બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Bad news for cricket fans: Match winner star player will not play in IPL 2024, team also confirmed

IPL 2024 / ક્રિકેટ ફેન્સ માટે ખરાબ સમાચાર: IPL 2024માં નહીં રમે આ મેચ વિનર સ્ટાર ખેલાડી, ટીમે પણ કરી દીધું કન્ફર્મ

Megha

Last Updated: 09:55 AM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL રિટેન્શન ડેડલાઈન પહેલા જો રૂટે પોતાના નિર્ણયથી ચાહકોને ચોંકાવી દીધા છે. રૂટે આઈપીએલ 2024માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે, જે ચાહકોની સાથે રાજસ્થાન રોયલ્સ ટીમ માટે મોટો ઝટકો છે

  • જો રૂટે આઈપીએલ 2024માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું
  • IPL રિટેન્શન ડેડલાઈન પહેલા જો રૂટે ચાહકોને ચોંકાવી દીધા
  • IPL 2023માં રાજસ્થાન રોયલ્સ માટે માત્ર ત્રણ મેચ રમવાની તક મળી હતી 

ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ વર્કલોડ મેનેજમેન્ટને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગની 2024 સીઝન રમી શકશે નહીં. તેની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે ગુરુવારે આ વાતની પુષ્ટિ કરી હતી. એવામાં હવે સમાચાર આવ્યા છે કે જો રૂટે પણ આઈપીએલ 2024માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. રાજસ્થાન રોયલ્સ ટીમ માટે આ મોટો ઝટકો છે અને રૂટે પોતાના નિર્ણયથી ક્રિકેટ ચાહકોમાં હલચલ મચાવી દીધી છે. 

IPL રિટેન્શન ડેડલાઈન પહેલા રૂટે પોતાના નિર્ણયથી ચાહકોને ચોંકાવી દીધા છે.  રાજસ્થાન રોયલ્સ ટીમના ડિરેક્ટર કુમાર સંગાકારાએ રૂટના આ નિર્ણય વિશે વાત કરી અને કહ્યું કે જ્યારે અમે તેની સાથે રિટેન્શન ડેડલાઈન પહેલા વાત કરી તો તેણે અમને તેના નિર્ણય વિશે જણાવ્યું અને અમે તેમના નિર્ણયનું સંપૂર્ણ સન્માન કરીએ છીએ.' 

જણાવી દઈએ કે રાજસ્થાન રોયલ્સ તેને 2023ની સીઝન પહેલા મીની હરાજીમાં તેના છેલ્લા વિદેશી ખેલાડી તરીકે તેની મૂળ કિંમત રૂ. 1 કરોડની ખરીદી કરી હતી. તેની T20 કારકિર્દીને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરતા, જો રૂટને IPL 2023માં રાજસ્થાન રોયલ્સ માટે માત્ર ત્રણ મેચ રમવાની તક મળી અને તેણે તેમાંથી માત્ર એક મેચમાં બેટિંગ કરી. તે મેચમાં તેણે 10 રન બનાવ્યા હતા. આ રીતે તેની પ્રથમ સિઝન સારી રહી ન હતી.  

બીજી તરફ, IPL ઓક્શન પહેલા રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે એક ટ્રેડ થયો છે જેમાં રાજસ્થાન રોયલ્સ તરફથી દેવદત્ત પડિકલ અને બોલર અવેશ ખાનની લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી બદલી કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે પડિક્કલ હવે આઈપીએલમાં લખનૌ તરફથી રમતા જોવા મળશે, તો બીજી તરફ અવેશ ખાન આ વખતે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ ટીમ તરફથી રમતા જોવા મળશે. આ વખતે આઈપીએલની હરાજી 19મી ડિસેમ્બરે થવાની છે. 

જણાવી દઈએ કે આઈપીએલ રિટેન્શન ડેડલાઈનની અંતિમ તારીખ 26 નવેમ્બર સુધી રાખવામાં આવી છે. રિટેન્શન લિસ્ટ 26 નવેમ્બર સુધીમાં BCCIને મોકલવામાં આવશે. જણાવી દઈએ કે IPL રિટેન્શનનો સૌથી મોટો ટ્રેડ હાર્દિક પંડ્યાનો થવાનો છે. રિપોર્ટ અનુસાર હાર્દિક ગુજરાતથી મુંબઈ જઈ રહ્યો છે. જોકે ફ્રેન્ચાઇઝીએ આ અંગે સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ આશા છે કે તેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે 16 કરોડ રૂપિયાની ડીલ બાદ હાર્દિક ગુજરાતથી મુંબઈ જઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ