બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / ભારત / Biggest Update on Talati-Jr Clerk, Railway Station Becomes 'Ayodhya Dham', Remove Illegal Loan Apps, Check Latest Update

2 મિનિટ 12 ખબર / તલાટી-જુનિયર ક્લાર્ક પર સૌથી મોટી અપડેટ, રેલવે સ્ટેશન બન્યું 'અયોધ્યા ધામ', ગેરકાયદે લોન એપ્સ હટાવો, જુઓ લેટેસ્ટ અપડેટ

Dinesh

Last Updated: 07:00 AM, 28 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat weather forecast: હવામાન વિભાગે આગાહી કરી છે કે,રાજ્યમાં આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ હાલ વરસાદની કોઇ શક્યતા ન હોવાનું પણ જણાવ્યું છે

Provisional list will be announced for Talati and Junior Clerk vacancies

gandhingar news: તલાટી અને જૂનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ માટે પ્રોવિઝનલ લિસ્ટ જાહેર કરાયું છે. પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલ આ માહિતી અંગેનું ટ્વીટ કર્યું છે. આપને જણાવી દઈએ કે, તલાટી અને જૂનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ વેઈટિંગ લિસ્ટથી ભરવામાં આવશે. અધ્યક્ષ હસમુખ પટેલે એક ટ્વીટ જણાવ્યું છે કે, તલાટી અને જુ ક્લાર્ક ની ખાલી જગ્યાઓ વેઇટીંગ લિસ્ટથી ભરવા  માટે  ખૂટતા ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 3rd એડિશનલ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેમણે બીજા ટ્વીટમાં કહ્યું છે કે, તલાટી તથા જુનિયર ક્લાર્કના વેઇટિંગની કામગીરી પૂર્ણ થતા mphw ના વેઇટિંગની કામગીરી શરૂ કરવામાં આવશે. ત્યારબાદ વધુ એક ટ્વીટમાં લખ્યું છે કે, જુનિયર ક્લાર્ક તથા તલાટીના ખૂટતા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થતા વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે તથા અગાઉ જિલ્લા ફાળવણી કરવામાં આવેલ ઉમેદવારો સહિત તમામ માટે જિલ્લા ફાળવણી કરવામાં આવશે. 

The highest number of cases of the new variant of Corona in Gujarat

 કોરોનાનો ગુજરાતમાં ધીમીગતિએ પગપેસારો થઈ રહ્યો છે. કોવિડનાં નવા વેરિએન્ટ JN.1   સામે આવ્યો છે.  ગુજરાતમાં નવા વેરિએન્ટનાં એક સાથે 36 કેસ નોંધતા આરોગ્ય વિભાગ દોડતું થઈ જવા પામ્યું હતું. ગુજરાત બાદ નવા વેરિએન્ટનાં સૌથી વધુ કેસ 24 કર્ણાટકમાં નોંધાવા પામ્યા હતા. જ્યારે ગોવામાં 14 અને મહારાષ્ટ્રમાં 9 કેસ નવા વેરિએન્ટનાં નોંધાયા છે. દેશમાં તા. 26 ડિસેમ્બર સુધી કોરોનાનાં નવા વાયરસ JN.1  ના કુલ 109 કેસ નોંધાયા છે. ત્યારે કોવિડનાં કેસમાં અચાનક વધારો થતા લોકોમાં હવે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ત્યારે 8 રાજ્યોમાં કુલ 109 કેસ નોંધાયા છે. જેમાં ગુજરાતમાં 36 કેસ સામે આવ્યા છે.

The Meteorological Department has predicted that the weather will remain dry for the next 5 days in the state and there is...

Meteorological department forecast: રાજ્યના હવામાનને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જે પ્રમાણે રાજ્યમાં આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે. તેમજ હાલ વરસાદની કોઇ શક્યતા ન હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. 12 કલાક બાદ લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી વધવાની શક્યતા છે. વરસાદને લઈ પણ હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે, હાલ વરસાદની કોઇ શક્યતા નથી. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે આગાહી કરી છે. આગામી બેથી પાંચ દિવસ વરસાદની શક્યતા નહિવત છે. 

Gandhinagar Collector issued an important announcement regarding Vibrant Gujarat Summit regarding roads

 Vibrant Gujarat Summit: ગાંધીનગર ખાતે જાન્યુઆરીમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવા જઈ રહી છે. જેને લઈને ગાંધીનગર કલેકટરે એક મહત્વનું જાહેરનામુ બહાર પાડ્યું છે. વિવિધ રસ્તાઓને લઈ આ જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં ગ રોડ અને જ રોડ સામાન્ય ટ્રાફિક વ્યવહાર માટે બંધ રાખવાનો પણ મહત્વનો નિર્ણય લીધો છે. જાહેરાનામામાં જણાવ્યા મુજબ આ રસ્તાઓ સંબંધિત જાહેરનામું આગામી 9થી 13 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. ચ (0) થી ચ (5) રોડને નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરાયો છે. ગ, ઘ, ચ, ખ અને જિલ્લા પંચાયતથી સેક્ટર 17 અને સેક્ટર 16 તરફ જતા રસ્તા પર પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સર્કિટ હાઉસથી ઝીમ ખાના તરફ અને જિલ્લા પંચાયત તરફનો રોડ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે. 

NGT slapped Gujarat government with a fine of 2100 crores

પર્યાવરણને નુકશાન કરતા ઘન-પ્રવાહી કચરો તેમજ નદીમાં ઠાલવવામાં આવતા દૂષિત પાણી છોડી NGT નાં નિયમનો ભંગ કરતા રાજ્યો સામે લાલ આંખ કરી છે. ત્યારે સુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ ખાતે પણ નિયમોની અમલવારી ન થતા NGT એ ગુજરાત સરકારને રૂા. 2100 કરોડનો દંડ ફટકાર્યો હતો. તેમજ રાજ્ય સરકારને અસરકારક પગલા લેવા તાકીદ પણ કરી હતી. ગુજરાત દિન પ્રતિદિન ઔધોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. તો બીજી તરફ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રદૂષણને અટકાવવામાં સદંતર નિષ્ફળ નીવડી રહ્યું છે. ત્યારે આજે પણ સાબરમતી નદી સહિત ગુજરાતની અનેક નદીઓ આજે પણ પ્રદૂષિત છે. તો સુપ્રિમ કોર્ટ તેમજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા પણ અનેક વખત સરકારને પ્રદૂષિત પાણી નદીમાં ન છોડવા માટે આદેશ કર્યો હતો. તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ જ અમલવારી કરવામાં આવતી ન હતી.

Growing craze for living abroad: Gujarat in TOP-3 for surrendering Indian passports, see which state is at the forefront

જેતરમાં જ ગેરકાયદેસર રીતે અમેરિકા જઈ રહેલ પ્રાઈવેટ જેટને ફ્રાન્સનાં વેટ્રી એરપોર્ટ પર ઝડપી પાડવામાં આવ્યું હતું. ત્યારે આ વિમાનમાં 303 જેટલા મુસાફરો હતા. જેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસણખોરી કરી રહ્યા હતા.  ત્યારે છેલ્લા ઘણા સમયથી ગુજરાતીઓમાં વિદેશમાં સ્થાપી થવાનો ક્રેઝ વધ્યો છે. વર્ષ 2013 થી 2022 દરમ્યાન 22 હજારથી વધુ લોકોએ ભારતીય પાસપોર્ટ સરન્ડર કર્યો છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં લોકોમાં વિદેશ જવાનો મોહ વધી રહ્યો છે. ત્યારે વર્ષ 2022 માં સમગ્ર દેશમાંથી કુલ 2.25 લાખ લોકોએ ભારતીય નાગરિક્ત જતું કર્યું હોવાનાં ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. જેમાં 2011 થી 2022 સુધી કુલ 16.63 લાખ લોકો દ્વારા ભારતીય નાગરિકત્વ જતું કરી વિદેશમાં સ્થાયી થવાનું પસંદ કર્યું હતું. ત્યારે સૌથી વધુ પાસપોર્ટ સરન્ડર કરવામાં દિલ્હી સૌથી મોખરે છે. જ્યારે બીજા નંબરે પંજાપ અને ત્રીજા નંબરે ગુજરાત છે. 

Muslim league Jammu Kashmir Masrat alam group Banned by UAPA

જમ્મૂ-કાશ્મીરમાં સંચાલિત રાજકીય દળ મુસ્લિમ લીગ જમ્મૂ-કાશ્મીર-મસરત આલમ જૂથને કેન્દ્ર સરકારે UAPA અંતર્ગત અમાન્ય ઘોષિત કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી માહિતી આપી હતી.  આરોપ અનુસાર આ સંગઠનનાં સદસ્યો જમ્મૂ કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓમાં સામેલ હતાં અને એવા આતંકી સમૂહોનું સમર્થન કરી રહ્યાં હતાં જે ભારતની અખંડિતતા અને સુરક્ષાને જોખમમાં મૂકી રહ્યાં છે.અમિત શાહે લખ્યું કે, "મુસ્લિમ લીગ ઑફ જમ્મૂ-કાશ્મીર ( મસરત આલમ જૂથ) MLJK-MA ને UAPA અંતર્ગત એક અમાન્ય સંઘ ઘોષિત કરવામાં આવ્યું છે. આ સંગઠન અને તેના સદસ્યો જમ્મૂ-કાશ્મીરમાં રાષ્ટ્ર વિરોધી અને અલગાવવાદી ગતિવિધિઓમાં સામેલ છે. આતંકી ગતિવિધિઓનું સમર્થન કરે છે અને લોકોને જમ્મૂ-કાશ્મીરમાં ઈસ્લામી શાસન સ્થાપિત કરવા માટે ઉશ્કેરે છે. PM નરેન્દ્ર મોદી સરકારનો સંદશો સ્પષ્ટ છે કે આપણાં દેશની એકતા, સંપ્રભુતા અને અખંડિતતાની વિરોધમાં કામ કરનારા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં અને તેને કાયદાનાં પ્રકોપનો સામનો કરવો પડશે."

education mphil degree invalid universities should take immediate steps to stop 2023 24 session said ugc

Education News: યુજીસીએ યુનિવર્સિટીઓને એમફિલ ડિગ્રીને માન્યતા ન આપવા સૂચન કર્યું છે. યુજીસીએ કહ્યું કે યુનિવર્સિટીઓએ સત્ર 2023-24 માટે પ્રવેશ રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. યુજીસીના સેક્રેટરી મનીષ જોશીએ વિદ્યાર્થીઓને ચેતવણી આપી હતી કે યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવતા કોઈપણ એમફિલ કોર્સમાં પ્રવેશ ન આપેયુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનએ યુનિવર્સિટીઓને એમફિલ કોર્સમાં પ્રવેષ ન આપવા ચેતવણી આપી છે કારણ કે તે માન્ય ડિગ્રી નથી. યુજીસીએ વિદ્યાર્થીઓને આવા અભ્યાસક્રમોમાં પ્રવેશ ન લેવા સામે ચેતવણી પણ આપી હતી. કમિશનના સચિવ મનીષ જોશીએ જણાવ્યું હતું કે, યુજીસીના ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક યુનિવર્સિટીઓ એમ ફીલ એટલે કે માસ્ટર ઓફ ફિલોસોફી માટે નવી અરજીઓ મંગાવી રહી છે. આ સંદર્ભમાં દરેકના ધ્યાન પર લાવવામાં આવી રહ્યું છે કે એમ.ફીલ માન્ય ડિગ્રી નથી. 

ayodhya railway station new name is ayodhya dham, pm modi will inaugurate

અયોધ્યા રામમંદિરનાં ઉદ્ઘાટન પહેલાં અયોધ્યા રેલ્વે સ્ટેશનનું નામ બદલી દેવામાં આવ્યું છે. રેલ્વે સ્ટેશન હવે અયોધ્યા ધામનાં નામે ઓળખાશે. રેલ્વે સ્ટેશનનું નામ બદલવાનાં આદેશો આજે એટલે કે બુધવારે આપવામાં આવ્યાં છે. માહિતી અનુસાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 2 દિવસ પહેલાં નિરીક્ષણ દરમિયાન સ્ટેશનનું નામ અયોધ્યા ધામ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઘોષણાથી રામ ભક્તો ઘણાં ખુશ જોવા મળી રહ્યાં છે. અયોધ્યા રેલ્વે સ્ટેશનનું નામ બદલી દેવામાં આવ્યું છે. રેલ્વે સ્ટેશન હવે 'અયોધ્યા ધામ'થી ઓળખાશે.અયોધ્યા રેલ્વે સ્ટેશનને ત્રેતા યુગને પ્રદર્શિત કરનારા સ્થળ તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્ટેશનને જોઈને તમને ભવ્ય મંદિરમાં પ્રવેશ્યાનો અનુભવ થશે. અહીંથી રામ મંદિર આશરે 1 કિમી દૂર છે. આ સ્ટેશન આશરે 50000 યાત્રિકોની ક્ષમતા ધરાવે છે. 30 ડિસેમ્બરનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સ્ટેશનનું ઉદ્ધાટન કરશે.

Government asks social media platforms to remove fraud loan app ads and deepfakes

ઈલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય (એમઇઆઇટીવાય) એ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ફ્રોડ લોન એપ્લિકેશન્સથી સંબંધિત જાહેરાતો સંબંધિત 'વધારાના પગલાં' અપનાવવાનો આદેશ આપ્યો છે. આઇટી મંત્રાલયે કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મે સુનિશ્ચિત કરવું જોઈએ કે તેઓ ફ્રોડ લોન એપ્લિકેશન્સની જાહેરાતોને સ્થાન ન આપે. ચેતવણીમાં કહેવાયું કે જો કોઈ આવું કરશે તો આવા મધ્યસ્થીઓ / પ્લેટફોર્મ્સ કોઈપણ "પરિણામો" માટે "સંપૂર્ણ જવાબદારી" રહેશે.ઈન્સ્ટાગ્રામ, ફેસબુક પર કેવી રીતે ફ્રોડ લોન એપ્સની જાહેરાત કરવામાં આવી રહી છે તે જણાવવામાં આવ્યું હતું. આ એપ્સને રોકવા માટે આ પ્લેટફોર્મ દ્વારા કડક નીતિ બનાવવામાં આવી હોવા છતાં અનેક એવી એપ્સની જાહેરાતો સામે આવી રહી છે જેને સરકારે લાલ ઝંડી આપી દીધી છે, પરંતુ તેમની સેવાઓ હજુ પણ કાર્યરત છે.

Varun Dhawan injured on the set of VD18! Fans worried

વરૂણ ધવનને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. વરૂણ ધવન પોતાની શાનદાર એક્ટિંગ અને તેના કેરેક્ટર માટે ખુબ જ જાણીતો છે. હાલમાં વરૂણ ધવન પોતાની આગામી ફિલ્મ વીડી 18ના શૂટીંગમાં વ્યસ્ત છે. ત્યારે આ બધાની વચ્ચે વરૂણ ધવનના ફેન્સ માટે એક બેડ ન્યૂઝ સામે આવ્યાં છે. એક રિપોર્ટ મુજબ વરૂણ ધવનને શૂટિંગ દરમિયાન ઈજા થઈ છે. જેની તસવીર તેને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર મુકી છે.તમને જણાવી દયે કે વરૂણ ધવને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. જે તસ્વીરમાં જોઈ શકાઈ છે કે તે બેઠો છે અને તેનો એક પગ ખુરશી પર છે.. જેના પર પાટો બાંધવામાં આવ્યો છે.. વરૂણ ધવને આ પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે વીડી 18ના શૂટીંગ દરમિયાન ફરી એકવાર આવુ થયું. અભિનેતાની આ પોસ્ટ બાદ તેના ફેન્સ ખુબ જ ચિંતામાં જ અને તેના સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યાં છે.

Virat Kohli and Rohit Sharma drop in ratings

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને ઓપનર શુભમન ગિલના ICC રેટિંગમાં ફરી એકવાર ડાઉન થયાં છે. જો કે રેટિંગ ડાઉન થવા પર પણ તેના રેકિંગમાં કોઈ ફેર જોવા મળ્યો નથી. પણ સવાલ એ છે કે આ ત્રણેય ખેલાડીઓ વનડે મેચ રમી રહ્યાં નથી તેમ છતાં તેનું રેટિંગ કેમ ડાઉન જઈ રહ્યું છે. ICC દ્વારા નવી ODI રેન્કિંગની જાહેરાત કરવામાં આવી છે. આ રેકિંગ લિસ્ટમાં સૌથી પહેલા નંબર પર પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ છે. જ્યારે શુભમન ગિલ બીજા નંબર પર છે.  શુભમન ગિલ અત્યાર સુધી નંબર વન પર હતો જે હવે નંબર ટુ પર આવી ગયો છે. ગયા અઠવાડિયાની વાત કરીએ તો બાબર આઝમનું રેટિંગ ગયા અઠવાડિયા જેટલુ છે. જ્યારે શુભમનનું રેટિંગ ઘટ્યું છે..આપણે સૌ જાણીએ છીએ કે બાબર આઝમ કે શુભમન ગિલ ICC ODI વર્લ્ડ કપ 2023 પછી એકપણ ODI રમ્યા નથી. આટલુ જ નહીં વિરાટ કોહલી અને રોહિત શર્માના રેટીંગમાં પણ ઘટાડો આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ