બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / વિશ્વ / canada hindu temple vandalised windsor khalistani World News

મંદિરમાં તોડફોડ / કેનેડામાં ફરી હિન્દુ મંદિર પર હુમલો, હુમલાખોરોએ માસ્ક પહેરી કરી તોડફોડ, દીવાલો પર લખ્યા ભારત વિરોધી સૂત્રો

Pravin Joshi

Last Updated: 01:52 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડામાં ફરી એકવાર હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ ઘટના અંગે સ્થાનિક પોલીસે જાણ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. પોલીસ બે શકમંદોને શોધી રહી છે.

  • કેનેડામાં ફરી હિન્દુ મંદિરને બનાવ્યું નિશાન
  • હુમલાખોરોએ હિન્દુ મંદિરમાં કરી તોડફોડ
  • સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ 

કેનેડામાં ફરી એકવાર હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે. અહીં ઓન્ટારિયો પ્રાંતના વિન્ડસર શહેરમાં, માસ્ક પહેરેલા હુમલાખોરોએ હિન્દુ મંદિર પર હુમલો કર્યો. હુમલાખોરોએ મંદિરમાં તોડફોડ કરી હતી અને દિવાલો પર નફરતના સૂત્રો લખ્યા હતા. આ ઘટના અંગે સ્થાનિક પોલીસે જાણ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. 

ભારત વિરોધી સૂત્રો લખ્યા 

માસ્ક પહેરેલા બદમાશોએ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની બહાર દિવાલ પર કાળા રંગથી હિન્દુ વિરોધી અને ભારત વિરોધી સૂત્રો લખ્યા હતા. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે હિંદુ મંદિરમાં થયેલી તોડફોડને નફરતની ઘટના તરીકે તપાસવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં અધિકારીઓને એક વીડિયો મળ્યો છે જેમાં 12 વાગ્યા પછી આ વિસ્તારમાં બે શંકાસ્પદ લોકો જોવા મળ્યા હતા. વીડિયોમાં એક શંકાસ્પદ ઈમારતની દિવાલમાં તોડફોડ કરતો જોવા મળે છે જ્યારે બીજો તેની બાજુમાં ઉભો છે. પોલીસે જણાવ્યું હતું કે ઘટના સમયે, એક શંકાસ્પદ વ્યક્તિએ કાળું સ્વેટર, ડાબા પગ પર સફેદ રંગનો નાનો લોગો ધરાવતું કાળું પેન્ટ અને બ્લેક એન્ડ વ્હાઇટ હાઈ-ટોપ રનિંગ શૂઝ પહેરેલા હતા. બીજા શંકાસ્પદ વ્યક્તિએ કાળું પેન્ટ, શર્ટ, કાળા પગરખાં અને સફેદ મોજાં પહેર્યા હતા. 

 

કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી

વિન્ડસરમાં મંદિરમાં તોડફોડની આ પાંચમી ઘટના છે. તમને જણાવી દઈએ કે આ પહેલા 14 ફેબ્રુઆરીએ મિસીસૌગાના રામ મંદિરમાં તોડફોડની સાથે હિંદુ વિરોધી અને ભારત વિરોધી નારા લખવામાં આવ્યા હતા. કેનેડાના બ્રેમ્પટનના ગૌરી શંકર મંદિર અને રિચમંડના વિષ્ણુ મંદિરમાં પણ ઘણી મૂર્તિઓ તોડી નાખવામાં આવી હતી. ખાલિસ્તાની સમર્થકોએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પણ ઘણી વખત નિશાન બનાવી છે અને ભારત વિરોધી સૂત્રો લખ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ