બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ભારત / BSP Poll Candidate Leaves Home As Congress MLA Wife Had "Different" Ideology

રોચક કિસ્સો / લોકસભા ટિકિટ આવી તો ઉમેદવારે પત્ની છોડી ! ઝૂંપડી બાંધી, સત્ય જાણીને આફરિન થશો

Hiralal

Last Updated: 05:45 PM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના બાલાઘાટથી બસપાની ટિકિટ પરથી લોકસભા ચંટણી લડી રહેલા એક ઉમેદવાર ઘર છોડીને ડેમ પર ઝૂંપડી બાંધીને રહી રહ્યાં છે.

લોકસભા ચૂંટણીમાં વળી પાછો એક રોચક કિસ્સો સામે આવ્યો છે. પત્ની કોંગ્રેસની ધારાસભ્ય છે તો પતિ બીએસપીની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યો છે. બન્ને પાર્ટીઓની વિચારધારા અલગ અલગ હોવાથી મતભેદો સર્જાઈ શકે છે તેથી પતિ ઘર છોડીને ચાલ્યો ગયો છે અને કહ્યું કે હવે તે 19 એપ્રિલ મતદાન પૂર્ણ થયા બાદ ઘેર પાછો ફરશે. 

બાલાઘાટના બસપાના ઉમેદવારે ઘર છોડ્યું 
મધ્ય પ્રદેશના બાલાઘાટથી બસપાના લોકસભા ઉમેદવાર કાંકર મુંજારેએ શનિવારે કહ્યું હતું કે તેઓ ઘર છોડીને ચાલ્યા ગયા છે. તેમણે કહ્યું કે ચૂંટણી દરમિયાન જુદી જુદી વિચારધારાઓ ધરાવતા બે વ્યક્તિઓએ એક છત નીચે ન રહેવું જોઈએ. પૂર્વ ધારાસભ્ય અને સાંસદ કાંકર મુંજરેએ કહ્યું કે તેઓ 19 એપ્રિલે મતદાનના દિવસ બાદ ઘેર પાછા આવશે. 

સાથે રહીએ તો લોકો વિચારે કે મેચ ફિક્સિંગ છે
કાંકર મુંજારેએ એવું કહ્યું કે મેં મારુ ઘર છોડી દીધું છે અને ડેમ નજીક એક ઝૂંપડીમાં રહું છું. તેમણે જણાવ્યું હતું કે, "જો જુદી જુદી વિચારધારાઓને અનુસરતા બે વ્યક્તિઓ એક જ છત હેઠળ રહે છે, તો લોકો વિચારશે કે તે મેચ ફિક્સિંગ છે.

પત્ની બોલી-મારી પાર્ટીના ઉમેદવારને જીતાડવા કરી મહેનત 
નવેમ્બર 2023ની વિધાનસભાની ચૂંટણીમાં તેમની પત્ની અનુભા મુંજરેએ ભાજપના હેવીવેઇટ ગૌરીશંકર બિસેનને હરાવ્યાં હતા. તેમણે કહ્યું કે  તેના પતિના વલણથી દુ:ખી છે અને દાવો કર્યો છે કે એક મહિલા મૃત્યુ સુધી પતિના ઘેર રહેવા જતી હોય છે. અમારા લગ્નને 33 વર્ષ થયા છે અને અમે અમારા પુત્ર સાથે ખુશીથી રહીએ છીએ. અનુભા મુંજારેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ કોંગ્રેસના વફાદાર કાર્યકર છે અને બાલાઘાટથી પાર્ટીના ઉમેદવાર સમ્રાટ સારસ્વત લોકસભાની ચૂંટણી જીતે તે સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયત્નો કરશે. પરંતુ પ્રચાર દરમિયાન પતિ વિરૃદ્ધ એક શબ્દ પણ નહીં બોલે 

કંકર મુજારેએ પત્નીને ઘર છોડવાનું કહ્યું હતું
બસપા ઉમેદવાર કંકર મુજારાએ પત્ની અનુભાને ઘર છોડવાનું કહ્યું હતું કે પરંતુ અનુભાએ ઘર છોડવાનો ઈન્કાર કરતાં એવું કહ્યું કે પુત્રી પિયરેથી જાય છે અને સાસરિયામાંથી અર્થી ઉઠે છે. આ પછી કંકરને લાગ્યું કે તેમનું ઘર છોડવું વધારે સારું છે અને તેઓ ઘર છોડીને ચાલ્યાં ગયા અને ડેમ પર ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ