બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Be alert if bribery offers: Nine states of the country including Gujarat, Bihar have become 'hotspots' of cybercrime.

ચેતજો / લોભામણી ઓફર કરે તો એલર્ટ થઇ જજો: ગુજરાત, બિહાર સહિત દેશનાં નવ રાજ્યો બન્યા સાયબર ક્રાઇમના 'હોટસ્પોટ'

Priyakant

Last Updated: 04:25 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાયબર ક્રાઈમ પોલીસ અને નિષ્ણાતોની વારંવારની ગંભીર ચેતવણી છતાં પણ લોકો અન્યની ભૂલમાંથી પાઠ શીખતા નથી અને આવા ઠગની બિછાવેલી જાળમાં ફસાઈને હજારો, લાખો અને ક્યારેક તો કરોડો રૂપિયા પણ ગુમાવી બેસે છે

  • દેશના નવ રાજ્યો સાયબર ક્રાઈમ આચરતી ટોળકીના નવા ગઢ 
  • સાયબર ક્રાઈમ માટે નવ રાજ્યમાં ત્રણ ડઝનથી વધુ ‘હોટસ્પોટ’
  • સૂત્રો મુજબ આ ઠગ ચીન, પાકિસ્તાન અને તુર્કી જેવા દેશોમાંથી આવ્યા

કહેવાય છે કે દરેક નવી સુવિધા કે ટેક્નોલોજી તેની સાથે કેટલાંક એવાં અનિષ્ટો પણ લઈને આવે છે, જે તેને એક ક્ષણમાં જ આશીર્વાદમાંથી શ્રાપમાં બદલી નાખે છે. જેટ સ્પીડવાળા ઈન્ટરનેટના આ આધુનિક યુગમાં આજે લોકો સોશિયલ મીડિયા પર સતત પોતાની અંગત જિંદગીના અપડેટ્સ પોસ્ટ કરીને લાઈક અને કોમેન્ટ્સની રાહ જોઈને બેઠા હોય છે ત્યારે કેટલાક શાતિર લોકો માનવ મનની દરેક નબળાઈનો પૂરેપૂરો ગેરલાભ ઉઠાવીને જાળ બિછાવી તૈયાર જ બેઠા હોય છે. 

સાયબર ક્રાઈમના આ ખતરનાક ઠગ એક પળમાં જ તમારા બેન્ક એકાઉન્ટમાંથી તમારી જિંદગી આખીની મહેનતની કમાણી ઉડાવી જાય છે અને મોટા ભાગના કેસમાં પોલીસ પણ તેમના સુધી પહોંચવામાં અસમર્થ નીવડે છે. સાયબર ક્રાઈમ પોલીસ અને નિષ્ણાતોની વારંવારની ગંભીર ચેતવણી છતાં પણ લોકો અન્યની ભૂલમાંથી પાઠ શીખતા નથી અને આવા ઠગની બિછાવેલી જાળમાં ફસાઈને હજારો, લાખો અને ક્યારેક તો કરોડો રૂપિયા પણ ગુમાવી બેસે છે.

તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે, પરંતુ હકીકત એ છે કે આપણા દેશમાં દિલ્હીથી લઈને આંધ્રપ્રદેશ અને ગુજરાતથી લઈને આસામ સુધી કુલ નવ રાજ્યમાં ત્રણ ડઝનથી પણ વધુ ગામ અને શહેર એવાં છે, જે ખતરનાક સાયબર ઠગનો ગઢ બની ચૂક્યાં છે. એક જમાનામાં ઝારખંડના જામતારાને જ સાયબર ક્રાઈમનો કિલ્લો ગણવામાં આવતું હતું, પરંતુ હવે કેન્દ્ર સરકાર ખુદ કબૂલી રહી છે કે દેશભરમાં એક કે બે નહીં, પરંતુ જામતારા જેવા ત્રણ ડઝનથી પણ વધારે ‘હોટસ્પોટ’ સક્રિય છે. 

આ રાજ્યો સાયબર ક્રાઈમ આચરતી ટોળકીના નવા ગઢ 
સરકારના જણાવ્યા અનુસાર દેશનાં નવ રાજ્ય, હરિયાણા, દિલ્હી, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને આંધ્રપ્રદેશમાં પણ હવે સાયબર ક્રાઈમ આચરતી ટોળકીના નવા ગઢ બની ગયા છે.  રાજ્યવાર ‘હોટસ્પોટ’ની વાત કરીએ તો હરિયાણાના મેવાત, ભિવાની, નૂહ, પલવલ, મનોટા, હસનપુર અને હથન ગાંવ સાયબર ઠગનો ગઢ ગણાય છે. દિલ્હીના અશોકનગર, ઉત્તમનગર, શકરપુર, હરકેશનગર, ઓખલા અને આઝાદપુર ઠગ ટોળકીનાં નવાં ઠેકાણાં બન્યાં છે. 

આ સાથે બિહારના બાંકા, બેગુસરાઈ, જમુઈ, નવાદા, નાલંદા અને ગયામાં સાયબર ક્રિમિનલોએ અડ્ડો જમાવ્યો છે. આસામના બારપેટા, ધુબરી, ગોલપાડા, મોરિગાંવ, નાગાંવ નવાં એપી સેન્ટર બન્યાં છે. ઝારખંડનાં જામતારા ઉપરાંત દેવઘર,  પશ્ચિમ બંગાળનાં આસનસોલ અને દુર્ગાપુર, ગુજરાતનાં અમદાવાદ અને સુરત શહેર, ઉત્તરપ્રદેશનું આઝમગઢ અને આંધ્રપ્રદેશનું ચિત્તુર હવે સાયબર અપરાધો માટેના નવા ગઢ બનીને ઊભર્યા છે.

સાયબર ક્રાઈમને અંજામ આપનારા મોટા ભાગના લોકો આ દેશના ? 
એક ચોંકાવનારી વાત એ છે કે આ તમામ રાજ્યમાં બેસીને સાયબર ક્રાઈમને અંજામ આપનારા મોટા ભાગના લોકો ભારત બહારના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઠગ ચીન, પાકિસ્તાન અને તુર્કી જેવા દેશોમાંથી આવ્યા છે તુર્કી જેવા દેશોમાંથી આવ્યા છે અને તેમણે ભારતને પોતાનું ઠેકાણું બનાવ્યું છે. પોલીસ અને સાયબર ક્રાઈમને ઉકેલતા એક્સપર્ટ જેમ જેમ આ ક્ષેત્રમાં હોશિયાર બનતા જાય છે તેમ તેમ ગુના આચરતી ઠગ ટોળકી પણ ‘અપડેટ’ અને ‘અપગ્રેડ’ થતી જાય છે. હવે તેમની ટોળકીમાં કાયદેસર તાલીમ લીધેલા હેકર્સ અને ટેક્નોલોજીના એવા નિષ્ણાતો પણ સામેલ છે, જે દુનિયાના કોઈ પણ ખૂણે બેસીને તમારું બેન્ક એકાઉન્ટ સાફ કરી શકવામાં સક્ષમ છે. આ લોકો સતત મીડિયા અને સોશિયલ મીડિયાનો અભ્યાસ કરતા રહે છે અને માણસોનું નિરીક્ષણ કરીને ખતરનાક પ્લાન બનાવતા રહે છે. બદલાતા હ્યુમન બિહેવિયર સાથે અપરાધીઓ તેમની ટેકનિક પણ બદલી નાખે છે, જેથી તેમને ટ્રેક કે ટ્રેસ કરવા આસાન નથી. 

આ રીતે આચરે છે સાયબર ક્રાઇમ ? 
નકલી આઈડી પ્રૂફ કે અન્ય વ્યક્તિના ખરીદેલા ઓળખના પુરાવાના આધારે આ ટોળકી જથ્થાબંધ ભાવમાં સિમકાર્ડ ખરીદે છે. મોટા ભાગે તમારી સાથે ઓનલાઈન ફ્રોડ થાય ત્યારે બે કે તેથી વધુ લોકો સામેલ હોય છે. એક વ્યક્તિ ફોન કોલ પર તમારી તમામ વિગતો મેળવી લે છે, જ્યારે બીજો એ જ વખતે એમના પોતાના સોફ્ટવેર કે પછી અન્ય લિંકના માધ્યમથી એ વિગતો અપલોડ કરીને તમને લાખોનો ચૂનો લગાવી દે છે. 

સાયબર ક્રાઈમને અંજામ આપનારા મોટા ભાગના શાતિર લોકો ખાસ કરીને માનવ મનની નબળાઈઓ અને ડરનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરીને જ પોતાનો ‘શિકાર’ પસંદ કરતા હોય છે. લોભ અને લાલચ તમને આવી ઠગ ટોળકીની જાળમાં ફસાવવાના ચારા સમાન હોય છે. એક વાત હંમેશાં યાદ રાખજો કે આ દુનિયામાં વગર મહેનતે કે મફતમાં કશું પણ મળતું જ નથી અને જો કોઈ તમને આવી લોભામણી ઓફર કરે તો તુરંત એલર્ટ થઈ જજો, કેમ કે તમે એક ખતરનાક ઠગ ટોળકીનો નવો ‘શિકાર’ બનવા જઈ રહ્યા છો. સાવધાની અને સતર્કતા સિવાય આ ઠગોથી બચવાનો અન્ય કોઈ રસ્તો નથી.

છેતરપિંડીથી બચવા શું કરવું?

  • કોઈ જોડે OTP શેર કરવો નહીં
  • બેંક ક્યારેય પણ OTP માંગતી નથી
  • નિયમિત રીતે પાસવર્ડ બદલવો
  • ક્યારેય પણ સરળ પાસવર્ડ રાખવા નહીં
  • અજાણ્યા નંબર પરથી આવતી લિંક પર ક્લિક કરવું નહીં
  • છેતરપિંડી થવા પર 1930 હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરવો
  • છેતરપિંડી થવા પર સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ