બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 09:53 AM, 27 September 2023
ADVERTISEMENT
ચીનના હોંગઝોઉમાં ચાલી રહેલા એશિયન ગેમ્સ 2023ના ચોથા દિવસે ઘણા ગેમ્સ રમાઈ. ભારતે એશિયન ગેમ્સના શરૂઆતી ત્રણ દિવસોમાં 3 ગોલ્ડ સહિત કુલ 14 મેડલ જીત્યા હતા. પરંતુ હવે મહિલાઓએ બાજી મારી છે અને ભારતને વધુ એક ગોલ્ડ જીતાડ્યો છે. ભારત એશિયન ગેમ્સના પોઈન્ટ ટેબલ પર હાલ ત્રીજા ક્રમે છે. ભારતીય ખેલાડીઓનો પ્રયત્ન છે કે તે વધારેમાં વધારે મેડલ જીતીને દેશનું ગૌરવ વધારે.
India wins the Gold Medal in 25m Pistol Team event...!!
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 27, 2023
4th Gold Medal for India in this Asian Games! 🇮🇳 pic.twitter.com/guq9yAN3C9
ADVERTISEMENT
ભારતે જીત્યો ગોલ્ડ
ભારતે મહિલાઓની 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે એશિયન ગેમ્સમાં પોતાનો ચોથો ગોલ્ડ જીત્યો છે. ભારતને મનુ ભાકર, રિદમ સાંગવાન અને ઈશા સિંહની ટીમે ગોલ્ડ જીતાડ્યો છે.
બીજા અને ત્રીજા નંબર પર ચીન અને કોરિયા
મનુ ભાકર, રિદમ સાંગવાન અને ઈશા સિંહની ટીમે 25 મીટર ટીમ ઈવેન્ટમાં 1729નો સ્કોર બનાવીને ગોલ્ડ પોતાના નામે કરી દીધો છે. ચીન 1727ના સ્કોરની સાથે બીજા સ્થાન પર છે. કોરિયાએ 1712ના સ્કોરની સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.