બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Award / Arjuna Award to Gujarat Para Table Tennis Player Bhavina Patel / Ankita Raina

પુરસ્કાર / ગુજરાતની પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ/અંકિતા રૈનાને પ્રદાન થશે અર્જૂન એવોર્ડ

Mehul

Last Updated: 05:05 PM, 12 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલ સાથે ટેનીસ પ્લેયર અંકિતા રૈનાને પણ અર્જૂન એવોર્ડથી નવાજવામાં આવશે

  • ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતાનું બહુમાન 
  • ભાવિના પટેલને શનિવારે એનાયત કરાશે અર્જૂન એવોર્ડ
  • આંતર રાષ્ટ્રીય ટેનીસ પ્લેયર અંકિતા રૈનાને પણ અર્જૂન એવોર્ડ  

ગુજરાતની પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલને શનિવારે અર્જૂન એવોર્ડથી નવાજવામાં આવશે.ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલ સાથે ટેનીસ પ્લેયર અંકિતા રૈનાને પણ અર્જૂન એવોર્ડથી નવાજવામાં આવશે. ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું હતું. ભાવિનાએ ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. ભાવિના પટેલને, રાજ્ય સરકાર વર્ગ -1 નાં સરકારી અધિકારી તરીકે નોકરી પણ પ્રદાન કરી શકે છે. ગુજરાત અને ભારતને વિશ્વ સ્તરે પોતાના આગવા રમત  કૌશલ્યથી વિશ્વ ફલક પર નામ રોશન કરનારી ગુજરાતની દીકરી ભાવિના પટેલનું રાજ્ય સરકારે પણ બહુમાન કર્યું હતું. 

ગુજરાતના મહેસાણા જિલ્લાની વતની ભાવિના પટેલનું જીવન દૃઢ સંકલ્પનો પર્યાય છે. ભાવિનાને માત્ર 12 મહિનાની ઉંમરે પોલિયો થયો હતો અને તેના કારણ તેમનું જીવન અંધકારભર્યું ભાસતું  હતું. સતત હિમત અને ધૈર્ય પ્રદાન કરતા રહેતા માતા-પિતા  ભાવિનામાં હર પળે ઉત્સાહનો સંચાર કરતા રહેતા અને તાલીમ પણ આપતા. આ જ કારણ છે કે,  ભાવિના પટેલ પેરાલિમ્પિકમાં ઈતિહાસ રચી શકી હતી. 

અંકિતા રૈનાને એનાયત થશે અર્જૂન એવોર્ડ 

ભાવિના પટેલ સાથે જ ટેનીસ પ્લેયર અંકિતા રૈનાને પણ  શનિવારે અર્જૂન એવોર્ડથી નવાજવામાં આવશે. ગુજરાતની અંકિતા રૈનાનો જન્મ અમદાવાદમાં થયો છે. તેમનાં પિતા રવિન્દરકૃષ્ણમૂળ કાશ્મીરના છે. અંકિતા રૈનાએ તેમના ઘરની નજીકની એકૅડમીમાં ચાર વર્ષની ઉંમરે રમવાનું શરૂ કર્યું હતું. અંકિતા રવિન્દરકૃષ્ણ રૈના  ભારતમાં મહિલા સિંગલ્સ અને ડબલ્સ બંનેમાં વર્તમાન સમયમાં પ્રથમ ક્રમાંક ધરાવે છે.

અંકિતાએ ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન સર્કિટમાં 11 સિંગલ્સ અને 17 ડબલ્સ ટાઇટલની સાથે ડબલ્સમાં એક ડબ્લ્યુટીએ 125 કે (WTA 125K) શ્રેણી જીતી છે. ડબ્લ્યુટીએ 125 કે મહિલા ટેનિસ એસોસિએશન દ્વારા 2012 થી 2020 સુધી આયોજિત કરવામાં આવતી વ્યવસાયિક મહિલા ટેનિસ પ્રતિયોગિતાની આંતરરાષ્ટ્રીય શ્રેણી છે.

એપ્રિલ 2018 માંતેમણે પ્રથમ વખત ટોચની 200 સિંગલ્સ વર્લ્ડ રેન્કિંગમાં પ્રવેશ મેળવ્યો હતો, આ સિદ્ધિ હાંસલ કરનારાં તેઓ પાંચમાં ભારતીય ખેલાડી હતાં. અંકિતાએ સાઉથ એશિયન ગેમ્સ- 2016માં મહિલા સિંગલ્સ અને મિક્સ ડબલ્સ ઇવેન્ટ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યા હતા અને 2018 એશિયન ગેમ્સમાં મહિલા સિંગલ્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ