બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Aspirants have been demanding disposal of outstanding issues helth workers in the state for a long time now.

ગાંધીનગર / માગણી નહીં સંતોષાતા `આશા' બહેનો `નિરાશ': પોલીસ અને આશા વર્કરો વચ્ચે થયું ઘર્ષણ, પડતર માંગ પર લડી લેવાના મૂડમાં

Kishor

Last Updated: 12:17 AM, 13 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં છેલ્લાં ઘણાં સમયથી આશાવર્કરો દ્વારા પડતર પ્રશ્નોના નિકાલની માગણીઓ કરાઈ રહી છે. પરંતુ આજદિન સુધી આશા વર્કરોની માંગણીઓ બાબતે કોઈ નિરાકરણ આવ્યું નથી. આથી આશાવર્કરોએ મોટી સંખ્યામાં એકઠા થઈ વિધાનસભા તરફ કૂચ કરી હતી.

  • ગાંધીનગરમાં આશાવર્કરોનો વિરોધ, વિધાનસભા તરફ કૂચ 
  • બેનર, સૂત્રોચ્ચાર સાથે પડતર માંગને લઈને વિરોધ
  • વિરોધ કરી રહેલા આશાવર્કરની અટકાયત


આશાવર્કરોએ પોતાની પડતર માંગને લઇને મોટી સંખ્યામાં એકઠા થઈ વિધાનસભા તરફ કૂચ કરવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મહિલા શક્તિ સેનાના ચંદ્રિકા બેન સોલંકીની આગેવાનીમાં આશા વર્કરોએ ધરણાં પ્રદર્શન કર્યા. ત્યાર બાદ એસટી ડેપોની પાછળ મોટીસંખ્યામાં એકઠી થઈ સૂત્રોચ્ચારો સાથે વિધાનસભા તરફ કૂચ કરવા લાગી હતી જેનાં પગલે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

500 થી વધુ આશા વર્કરોની અટકાયત 
આશા વર્કરો સચિવાલયના ગેટ નંબર - 6 સુધી પહોંચે એ પહેલાં જ બીએસએનએલ કચેરી નજીક પોલીસે તેઓને અટકાવી દીધી હતી. જો કે તેમ છતાં આશા વર્કર બહેનોએ સૂત્રોચારો કરીને આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. આથી મહિલા પોલીસ દ્વારા ચંદ્રિકા સોલંકી સહિત 500 થી વધુ આશા વર્કરોની અટકાયત કરી લેવામાં આવી હતી. આ દરમ્યાન પોલીસ અને આશા વર્કરો વચ્ચે ઘર્ષણના દૃશ્યો સર્જાયા હતા. જેનાં પગલે પોલીસને આશા વર્કરોને ટીંગાટોળી પણ કરવાની નોબત આવી હતી.

વર્ગ ચારનું મહેકમ ઊભું કરવા સહીતની અનેક માંગ કરાઇ
રાજ્યના આશા વર્કર અને ફેસીલીએટર બહેનોએ કોરોના મહામારીમાં ખૂબ જ જોખમ વચ્ચે કામગીરી કરી હતી અને સરકારે પણ તેમને કોરોના વોરીયર્સ તરીકે સન્માનિત કર્યા હતા પરંતુ આશા વર્કરને મશ્કરી સમાન વેતન અપવામાં આવે છે.આથી વર્ગ ચારનું મહેકમ ઊભું કરીને બહેનોને કાયમી કર્મચારી બનાવવામાં આવે, સાતમાં પગાર પંચ મુજબ લઘુતમ વેતન ચૂકવાય તેમજ ઈન્સેન્ટીવ, માનદ વેતન, ફિક્સ કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ બંધ કરવામાં આવે અને આશાવર્કર બહેનોને પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવે, વધુમાં 180દિવસની પગાર સહિત મેટરનીટી લીવ આપવામાં આવે અને કામ ના કલાકો નક્કી કરવામાં આવે આવી અનેક પ્રકારની આશાવર્કર બહેનો દ્વારા માંગ કરાઇ છે. 40 વર્ષ વટાવી ચૂકેલા આશાવર્કર તેમજ આશા ફેસીલીટેટર બહેનોને પેન્શન યોજનામાં સમાવવામાં તેમજ તમામ આશા વર્કર તેમજ ફેસીલીટેટર બહેનોને ઓળખકાર્ડ આપવામાં આવે.
 
નવા સચિવાલય સ્વર્ણિમ પાર્ક પાસે કરાઈ અટકાયત
સરકાર સામે મોરચો માંડીને પડતર માંગણીઓનો નિકાલ કરવાની માંગણી કરવામાં આવી રહી છે. પરંતુ આજદિન સુધી આશા વર્કરોની માંગણીઓ બાબતે કોઈ નિરાકરણ નહીં લાવવામાં આવતાં આજે આશાવર્કરોએ મોટી સંખ્યામાં એકઠા થઈ વિધાનસભા તરફ કૂચ કરવામાં આવતાં સત્યાગ્રહ છાવણી ગોઠવાયેલી પોલીસ દોડતી થઇ હતી. ત્યારે પોલીસે બપોર સુધીમાં 500થી વધુ આશાવર્કરોની અટકાયત કરી લેવાતાં ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ