બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / BJP National Organization General Secretary BL Santhosh visited Gujarat today

નવાજૂનીના એંધાણ! / સરકારમાં મોટા ફેરબદલ બાદ દિલ્હીથી ગુજરાત આવ્યા ભાજપના દિગ્ગજ નેતા, CM સાથે મિટિંગ

Dhruv

Last Updated: 10:46 AM, 21 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના (BJP) રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. બી.એલ.સંતોષના અધ્યક્ષસ્થાને આજે રાજ્યમાં બેઠકનો ધમધમાટ જોવા મળશે.

  • ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાતમાં
  • ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાશે મહત્વની બેઠક
  • રત્નાકરનાં નિવાસે પણ બી.એલ. સંતોષ નેતાઓ સાથે કરશે ચર્ચા

વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે ગાંધીનગરમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સાથે મુલાકાત કરશે. રત્નાકરનાં નિવાસસ્થાને તેઓ નેતાઓ સાથે ચર્ચા કરશે. એ સિવાય ગાંધીનગર કમલમ ખાતે પણ બી.એલ.સતોષના અધ્યક્ષસ્થાને બેઠકોનો દોર શરૂ કરાશે. જ્યારે સાંજના 7 કલાકે CM નિવાસસ્થાને પણ બી.એલ સંતોષ બેઠક યોજશે. જ્યાં કોર કમિટીના સભ્યો સાથે મંથન કરશે. બેઠકમાં ચૂંટણીલક્ષી ચર્ચાઓ અને હાઈકમાન્ડની સૂચનાનું આદાનપ્રદાન થશે.

બી.એલ.સંતોષ આવતી કાલે રાજકોટ જશે

વધુમાં જણાવી દઇએ કે, બી.એલ.સંતોષ આવતી કાલે રાજકોટ જશે. આવતી કાલે રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળશે. આ બેઠકમાં બી.એલ.સંતોષ સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકોની સમીક્ષા કરશે. જેમાં સૌરાષ્ટ્રના સાંસદો, ધારાસભ્યો અને મનપાના હોદ્દેદારો હાજર રહેશે.

ચૂંટણી પૂર્વે કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા વધ્યા

નોંધનીય છે કે, રાજ્યમાં આગામી થોડા મહિનાઓમાં જ વિધાનસભા ચૂંટણી આવશે અને વિધાનસભા ચૂંટણીના પડઘમરૂપે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના રાષ્ટ્રીય નેતાઓ વારંવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં તમામ પક્ષોએ સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યમાં સતત કેન્દ્રના દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. ત્યારે આજે વધુ એક નેતા ગુજરાતની મુલાકાતે આવ્યા છે કે જેઓ CMની હાજરીમાં બેઠક કરશે. આ બેઠકમાં ચૂંટણીલક્ષી ચર્ચાઓ અને હાઈકમાન્ડની સૂચનાનું આદાનપ્રદાન થશે.

ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો એક્ટિવ મોડમાં

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો એક્ટિવ મોડમાં આવી ગયા છે. ત્યારે થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીએ પણ અનેક બેઠકો પરથી પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા. એ સિવાય ગઇકાલે કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. જેમાં તેઓએ જીટીયુ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા પ્રોજેકટની મુલાકાત લીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ