બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Bombay High Court rules public sector banks do not have power to issue Look Out Circulars

ન્યાયિક / બેન્કોને દેવાદારો સામે લુક આઉટ નોટીસ બહાર પાડવાનો અધિકાર નહીં- હાઈકોર્ટનો ચુકાદો

Hiralal

Last Updated: 04:21 PM, 23 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોમ્બે હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં એવું કહ્યું કે બેન્કોને લુક આઉટ નોટીસ બહાર પાડવાનો કોઈ અધિકાર નથી.

વિરાજ શાહ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યના કેસની સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ જી.એસ.પટેલ અને માધવ જામદારની ડિવિઝન બેન્ચે ઠરાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના ઓફિસ મેમોરેન્ડમ (ઓએમ) હેઠળ જાહેર ક્ષેત્રની બેન્કો પાસે ભારતીય નાગરિકો કે વિદેશીઓ સામે લુક આઉટ સર્ક્યુલર (એલઓસી) જારી કરવાની સત્તા નથી.
બેન્ચે જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા લોન ડિફોલ્ટ/લોનના મુદ્દે આ આદેશ આપ્યો હતો. કોર્ટે ડિફોલ્ટરોને વિદેશ પ્રવાસ કરતા અટકાવવા માટે જારી કરાયેલા લુક આઉટ સર્ક્યુલરને પડકારતી અનેક અરજીઓ પર સુનાવણી કરી છે. 

હાઈકોર્ટે તમામ લુકઆઉટ સર્ક્યુલર રદ કર્યાં 
હાઇકોર્ટે જાહેર ક્ષેત્રની બેન્કોની વિનંતી પર બહાર પાડવામાં આવેલા તમામ લુક આઉટ સર્ક્યુલરને રદ કર્યા હતા. જોકે ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું કે બે જજોની ખંડપીઠે આપેલા આદેશની અસર કોઈ પણ ટ્રિબ્યુનલ કે ક્રિમિનલ કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા હાલના કોઈ આદેશને નહીં પડે, જેમાં આવી વ્યક્તિઓને વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય.

વધુ વાંચો : VIDEO : મોં માંથી તમાકૂ કાઢીને ફટ કરતી ફેંકી છોકરીના જિન્સ પર, મેટ્રોમાં બન્યું શોકિંગ

હાઈકોર્ટના આદેશથી કોને લાભ
આર્થિક કૌભાંડ કરનાર આરોપીઓને દેશ છોડતા અટકાવવા માટે જે તે વિભાગ દ્વારા સર્ક્યુલર બહાર પાડવામાં આવતો હોય છે. એક વાર આવો સર્ક્યુલર બહાર પડે પછી કોઈ આરોપી દેશ છોડી શકતો નથી, કોર્ટે એક રીતે લોન ડિફોલ્ટર્સને રાહત આપી છે. 

શું છે લુકઆઉટ સર્ક્યુલર
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના બ્યૂરો ઓફ ઈમિગ્રેશન દ્વારા બહાર પાડવામાં આવેલા આ પ્રકારના લુક આઉટ સર્ક્યુલરમાં ઇમિગ્રેશન સત્તાવાળાઓ દ્વારા કોઇ પણ એરપોર્ટ કે દરિયાઇ બંદર પર કોઇ પણ વ્યક્તિ કે જેની સામે આવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો તેને ભારત છોડતો અટકાવવાની સત્તા આપે છે. પહેલો લુક આઉટ સર્ક્યુલર 27 ઓક્ટોબર, 2010ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમાં સમયાંતરે સુધારા-વધારા કરવામાં આવ્યા છે. સપ્ટેમ્બર, 2018માં પણ આવો જ સુધારો કરવામાં આવ્યો હતો, જેમાં "ભારતના આર્થિક હિતમાં" એલઓસી જારી કરવા માટે એક નવો આધાર પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત એવી જોગવાઈ છે કે, કોઈ પણ વ્યક્તિને વિદેશ પ્રવાસ કરતા અટકાવવામાં આવે, જેના દેશ છોડવાથી દેશના આર્થિક હિતો પર વિપરીત અસર પડી શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ