બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / આરોગ્ય / Cancer means cancel now it is very easy to save life with advanced treatment

ડૉક્ટર ડેસ્ક / કેન્સર એટલે કેન્સલ નહીં, હવે અદ્યતન સારવારથી જિદંગી બચાવવી સાવ સરળ, જાણીતા કેન્સર સર્જનની જીવ બચાવતી સલાહ

Vishal Khamar

Last Updated: 10:43 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં દર વર્ષે મોઢાના કેન્સરના ૭૭ હજાર કેસ આવે છે. જાગૃતિના અભાવે અને બેદરકારીના કારણે લોકો સમયસર આ રોગની સારવાર લેતા નથી. જેના કારણે છેલ્લા સ્ટેજના ઘણા કેસ સામે આવે છે. અમદાવાદ ઓરલ કેન્સરનાં દર્દીઓની સંખ્યા હાઈએસ્ટ છે.

  • ‘કેન્સર એટલે કેન્સલ’ નહીં, હવે અદ્યતન સારવારથી જિદંગી બચાવવી સાવ સરળ
  • મોઢાનું કેન્સર એ સૌથી સામાન્ય કેન્સરમાંથી એક છે: ડો. ભાવિન વડોદરિયા
  • દેશમાં દર વર્ષે મોઢાના કેન્સરના ૭૭ હજાર કેસ આવે છે

 ‘કેન્સર એટલે કેન્સલ’ - વર્ષોથી આપણા દિમાગમાં ઘર કરી ગયેલી આ માન્યતા હવે ભૂલી જવી પડે તેવી અદ્યતન સારવાર દર્દીઓને બચાવવા માટે ઉપલબ્ધ છે. કેન્સરના દર્દી લેટેસ્ટ સર્જરી ટ્રીટમેન્ટ અને દવાઓથી લાંબું આયુષ્ય ભોગવી શકે છે. આ શબ્દો છે, જાણીતા કેન્સર સર્જન ડો. ભાવિન વડોદરિયાએ જણાવ્યું હતું કે ઓરલ (મોઢાનું) કેન્સર એ સૌથી સામાન્ય કેન્સરમાંથી એક છે. ગુજરાતમાં તે સૌથી વધુ જોવા મળે છે અને અમદાવાદમાં ઓરલ કેન્સરના દર્દીની સંખ્યા હાઈએસ્ટ છે, જેનું ૯૦ ટકા મુખ્ય કારણ તમાકુ છે, સૌરાષ્ટ્રમાં પણ આ કેન્સરના દર્દીની સંખ્યા વધુ છે. 

dr.bhavin vadodariya

વર્લ્ડકપ જીતવા માટે જેમ ટીમવર્ક ખૂબ જ મહત્ત્વનું છે તેવી જ રીતે   કેન્સરના   એક દર્દીને રોગમુક્ત કરવા માટે ડોક્ટરની આખી ટીમનો ફાળો મહત્ત્વનો છે. કોઈ એક વ્યક્તિથી આખી પ્રોસેસ શક્ય નથી, જેમ કે ઓન્કોલોજિસ્ટ, પેથોલોજિસ્ટ, રેડિયોલોજિસ્ટ, પ્લાસ્ટિક સર્જન, ડાયટિશિયન, ફિઝિયોથેરપિસ્ટ, કીમોથેર‌િપસ્ટનું ટીમવર્ક એક દર્દીને જીવતદાન આપવામાં મહત્ત્વનો રોલ ભજવે છે.
ઓરલ (મોઢાનું) કેન્સર એટલે શું? 
ઓરલ (મોઢાનું) કેન્સર એ  એક ગાંઠ છે, જે જીભ, મોં, હોઠ અથવા પેઢાની સપાટી પર ડેવલપ થાય છે. તે લાળગ્રં‌થિઓ, કાકડા અને ફેરિક્સમાં પણ થઈ શકે છે. આ કેન્સર હોઠ, પેઢાં, જીભ, ગાલની અંદરની પરતમાં, મોઢાની ઉપર અને જીભની નીચે મોઢાના કોઈ પણ ભાગમાં થઈ શકે છે. 
મોઢાના કેન્સરનાં લક્ષણો શું હોઈ શકે? 
મોઢામાં છાલાં-ચાંદાં પડવાં, જીભ પર સફેદ-લાલ ફોલ્લી-ચાંદાં પડવા, જે સતત ત્રણ અઠવાડિયા સુધી ના રૂઝાય, મોં ખોલવામાં અને જીભ બહાર કાઢવામાં મુશ્કેલી થવી, અવાજમાં ફેરફાર થવો અથવા ખચકાવું, મોં અથવા ગરદનમાં સતત ગઠ્ઠો રહેવો. કોઈ કારણ વગર ચહેરા, મોઢા કે ગળાની આસપાસ દુખાવો અને નિષ્ક્રિયતા, કોઈ કારણ વગર એક અથવા વધુ દાંત નબળા પડવા કે પડી જવા, દાંત કઢાવ્યો હોય તે જગ્યા પરનો ખાડો ન ભરાયો હોય, ગળામાં કંઈક ફસાયું હોય તેવું સતત લાગવું તો તે મોઢાના કેન્સરની નિશાની હોઈ શકે છે.   
મોઢાના કેન્સરથી બચવાના ઉપાયો
વહેલું નિદાન જીવન બચાવવાની તકો પ૦થી ૯૦ ટકા સુધી વધારી શકે છે.  જો તેનાં લક્ષણોને સમયસર ઓળખવામાં આવે તો દર્દી ક્યારેય ગંભીર સ્થિતિમાં પહોંચશે નહીં. બેદરકારી અને ગેરમાન્યતાથી કેન્સર એડવાન્સ સ્ટેજ સુધી પહોંચી શકે છે.  કેટલાક દર્દીઓ ગેરમાન્યતાઓના કારણે છેલ્લા તબક્કામાં સારવાર માટે આવે છે.  જો કેન્સરની શરૂઆતનાં લક્ષણોમાં જ ખબર પડી જાય તો દર્દીનો જીવ સરળતાથી બચાવી શકાય છે. તેના ચહેરાના આકારમાં બદલાવ થતો અટકાવી શકાય છે. દર્દી સારી રીતે ખોરાક લઈ શકે છે અને અવાજમાં પણ બદલાવ થતો અટકાવી શકાય છે.   
કાળજી અને સારવાર 
આ ભયાનક બીમારીથી બચવા માટે તેનાં લક્ષણો દેખાતાં જ ડોક્ટરનો સંપર્ક કરવો, ગુટખા, સિગારેટ, બીડી, હુક્કો તમાકુમાં સામેલ છે, જે ટ્યૂમરને ડેવલપ કરે છે. યુવાન અને વૃદ્ધ બંને તેનો શિકાર બને છે. મોઢાનું કેન્સર શરૂઆતમાં કેટલાંક ચિહ્નો અને લક્ષણો આપે છે, જેને નજરઅંદાજ ન કરવાં, મોઢાના કેન્સર અંગે જાગૃત રહેવું જરૂરી  છે.  શરૂઆતનાં લક્ષણો પછી કેન્સરની સારવાર શરૂ કરવામાં આવે તો દર્દીની સારવાર સરળતાથી થઈ શકે છે. મોઢાની સ્વચ્છતાનું ધ્યાન રાખો. જો મોંની અંદર કોઈ ફેરફાર દેખાય અથવા ખોરાક ગળવામાં તકલીફ થાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી.

બાયોપ્સી સિટી સ્ક્રેન અને એમઆરઆઈ અત્યંત જરૂરી છે

સારવારમાં પહેલાં દર્દીના ક્લિનિકલ ટેસ્ટ કરવામાં આવે છે, જેમાં બાયોપ્સી સિટી સ્કેન અને એમઆરઆઈ અત્યંત જરૂરી છે. જેના કારણે કેન્સરના સ્ટેજની જાણકારી મળે છે. આ ટેસ્ટના કારણે દર્દીના મોઢાની કેટલી ચામડી કાપવી, કેટલો ખાડો પૂરવો પડશે અને કેટલી પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે તેનો સ્પષ્ટ અંદાજ આવે છે. હવે નવી ટેક્નોલોજી પ્રમાણે માઈક્રો વાસ્ક્યુલર સર્જરી કરવામાં આવે છે એટલું જ નહીં, સર્જરી સમયે પણ લાઈવ બાયોપ્સી (ફ્રોઝન સેક્શન) પણ કરવામાં આવે છે. હવે ચહેરાને અડ્યા વગર ગળામાં ચીરો મૂકીને ઓપરેશન કરવામાં આવે છે. પ્લાસ્ટિક સર્જન ત્યાર બાદ એ ગેપને પૂરી દે છે. સામાન્ય રીતે ચોથા સ્ટેજ વગર મોં પર ચીરો મૂકવાની જરૂર પડતી નથી. 
આ બાબતે શું ટિપ્સ કે  સલાહ આપશો? 
સર્જરી બાદ ડોક્ટરની સલાહ મુજબ સમયસર ક્લિનિકલ ટેસ્ટ કરાવવા અને કન્સલ્ટેશન લેવું જોઈએ. કેન્સરને ટાળવા માટે અવેરનેસ અત્યંત જરૂરી છે. ઘણા લોકો દલીલ કરે છે કે હું તમાકુ નથી ખાતો, હકીકતમાં તેઓ પાન-મસાલા ખાતા હોય છે. આ પણ જોખમી જ છે, કારણ કે તમાકુની અવેજીમાં ખાવામાં આવતા પાન-મસાલામાં આવતી સોપારી ખાવાથી તેમાં રહેલું એરોકોલીન મોંની ચામડીને કડક બનાવે છે, તેમાં લાંબા ગાળે ઇરિટેશન, ફાઇબ્રોસિસ અને પછી કેન્સર થઈ શકે છે. તમાકુની ટેવ છોડવા માટે સાઈકિયાટ્રિસ્ટની ટ્રીટમેન્ટ-થેરપી લેવી. ર૦ વર્ષથી તમાકુ ખાતો હતો અને છ મહિનાથી તમાકુ ખાવાનું છોડ્યું પછી કેન્સર થયું તેવી માન્યતા ફક્ત ગેરસમજ જ છે. કેન્સર થયા પછી જ તેનાં લક્ષણો તીવ્ર થતાં વ્યક્તિને તમાકુ છોડવાની ફરજ પડે છે. આમ, આવી ગેરમાન્યતાઓ દૂર કરવી અને બીજાને પણ આવા ભ્રમવાળી સલાહ ન આપવી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ