બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Balasore accident takes away two young sons and son-in-law... 70-year-old now has no one to earn at home

કરૂણતા / બે દીકરા અને જમાઈ માટે ટ્રેનની મુસાફરી બની ગઈ અંતિમ સફર... 70 વર્ષના વૃદ્ધાના ઘરમાં કોઈ કમાનાર નહીં, વ્યથા જાણીને રડી પડશો

Pravin Joshi

Last Updated: 05:19 PM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં દુમકાના એક પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. 70 વર્ષીય સોનવા મરાંડીના બે પુત્રો અને એક જમાઈ પણ 2 જૂને એ જ કોરોમંડલ એક્સપ્રેસમાં સવાર હતા, જે અકસ્માતનો ભોગ બન્યા હતા. ત્રણેય બહાર કામે ગયા હતા.

  • બાલાસોર ટ્રેન દુર્ઘટનાથી આખો દેશ વ્યથિત 
  • ઝારખંડના દુમકાના પરિવાર પર આભ ફાટ્યું
  • એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી અરેરાટી

જ્યાં બાલાસોર ટ્રેન દુર્ઘટનાથી આખો દેશ વ્યથિત છે. તો ત્યાં, ખબર નહીં એવા કેટલા લોકો છે જેમણે આ અકસ્માતમાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. આવો જ એક પરિવાર ઝારખંડના દુમકાનો છે. અહીં રહેતા સોનવા મરાંડી નામના વૃદ્ધનું જાણે આ ટ્રેન અકસ્માતમાં બધું જ છીનવાઈ ગયું હતું. તેમના જમાઈ અને તેમના બે યુવાન પુત્રોનું એક દર્દનાક ટ્રેન અકસ્માતમાં મૃત્યુ થયા છે. સોનવાના બંને પુત્રો ઘરના કમાતા હતા. મજૂરી કરીને જે પણ પૈસા કમાતા હતા તે ઘરે મોકલી આપતા હતા. તે જ પૈસાથી ઘર ચલાવતા હતા. પરંતુ હવે જ્યારે બંને આ દુનિયામાં નથી તો હવે પરિવાર કેવી રીતે ટકી શકશે? સોનવા પોતે 70 વર્ષના છે. આવી સ્થિતિમાં તેઓ શું કામ કરી શકે કે ઘર માટે બે પૈસા આવે. ખુદ સોનવા પાસે પણ આનો જવાબ નથી.

Tag | VTV Gujarati

એક જ પરિવારના 3 સભ્યોના મોત

હાલ સોનવા પુત્રોના મૃતદેહની ઓળખ કરવા ભુવનેશ્વર ગયા છે. જ્યારે તેમના જમાઈનો મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યો છે. વાસ્તવમાં દુમકા જિલ્લાના ઘણા બેરોજગાર યુવકો અન્ય રાજ્યોમાં મજૂરી કરવા જાય છે. જેથી કરીને તેઓ ચાર પૈસા કમાઈ શકે અને પરિવારના સભ્યોનું ધ્યાન રાખી શકે. એ જ રીતે જારમુન્ડી બ્લોકના રાજા સિમરિયા પંચાયતના મથકરા ગામના સોનવા મરાંડીના બંને પુત્રો અને જમાઈએ પણ 2 જૂને ઘર છોડી દીધું હતું. જેથી કરીને આખા દિવસની કમાણી કર્યા બાદ તેઓ તેને ઘરે લાવશે અને તે પૈસાથી પરિવારના સભ્યો બે ટાઈમનો રોટલો ખાઈ શકશે. પરંતુ ત્રણેય ઘરેથી કામે નિકળ્યા તો ખરા પરંતુ પરત ન આવ્યા.

288 people have died in three train accidents in Odishas Balasore

પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ

સોનવા મરાંડીના પુત્રો દેવેશ્વર મરાંડી અને મેરુલાલ મરાંડી અને તેમના જમાઈ નાઈકી ટુડુનું બાલાસોર ટ્રેન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. પરિવારજનોને આ વાતની જાણ થતાં જ ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. સોનવાના બે પુત્રોને પણ બે પુત્રો છે. ઘરના બધાની હાલત ખરાબ છે. પરિવારને વિશ્વાસ નથી થઈ રહ્યો કે હવે ઘરના ત્રણ સભ્યો આ દુનિયામાં નથી.

ઝારખંડ સરકારે હજુ સુધી વળતરની જાહેરાત કરી નથી

એક તો પરિવાર પોતાના સ્નેહીજનોને ગુમાવવાનો વ્યથા અનુભવી રહ્યો છે અને બીજું ભવિષ્યની ચિંતા સતાવી રહી છે કે હવે પરિવારનું શું થશે? તેમ છતા હજુ સુધી ઝારખંડ સરકારે આ પરિવારની કાળજી લીધી નથી. તેમજ કોઈ વળતરની જાહેરાત કરવામાં આવી નથી.

મૃતદેહોની વચ્ચેથી જીવતો નીકળ્યો યુવક, પિતા વારંવાર કહેતા હતા કે મારો દીકરો  જીવે છે... ઓડિશામાં થયો ચમત્કાર | Odisha Train Accident The body was kept  among the dead ...

ઓડિશા ટ્રેન અકસ્માત ક્યારે અને કેવી રીતે થયો?

તમને જણાવી દઈએ કે 2 જૂને ટ્રેન નંબર 12481 કોરોમંડલ એક્સપ્રેસ બહંગા બજાર સ્ટેશનની મુખ્ય લાઇન પરથી પસાર થઈ રહી હતી તે જ સમયે તે પાટા પરથી ઉતરી ગઈ હતી અને અપ લૂપ લાઇન પર ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી. ટ્રેન પૂરપાટ ઝડપે ચાલી રહી હતી જેના કારણે 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને 3 ડબ્બા લાઇનની નીચે ઉતરી ગયા હતા. બહાનાગા બજાર સ્ટેશન પર આ ટ્રેનોનું કોઈ સ્ટોપેજ નથી. આવી સ્થિતિમાં બંને ટ્રેનોની સ્પીડ વધારે હતી. જ્યારે બહાનાગા બજાર સ્ટેશન પરથી પસાર થઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસ અચાનક પાટા પરથી ઉતરી ગઈ ત્યારે ટ્રેનના કેટલાક ડબ્બા માલસામાન ટ્રેન સાથે અથડાઈ ગયા. દરમિયાન અકસ્માત સમયે ડાઉન લાઇન પરથી પસાર થતી યશવંતપુર-હાવડા એક્સપ્રેસના પાછળના બે ડબ્બા પણ પાટા પરથી ઉતરી ગયેલી કોરોમંડલ એક્સપ્રેસની અડફેટે આવી ગયા હતા અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ