બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / BJP in action mode registering 600 complaints in disciplinary committee

કવાયત / હવે ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓની ખેર નહીં, શિસ્ત સમિતિમાં 600 ફરિયાદ નોંધાતા ભાજપ એક્શન મોડમાં

Priyakant

Last Updated: 12:19 PM, 5 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં પ્રદેશ ભાજપમાં શિસ્ત સમિતિમાં પક્ષ વિરોધી કામ કરનારા વિરુદ્ધ અધધધ..... ફરિયાદો નોંધાઇ, હવે શિસ્ત સમિતિ 10 જાન્યુઆરીથી ફરિયાદ હાથ પર લેશે

  • વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનારા વિરુદ્ધ થશે કાર્યવાહી
  • પ્રદેશ ભાજપમાં શિસ્ત સમિતિમાં નોંધાઈ હતી અંદાજે 600 ફરિયાદ
  • પક્ષ વિરોધી કાર્ય અને ચૂંટણીમાં નિષ્ક્રિય રહેવાની મળી હતી ફરિયાદ 
  • ફરિયાદની ચકાસણી કરવા વલ્લભ કાકડીયાના નેતૃત્વમાં ટીમની નિયુક્તિ
  • શિસ્ત સમિતિ 10 જાન્યુઆરીથી ઝોન પ્રમાણે ફરિયાદ હાથ પર લેશે

1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર એમ બે તબક્કામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની યોજાઈ હતી. જેનું પરિણામ 8મી ડિસેમ્બરના રોજ આવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સમગ્ર રાજ્યમાં અભૂતપૂર્વ જીત મળી છે. ભાજપને 156, કોંગ્રેસને 17 અને આપ આદમી પાર્ટીને 5 બેઠકો મળી છે. જોકે, આ ચૂંટણી પૂર્ણ થયા બાદ કેટલીક જગ્યાએ ભાજપને ભાજપના જ કેટલાક નારાજ લોકો નડતર રૂપ બન્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા.  
 
ગુજરાતમાં પ્રદેશ ભાજપમાં શિસ્ત સમિતિમાં પક્ષ વિરોધી કામ કરનારા વિરુદ્ધ  600 જેટલી ફરિયાદો નોંધાઇ હતી. મહત્વનું છે કે, પ્રદેશ ભાજપની શિસ્ત સમિતિના પ્રમુખ વલ્લભ કાકડિયાના નેતૃત્વમાં એક ટીમની નિયુક્તિ  થઈ છે. આ તરફ હવે આગામી 10 જાન્યુઆરીથી ઝોન વાઈઝ શિસ્ત સમિતિ ફરિયાદો હાથ પર લેશે. નોંધનીય છે કે, રાજકોટ, ગીરસોમનાથ, સુરેન્દ્રનગર સહીતમાં પક્ષ વિરોધી કાર્ય અને ચૂંટણીમાં નિષ્ક્રિય રહેવાની આંતરિક ફરિયાદો મળી હતી. 

શિસ્તબદ્ધ ગણાતા ભાજપ પક્ષમાં ચૂંટણી સમયે કેટલાક નારાજ કાર્યકરો અને અગ્રણીઓ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બાબતની પ્રદેશ તેમજ રાષ્ટ્રીય નેતાગીરીએ ગંભીર નોંધ લીધી હતી અને ચૂંટણી સમયે જ કેટલાક સામે પગલાં લેવામાં આવ્યા હતા. 

રાજ્યની કેટલીક વિધાસભા બેઠક પર પણ આવી જ બાગી પ્રવૃત્તિ થઇ હોવાનો સ્વીકાર કરી જિલ્લાઓના ભાજપના પ્રમુખોએ આ મામલે પ્રદેશને રિપોર્ટ સોંપ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે હવે આ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભાજપને નુકસાન કરનારા સામે કાર્યવાહી કરાશે. આંતરિક વિરોધીઓનો મામલો ભાજપે શિસ્ત સમિતિને સોંપ્યો છે. આ મામલે ફરિયાદ અને તથ્યોની તપાસના અહેવાલના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

મતદાન બાદ પણ કરાઈ હતી કાર્યવાહી

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં ભારે રસાકસી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. બંને તબક્કાના મતદાન બાદ પાર્ટી દ્વારા પાર્ટી વિરોધી પ્રવૃતિ કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ચૂંટણી પૂર્ણ થતાં જ ભાજપે પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી અને કેટલાક આગેવાનો-કાર્યકરોને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ