બ્રોડકાસ્ટ સેક્ટરની સુવિધા માટે કેન્દ્ર સરકારે 'બ્રોડકાસ્ટ સેવા પોર્ટલ' શરુ કર્યું છે. સોમવારે દિલ્હીમાં માહિતી અને પ્રસારણ (I & B) મંત્રી અનુરાગ ઠાકુરે આ વેબ પોર્ટલનો શુભારંભ કર્યો.
કેન્દ્ર સરકારે લોન્ચ કર્યું બ્રોડકાસ્ટ સેવા પોર્ટલ
સેટેલાઈટ ચેનલો, રેડિયો, ડિજિટલ મીડિયા મળશે લાભ
બ્રોડકાસ્ટ પરમિશન, રજિસ્ટ્રેશન, ફી કેલ્ક્યુલેશન વગેરે જેવી સુવિધા સરળતાથી થઈ શકશે
પ્રસારણ સેક્ટર માટે કેન્દ્ર સરકારે એક મોટી સુવિધા શરુ કરી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ' પહેલને પ્રોત્સાહન આપવાના ભાગરુપે બ્રોડકાસ્ટ સેવા પોર્ટલનો શુભારંભ કરાવ્યો છે. જેની લિંક https://new.broadcastseva.gov.in/ આ પ્રમાણે છે.
With launch of Broadcast Seva Portal, ease of doing business will get promoted. Stakeholders wouldn't need to come to office for permissions, they'd be able to fill online applications. System will have more capacity, will be transparent &accountable: Union Minister Anurag Thakur pic.twitter.com/Ho0EcCUJP7
શું છે બ્રોડકાસ્ટ સેવા પોર્ટલ
બ્રોડકાસ્ટ સેવા પોર્ટલ એક પ્રકારનું ઓનલાઈન પોર્ટલ સોલ્યુશન છે જે લાઈસન્સ, પરમિશન, રજિસ્ટ્રેશન અને બીજી જરુરિયાતો માટે બ્રોડકાસ્ટર્સ દ્વારા કરવામાં આવેલી અરજીની ઝડપી પ્રોસેસની મદદ કરશે.
All facilities for filing new applications or making changes or payments will be available on this portal. It encourages PM Modi's vision of minimum government, maximum governance. It'll soon be linked with National Single Window System: Union I&B Minister Anurag Thakur, in Delhi pic.twitter.com/Oynd3EFhQo
પ્રધાનમંત્રી મોદીના મંત્રને આગળ ધપાવશે બ્રોડકાસ્ટ સેવા પોર્ટલ-ઠાકુર
બ્રોડકાસ્ટ સેવા પોર્ટલનો પ્રારંભ કરાવતા ઠાકુરે કહ્યું કે મિનિમમ ગર્વમેન્ટ, મેક્સિમમ ગર્વનન્સના પ્રધાનમંત્રી મોદીના મંત્રને આગળ ધપાવવામાં બ્રોડકાસ્ટ સેવા પોર્ટલ એક મોટું પગલું છે. આ વેબ પોર્ટલ સરળ અને યુઝર ફ્રેન્ડલી છે એક ક્લીકથી તમામ બધુ સોલ્યુશન આવી જશે. સાથે સમગ્ર પ્રસારણ સેક્ટરમાં બિઝનેસ વધારવામાં પણ મદદ કરશે.