Cyclone Biparjoy News: હવામાન વિભાગે કહ્યું, વાવાઝોડાની સ્પીડ 125 કિમી પ્રતિકલાક હતી પણ હાલ વાવાઝોડું નબળું પડી ગયું, હજુ પણ વાવાઝોડુ કચ્છ પર જ છે
વાવાઝોડા અંગે હવામાન વિભાગનું નિવેદન
વાવાઝોડાની સ્પીડ 125 કિમી પ્રતિકલાક હતી
હાલ વાવાઝોડું નબળું પડી ગયું છે
બિપોરજોય વાવાઝોડાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે બિપોરજોય વાવાઝોડાને લઈ મોટું નિવેદન આપ્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે, વાવાઝોડાની સ્પીડ 125 કિમી પ્રતિકલાક હતી પણ હાલ વાવાઝોડું નબળું પડી ગયું છે. આ સાથે ઉમેર્યું કે, આગળ જતા વાવાઝોડુ ડિપ ડિપ્રેશનમાં ફેરવાય જશે. તો બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદ રહેશે તેવું હવામાન વિભાગે ઉમેર્યું છે.
#WATCH | Ahmedabad: "By today noon the intensity of the cyclone will reduce and it will weaken into a cyclonic storm and will convert into a depression by the same evening...," says Manorama Mohanty, MET Director, as she gives an update on #CycloneBiparjoypic.twitter.com/sTRWyd8gd6
હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહન્તીએ બિપોરજોય વાવાઝોડાને લઈ મોટું નિવેદન આપ્યું છે. મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે, બિપોરજોય વાવાઝોડાની સ્પીડ 125 હતી, હજુ પણ વાવાઝોડુ કચ્છ પર જ છે. આ સાથે કહ્યું કે, આગાળ જતા વાવાઝોડુ નબળુ પડશે. તેમણે ઉમેર્યું કે, વાવાઝોડાની દિશા ઉત્તર પૂર્વ રહેશે. આગળ જતા વાવાઝોડુ ડિપ ડિપ્રેશનમાં ફેરવાય જશે. આ બધાની વચ્ચે બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદ રહેશે.
બિપોરજોય વાવાઝોડું લેન્ડફોલ થતાં જ જળ, જમીન અને વાયુમાં તોફાન જ તોફાન જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું નિવેદન સામે આવ્યું છે.
અંબાલાલ પટેલે શું કહ્યું ?
અંબાલાલ પટેલે જણાવ્યું કે, જખૌ પોર્ટ પર લેન્ડફોલ થયેલા વાવાઝોડાનો ગુજરાતમાં પ્રકોપ આગામી 18 જૂન સુધી રહેશે. દેશના અન્ય રાજ્યોમાં આ વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેશે. 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે. તેઓએ જણાવ્યું છે કે, આગાણી જૂલાઈ મહિના સુધી વરસાદ ચોમાસા પોટર્ન મુજબ જ થશે. તેમણે રાહતની આગાહી કરતા જણાવ્યું કે, આ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ થવાની જ સંભાવના છે.
હવામાન વિભાગે શું કહ્યું ?
આપને જણાવી દઈએ કે, બિપોરજોય વાવાઝોડાના કારણે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. આજે પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગ દ્વારા ટ્વીટ કરીને રાજ્યના 12 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. IMD અમદાવાદ મુજબ, આજે એટલે કે 16 જૂને કચ્છ, દેવભૂમિ દ્વારકા, પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પોરબંદર, જુનાગઢ અને રાજકોટ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ છે.