બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / Politics / BJP announced names of 24 inspectors of central zone

Elections / ગુજરાત ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં, 24 નિરીક્ષકોના નામ જાહેર, જાણો કયા મંત્રીને કયો જિલ્લો સોંપાયો

Dinesh

Last Updated: 10:28 PM, 26 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપે મધ્ય ઝોનના 24 નિરીક્ષકોના નામ જાહેર કર્યા, હર્ષ સંધવી અને ગણપત વસાવાને અમદાવાદની જવાબદારી સોંપાઈ

  • ભાજપે નિરીક્ષકોના નામ જાહેર કર્યા
  • મધ્ય ઝોનના 24 નિરીક્ષકોના નામ જાહેર
  • રાજેન્દ્ર ત્રિવેદીને વલસાડની જવાબદારી સોંપાઈ


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેરાતનું કાઉન્ટ શરૂ થઈ ગયો છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કમર કસી લીધી છે અને જોરદાર તૈયારી કરી રહ્યાં છે. ચૂંટણી પ્રચારથી લઈ બેઠકોનો જોર શરૂ કરી દીધુ છે ત્યારે ભાજપે ચૂંટણીલક્ષી રાજનીતિ માટે નિરીક્ષકોની યાદી જાહેર કરી છે જેમાં મધ્ય ઝોનના 24 નિરીક્ષકોના નામ જાહેર કરાયા છે

ભાજપે કરી નિરીક્ષકોની યાદી જાહેર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અનુલક્ષી ભાજપે નિરક્ષકોના નામ જાહેર કર્યો છે. જેમાં ગોરધન ઝડફિયાને પાટણની જવાબદારી સોંપાઇ છે તો શંકર ચોધરીને વડોદરા અને પુર્ણેશ મોદીને પંચમહલની જવાબદારી સોંપાઈ છે. હર્ષ સંધવી અને ગણપત વસાવાને અમદાવાદની જવાબદારી સોંપાઇ છે.  રૂષિકેષ પટેલ અને જીતુ વાઘાણીને દાહોદની જવાબદારી સોંપી છે તેમજ આર સી ફળદુ અને ઉદય કાનગઢને ગાંધીનગરની જવાબદારી માટે યોગ્ય સમજ્યા છે ત્યારે ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને નિમિષા સુથારને ભરૂચની જવાબદારી સોંપાઈ છે. રાજેન્દ્ર ત્રિવેદીને વલસાડની જવાબદારી સોંપાઈ છે અને નરહરી અમિનને નર્મદા જિલ્લાની જવાબદારી સોંપાઈ છે. પુનમ માડમ અને આઈ કે જાડેજાને ભાવનગરની જવાબદારી સોંપી છે

ચૂંટણીને લઈ ત્રણેય પક્ષની તૈયારી
વિધાનસભાની ચૂંટણી જાહેરાતની તારીખો જાહેર થવાની તૈયારી છે ત્યારે ત્રણય પક્ષ પૂરજોષમાં કામે લાગી ગયા છે. કોંગ્રેસના નેતાઓની દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારોની ત્રણ યાદી પણ બહાર પાડી દીધી છે. ભાજપ પણ ચૂંટણીલક્ષી રણનીતિ ઘડી રહ્યું છે. ભાજપે મધ્ય ઝોનના 24 નિરીક્ષકોના નામ જાહેર કર્યો છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Gujarat election 2022 gujarat નિરીક્ષકો ભાજપ Election
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ