બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / CBI raid at Rabri Devi's house, biggest action in job-in-lieu-of-land scam

BIG BREAKING / રાબડી દેવીના ઘરે CBI રેડ, જમીનના બદલે નોકરી કૌભાંડ મામલે સૌથી મોટી કાર્યવાહી

Megha

Last Updated: 11:45 AM, 6 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાબડી દેવીના ઘર પર સોમવારે સીબીઆઇની ટીમે રેડ પાડી. સીબીઆઈની 12 સભ્યોની ટીમ દ્વારા રાબડી દેવીની પૂછપરછ કરવા આવી રહી છે.

  • રાબડી દેવીના ઘરે સીબીઆઇની ટીમે રેડ પાડી
  • લાલુ યાદવ, રાબડી દેવી સહિત 14 આરોપીઓને સમન મોકલ્યા હતા 
  • જમીનના બદલામાં રેલવેમાં નોકરી આપવાના મામલામાં તપાસ 

બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના ઘર પર સોમવારે સીબીઆઇની ટીમે રેડ પાડી હતી. સીબીઆઈ રાબડી દેવીની પૂછપરછ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે IRCTC કૌભાંડ એટલે કે જમીનના બદલામાં રેલવેમાં નોકરી આપવાના મામલામાં તપાસ એજન્સી પૂર્વ મુખ્યમંત્રીની પૂછપરછ કરી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે સીબીઆઈની 12 સભ્યોની ટીમ રાબડી દેવીની પૂછપરછ કરવા આવી છે. આ દરમિયાન તેમના પુત્રો તેજ પ્રતાપ અને તેજસ્વી યાદવ પણ આ આવાસમાં હાજર છે. સીબીઆઈએ રાબડી દેવીને પૂછપરછ માટે નોટિસ આપી હતી. અગાઉ આ તપાસ સીબીઆઈ ઓફિસમાં થવાની હતી પણ એ બાદમાં તેમને રાહત આપતા સીબીઆઈએ તેમની તેમના નિવાસસ્થાને પૂછપરછ કરવાનો નિર્ણય લીધો હતો. 

આ પહેલા IRCTC કૌભાંડના મામલે કોર્ટે લાલુ યાદવ, રાબડી દેવી, મિસા ભારતી સહિત 14 આરોપીઓને સમન મોકલીને 15 માર્ચે કોર્ટમાં હજાર થવા માટે કહ્યું હતું. જણાવી દઈએ કે આ કિસ્સો એવા સમયે બન્યો જ્યારે લાલુ પ્રસાદ યાદવ સિંગાપોરથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીને ભારત પાછા ફર્યા હતા. 

રેલવેમાં નોકરી બદલ રિશ્વતમાં જમીન લેવાના આરોપ મામલે સીબીઆઇ હાલ જાંચ કરી રહી છે અને એજન્સી એ હાલ આ મામલે ચાર્જશીટ પણ દાખલ કરી છે. આ મામલે લાલુ યાદવના નજીકના પૂર્વ વિધાયક ભોલા યાદવ અને હ્રદયાનંદ ચૌધરી પણ સામેલ છે.  સીબીઆઇએ 27 જુલાઇના રોજ ભોલા યાદવની ધરપકડ કરી હતી. જણાવી દઈએ કે વર્ષ 2004 થી 2009 વચ્ચે તત્કાલીન રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવના ઓએસડી હતા. 

શું છે મામલો? જાણો 
જણાવી દઈએ કે નોકરી કૌભાંડ માટે જમીન 14 વર્ષ જૂની છે. એન આ કૌભાંડ તે સમયનું છે જ્યારે લાલુ યાદવ રેલવે મંત્રી હતા. એ સમયે એવો દાવો કરવામાં આવે છે કે લાલુ યાદવે રેલવે મંત્રી હતા ત્યારે રેલવેમાં નોકરી આપવાના બદલામાં લોકો પાસેથી જમીન લીધી હતી. જણાવી દઈએ કે લાલુ યાદવ 2004 થી 2009 સુધી રેલ્વે મંત્રી હતા. 18 મેના રોજ સીબીઆઈએ આ મામલે કેસ નોંધ્યો હતો. સીબીઆઈના જણાવ્યા અનુસાર, લોકોને પહેલા રેલ્વેમાં ગ્રુપ ડીની પોસ્ટમાં અવેજી તરીકે ભરતી કરવામાં આવી હતી અને જ્યારે તેમના પરિવારોએ જમીનનો સોદો કર્યો ત્યારે તેમને નિયમિત કરવામાં આવ્યા હતા. 

સીબીઆઈનું કહેવું છે કે લાલુ યાદવના પરિવારે પટનામાં 1.05 લાખ ચોરસ ફૂટ જમીન પર કથિત રીતે અતિક્રમણ કર્યું છે. આ જમીનોનો સોદો રોકડમાં થયો હતો. એટલે કે લાલુ પરિવારે રોકડ ચૂકવીને આ જમીનો ખરીદી હતી. સીબીઆઈના જણાવ્યા અનુસાર આ જમીનો ખૂબ જ ઓછી કિંમતે વેચવામાં આવી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ