદિરોમાં ભક્તો ઉમટવા આતુર છે. પરંતુ વહીવટીતંત્રની ચિંતા કંઈક બીજી જ છે કે, બદમાશો પોતાની હરકતોથી લોકોનો આસ્થા ભંગ કરી શકે છે. રામ નવમીની જેમ ફરી એકવાર હનુમાન જયંતિ પર હિંસા ભડકી શકે છે.  

બંગાળને લઈને ચિંતા છે તો રાજધાની દિલ્હી પણ આ સમયે એલર્ટ પર છે. ગત વર્ષે હનુમાન જયંતિ પર જે હિંસા થઈ હતી તેને કોઈ ભૂલી શક્યું નથી, જેથી ફરી એ જ સ્થિતિ ન સર્જાય, એટલા માટે દિલ્હીમાં પણ પોલીસ સંપૂર્ણ રીતે તૈયાર છે. દિલ્હીના જહાંગીરપુરીમાં સુરક્ષા દળો માર્ચ કરી રહ્યા છે, આ માર્ચ એટલા માટે છે કે ગયા વર્ષની જેમ હનુમાન જયંતિ પર કોઈ ઉપદ્રવ ન થાય. મોટી વાત એ છે કે, વિશ્વ હિન્દુ પરિષદે જહાંગીરપુરીમાં શોભાયાત્રા કાઢવાની જાહેરાત કરી છે. અગાઉ પોલીસે આ માટે પરવાનગી આપી ન હતી, પરંતુ હવે લીલી ઝંડી બતાવી દેવામાં આવી છે. એટલે કે હવે સુરક્ષા વચ્ચે શોભાયાત્રા નીકળશે. યાત્રામાં સારી સંખ્યામાં લોકો પહોંચી શકે છે. 

નોંધનીય છે કે, ગયા વર્ષે 16 એપ્રિલે હનુમાન જયંતિના અવસર પર દિલ્હીના જહાંગીરપુરીમાં ભારે હંગામો મચી ગયો હતો. વાસ્તવમાં કેટલાક લોકો સરઘસ કાઢી રહ્યા હતા, તે દરમિયાન કેટલાક લોકોએ સરઘસ પર પથ્થરમારો કર્યો. પથ્થરમારાની ઘટના બાદ જહાંગીરપુરીમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં 8 પોલીસકર્મીઓ સહિત 9 લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે જહાંગીરપુરીમાં નીકળેલા શોભાયાત્રા માટે પ્રશાસન પાસેથી પરવાનગી લેવામાં આવી ન હતી.

મહારાષ્ટ્રમાં હનુમાન જયંતિ પહેલા પણ અહેમદ નગરમાં બે સમુદાયો વચ્ચે ઘણો હંગામો થયો હતો, એવું કહેવામાં આવી રહ્યું છે કે ધ્વજ ફરકાવવાને લઈને આ વિવાદ વધુ વકર્યો હતો, જ્યાં પહેલા પથ્થરમારો અને પછી આગચંપી કરાઇ હતી. આરોપીઓએ એક કાર અને બે મોટરસાઈકલને આગ ચાંપી દીધી હતી.  મહત્વનું છે જે, પથ્થરમારામાં ઘણા વાહનોને પણ નુકસાન થયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ