બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Bulldozer will be turned over Pragnesh Patel's house in Ahmedabad?

ચર્ચા / તથ્ય પટેલ કેસ: લોકોની 'શાંતિ' છીનવનારના 'હરે શાંતિ' બંગલો પર ફરી વળશે બુલડોઝર? જાણો કેમ ચાલી રહી છે આવી અટકળો

Malay

Last Updated: 03:08 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ISKCON Bridge Accident: ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં જઘન્ય અપરાધ કરનારાઓને સજા આપવા માટે છેલ્લા કેટલાક સમયથી અપનાવાયેલું બુલડોઝર મોડેલ ચર્ચાનો વિષય બન્યું છે, ત્યારે ગુજરાતમાં પણ પ્રજ્ઞેશ પટેલના બંગલા પર બુલડોઝર ફેરવાશે તેને લઈને ચર્ચા શરૂ થઈ છે.

  • ગુજરાતમાં પણ અપનાવાશે UP અને MP પેર્ટન!
  • પ્રજ્ઞેશ પટેલના ઘર પર ફેરવી દેવાશે બુલડોઝર?
  • ગુનાહિત ઈતિહાસ ધરાવે છે પ્રજ્ઞેશ અને હિમાંશુ

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત: બુધવારે રાત્રે સર્જાયેલા અકસ્માત બાદ આખું ગુજરાત હચમચી ગયું છે. 9 લોકોના જીવ લેનાર આરોપીની પોલીસે ધરપકડ કરીને તેના રિમાન્ડ મંજૂર કરાયા છે. આ ઉપરાંત આરોપીના પિતાની પણ ધરપકડ કરીને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. આ વચ્ચે હવે એવી અટકળો વહેતી થઈ છે કે ગુજરાત રાજ્યનું ગૃહ વિભાગ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવી પેર્ટન અપનાવવા જઈ રહ્યું છે. એટલે કે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની જેમ રાજ્યનું ગૃહ વિભાગ પણ આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના ઘર પર ‘બુલડોઝર’ ફેરવવાનું વિચારી રહ્યું છે.

પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ નોંધાયેલા છે 8 ગુના 
શહેર પોલીસ અને રાજ્યના ગૃહ વિભાગે જણાવ્યું છે કે, ઇસ્કોનબ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે સામૂહિક દુષ્કર્મ, છેતરપિંડી, ખંડણી સહિત 8 કેસ નોંધાયેલા છે. તેની સામે સોલા પોલીસ સ્ટેશનમાં 2, શાહપુર પોલીસ સ્ટેશનમાં 1, રાણીપ પોલસ સ્ટેશનમાં 1, ક્રાઈમ બ્રાન્ચમાં 1, મહિલા ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં 1, ડાંગ પોલીસ સ્ટેશનમાં 1 અને મહેસાણા પોલીસ સ્ટેશનમાં 1 ફરિયાદ નોંધાયેલી છે. 

પ્રજ્ઞેશ પટેલ

પ્રજ્ઞેશ પટેલના ઘર પર ફેરવાશે બુલડોઝર?
આ મામલે અમદાવાદ શહેરના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, તે (પ્રજ્ઞેશ પટેલ) અને તેનો પાર્ટનર ઘણા ફોજદારી કેસોમાં સંડોવાયેલો છે અને તેમની પાસે બિનહિસાબી આવક પણ છે, એવું લાગી રહ્યું છે કે પ્રજ્ઞેશ પટેલે અમદાવાદના ગોતા વિસ્તારમાં આ કાળી કમાણીથી જ વૈભવી બંગલો 'હરે શાંતિ' ઊભો કર્યો છે. તેથી અમે વિચારી રહ્યા છીએ કે શું તેને પાઠ ભણાવવા માટે તેનું ઘર તોડી પાડવામાં આવે.

હિમાંશુ વરિયા પણ ધરાવે છે ગુનાહિત ઈતિહાસ
પ્રજ્ઞેશ પટેલના બિઝનેસ પાર્ટનર હિમાંશુ વરિયા પણ પ્રજ્ઞેશની જેમ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હિમાંશુ વરિયા સામે પણ 400 કરોડથી વધુની ઠગાઈ મામલે CBI તપાસ કરી રહી છે. હિમાંશુએ બેંકમાંથી ક્રેડિટ, ઓવરડ્રાફ્ટ લઈને ઉચાપત કરી હોવાની ફરિયાદ થઈ હતી. આ મામલે સીબીઆઈ તપાસ કરી રહી છે. 

હિમાંશુ વરિયા સામે શું છે આરોપ?
હિમાંશુ વરિયા સામે બેંકમાંથી ક્રેડિટ, ઓવરડ્રાફ્ટ લઈને ઉચાપતનો આક્ષેપ છે. તેણે વિવિધ બેંકો સાથે 400 કરોડથી વધુ રકમની છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ છે. તેણે સરકારી કર્મચારીઓની મદદથી દસ્તાવેજોમાં છેડછાડ કરી ઠગાઈ આચરી હોવાનો આક્ષેપ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ