બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / beautiful actress ameesha patel new video viral on social media

ચાહકો ઓળઘોળ / અભિનેત્રી અમીષા પટેલનો નવો વીડિયો આવ્યો સામે, મિનિટોમાં થયો વાયરલ

Premal

Last Updated: 06:16 PM, 12 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા થોડા સમયથી અમીષા પટેલ ઓછા પ્રોજેક્ટ્સમાં દેખાઈ રહી છે. જો કે, આ વખતે તે પોતાની બોલ્ડનેસથી લોકોને દીવાના બનાવી રહી છે.

  • અમીષા પટેલનો નવો વીડિયો સામે આવ્યો
  • લેટેસ્ટ લુક જોઈને ચાહકોના દિલના ધબકારા વધ્યાં
  • 46ની ઉંમરમાં પરફેક્ટ બોડી જોઇને ચાહકો થયા ઓળઘોળ

અમીષા પટેલે તેના લેટેસ્ટ લુકથી ચાહકોના દિલમાં લગાવી આગ

એક સમય હતો જ્યારે લોકો અમીષા પટેલના ચહેરાની નિર્દોષતા અને સાદગી પર ફિદા હતા. પ્રશંસકો તેમને ફિલ્મી પડદા પર જોવા માટે ખૂબ ઉત્સાહિત રહેતા હતા. જો કે, છેલ્લા કેટલાંક સમયથી અભિનેત્રી ઓછા પ્રોજેક્ટસમાં જોવા મળી રહી છે. અમીષા પોતાના ચાહક વર્ગ સાથે સોશિયલ મીડિયામાં હંમેશા જોડાયેલી રહે છે. એવામાં વારંવાર તેમના ઈન્સ્ટાગ્રામ પેજ પર તેમના પ્રોજેક્ટ્સ અને લુક્સની ઝલક જોવા મળે છે. હવે ફરીથી અભિનેત્રીએ પોતાના લેટેસ્ટ લુકથી પ્રશંસકો માટે દિલના ધબકારા વધારી દીધા છે. આ વીડિયોમાં અમીષા પટેલ હદથી વધારે બોલ્ડ અંદાજમાં દેખાઈ રહી છે અને 46ની ઉંમરમાં તેની પરફેક્ટ બોડી બતાવી રહી છે.

અભિનેત્રીએ આપી આ માહિતી

સામે આવેલા વીડિયોમાં તમે જોઇ શકો છો કે અમીષા પટેલ તેના પ્રશંસકોને જણાવી રહી છે કે તે ડિસેમ્બરમાં ઉદયપુરમાં એક ઈવેન્ટમાં ભાગ લેવા માટે જવાની છે. આ સાથે અભિનેત્રીએ એવુ પણ જણાવ્યું કે ઉદયપુર તેમની ફેવરિટ જગ્યાઓમાં સામેલ છે. અભિનેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ સાથે પ્રશંસકો તેમને મળવાની ઈચ્છા પણ જાહેર કરી રહ્યાં છે. 

ગદર 2માં દેખાશે અમીષા પટેલ 

ઉલ્લેખનીય છે કે અમીષા થોડા સમયથી ગદર 2ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેઓ ફરીથી સની દેઓલની સાથે લીડ રોલની ભૂમિકા નિભાવશે. પ્રશંસકો આ ફિલ્મને લઇને ખૂબ ઉત્સાહિત છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ