બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bhabhar City BJP president Amarat Mali leveled serious allegations against MLA Ganiben Thakor

વિવાદ / ખેતરમાં પાવડો ચલાવતો Video વાયરલ થતા ગેનીબેન પર લાગ્યો જમીન પચાવ્યાનો આક્ષેપ, કહ્યું 'મારી કોઈ માલિકી નથી'

Malay

Last Updated: 03:48 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાભર શહેર ભાજપ પ્રમુખ અમરત માળીના આક્ષેપ પર ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું કે, આ જમીનમાં મારો કોઈ માલિકી હક્ક નથી, આ જમીન સંસ્થાની છે.

  • બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરના વીડિયો બાદ વિવાદ 
  • અમરત માળીએ ગેનીબેન પર લગાવ્યા આરોપ 
  • સંસ્થાના નામે ગેનીબેને કરોડોની જમીન હડપી લીધી: અમરત માળી 
  • આ જમીન મારી માલિકીની નથી:ગેનીબેન 

Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો ખેતીકામ કરતા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો છે. ભાભરના ભાજપ શહેર પ્રમુખ અમરત માળીએ બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પર ગંભીર આક્ષેપો લગાવ્યા બાદ હવે ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, 'આ જમીન મારી નહીં, પરંતુ સંસ્થાની છે.' 

આ જમીનમાં મારો કોઈ માલિકી હક્ક નથીઃ ગેનીબેન ઠાકોર
અમરત માળીના આક્ષેપ પર વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, આ જમીન મારી માલિકીની નથી, આ જમીન સંસ્થાની જમીન છે. સંસ્થાની જમીનમાં વૃક્ષારોપણ થયું હોય તો વ્યક્તિગત થોડું કહેવાય. તેમણે જણાવ્યું કે, આ જમીનમાં મારો કોઈ માલિકી હક્ક નથી. મારા દ્વારા વૃક્ષારોપણથી ખેડૂતોને પ્રેરણા મળે છે. અમરત માળી જે અવળા ધંધા કરે છે તેવા અમે નથી કરતા. 

ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે શંકર ચૌધરી પર પ્રહાર કરતા કહ્યું કંઇક આવું...
ગેનીબેન ઠાકોર (ધારાસભ્ય, વાવ)

ગેનીબેને કરોડોની જમીન હડપી લીધીઃ અમરત માળી
ગેનીબેન હાથમાં પાવડો લઈને ખેતીકામ કરતા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ ભાભરના ભાજપ શહેર પ્રમુખ અમરત માળીએ ગેનીબેન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, ગેનીબેન ખેતીકામ કરી રહ્યા છે, તે સરકારી જમીન તેઓએ દબાણ કરીને હડપી લીધી છે. ગેનીબેન ઠાકોરે ભાભરમાં કરોડો રૂપિયાની સરકારી જમીન પર દબાણ કર્યું છે. 

'ગેનીબેન સામે દાખલ કરવો જોઈએ લેન્ડ ગ્રેબિંગનો કેસ'
અમરત માળીએ જણાવ્યું કે, આ જગ્યા સંસ્થાના નામે ગેનીબેને હડપી લીધી છે અને સરકારના પ્રજાના હિતમાં વાપરવાના નાણાથી ધારાસભ્યએ આ જગ્યા પર પાક્કી દીવાલ ઉભી કરવામાં અને કન્સ્ટ્રક્શનમાં વાપરી નાખ્યા છે. મેં આ બાબતમાં અગાઉ પણ તંત્રને અરજીઓ કરી હતી. આ બાબતે યોગ્ય તપાસ કરીને ગેનીબેન સામે લેન્ડગ્રેબિંગનો કેસ દાખલ કરવો જોઈએ. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ