Dhirendra Shastri News: બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે રાજકોટની મુલાકાતે છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. જેના પાસના ફોટા સોશિયલ મીડિયા પર ફરતા થયા છે.
આજે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર
દિવ્ય દરબારના પાસ સો.મીડિયામાં વાયરલ
VIP અને VVIP પાસ જોવા મળ્યા
સુરત, અમદાવાદ બાદ હવે રાજકોટમાં બાગેશ્વર ધામના પીઠાધિશ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યો છે. જેને લઈને બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ પહોંચ્યા છે. આજે રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રી BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચ્યા હતા. સ્વામિનારાયણ મંદિરમાં હાજર સંતોએ ધીરેન્દ્ર શાસ્ત્રીનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. જે બાદ બાબાએ સંતો સાથે વાતચીત પણ કરી હતી. મહત્વનું છે કે આજે સાંજે રેસકોર્સના મેદાનમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે.
દિવ્ય દરબારના પાસ સો. મીડિયામાં વાયરલ
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજે સાંજે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાશે. બાબાનો દરબાર ભરાય એ પહેલા જ તેના પાસ સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. એક બાજુ લોકો ભારે તાપમાં પાસ લેવા કલાકોથી બેઠા છે, તો બીજી બાજુ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના પાસ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
બાગેશ્વર બાબાના દરબારમાં VIP કલ્ચર
વીઆઇપી બાબામાં વીઆઈપી કલ્ચર જોવા મળ્યું છે. રાજકોટના દિવ્ય દરબાર માટે VIP અને VVIP પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે. આ પાસ હાઈ પ્રોફાઈલ લોકો માટે ઈસ્યુ કરવામાં આવ્યા છે. હાઇ પ્રોફાઈલ લોકોને વીઆઈપી અને વીવીઆઈપી પાસ આપવામાં આવ્યા છે. જે બાદ લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે.
સમગ્ર વિસ્તારમાં ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
આજના દિવ્ય દરબારને લઈને આયોજકોએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સમગ્ર વિસ્તારમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો છે. દિવ્ય દરબારમાં 12 સ્થળો પર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્ય દરબારમાં પ્રવેશવા માટે 10 પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યા છે. 1 લાખ લોકો દિવ્ય દરબારમાં આવે તેવી શક્યતાઓ છે. રેસકોર્સ મેદાનમાં કાર્યક્રમ સ્થળે 20 હજાર ખુરશી અને 1 હજાર સોફાની વ્યવસ્થા કરાઈ છે. આજે બાબાના કાર્યક્રમમાં 3 હજાર સ્વયંસેવકોની ટીમ પણ તૈનાત રહેશે.