બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Cricket / Asia Cup 2023: India vs Pakistan match can be affected due to Kandy Sri Lanka red alert weather

એશિયા કપ 2023 / ભારત પાકિસ્તાનની હાઈવૉલ્ટેજ મેચ પહેલા 'રેડ એલર્ટ', મહામુકાબલા પહેલા મંડરાઈ રહ્યું છે વિધ્ન, ચાહકોના શ્વાસ અધ્ધર

Vaidehi

Last Updated: 10:46 AM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત vs પાકિસ્તાન એશિયા કપ 2023ની પ્રથમ મેચ કેંડીમાં થવા જઈ રહી છે. જો કે આ મેચ પહેલા જ કેંડીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  • ભારત-પાકિસ્તાનની મેચ પહેલા મુશ્કેલીમાં વધારો
  • એશિયા કપ 2023ની આ મેચ શ્રીલંકાના કેંડીમાં આયોજિત
  • કેંડીમાં આ તારીખો દરમિયાન વરસાદને લઈને રેડ એલર્ટ જારી

2 સપ્ટેમ્બરનાં રોજ ભારત અને પાકિસ્તાનની વચ્ચે એશિયા કપ 2023ની મેચ થવા જઈ રહી છે. 7 વખત ચેમ્પિયન બનેલી ટીમ ઈન્ડિયા અને 2 વખત ચેમ્પિયન બનેલી ટીમ પાકિસ્તાનની વચ્ચેની આ મેચ શ્રીલંકાનાં કેંડીમાં યોજાવા જઈ રહી છે. ફેન્સ આ મેચ માટે ઘણાં ઉત્સુક છે પરંતુ મેચ પહેલા જ મોટી મુશ્કેલી આવી ગઈ છે. અને એ મુશ્કેલી છે કેંડીનું વાતાવરણ! આવનારાં 2 દિવસોમાં ત્યાંનાં વાતાવરણમાં ફેરફારો થવાની સંભાવના છે.

ભારત vs પાકિસ્તાનની ટક્કર ઘણી મહત્વની
મુલ્તાનમાં પાકિસ્તાન અને નેપાળની વચ્ચેની પહેલી મેચ સાથે એશિયા કપ 2023ની શરૂઆત થઈ. ટૂર્નામેન્ટની ઘણી મોટી મેચો શ્રીલંકામાં જ થવાની છે જેમાં ભારત vs પાકિસ્તાનની ટક્કર ઘણી મહત્વની છે. શ્રીલંકાની વચ્ચે આવેલ શહેર કેંડીમાં શનિવાર 2 સપ્ટેમ્બરનાં રોજ આ મેચ યોજાશે. આ મેચ પહેલા ગુરુવાર 31 ઑગસ્ટથી કેંડીમાં સાંજે 4 વાગ્યાથી વરસાદ શરૂ થઈ ગયો છે. જેના કારણે શ્રીલંકા-બાંગ્લાદેશની મેચ પ્રભાવિત થઈ રહી છે. શક્ય છે કે શુક્રવાર સુધી વાતાવરણ વધુ ખરાબ થાય.

કેંડીમાં રેટ એલર્ટ
શ્રીલંકામાં હવામાન વિભાગે ભારત અને પાકિસ્તાનની ટીમો અને કરોડો ફેંસને નિરાશ કરનારી માહિતી આપી છે. જે અનુસાર મધ્ય શ્રીલંકાથી લઈને દક્ષિણી ભાગ સુધી આવનારા 24 કલાક માટે રેટ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રેડ એલર્ટ અનુસાર 24 કલાકમાં આ વિસ્તારોમાં આશરે 100 મિલીમીટર સુધી વરસાદ વરસી શકે છે અને તેમાં સમગ્ર કેંડી વિસ્તાર સમાવિષ્ટ છે. રેટ એલર્ટ શુક્રવારે 1 સપ્ટેમ્બરનાં બપોરે 1 વાગ્યા સુધી છે પરંતુ તે બાદ પણ વરસાદ આવે તેવી આશંકા છે.

2 સપ્ટેમ્બરનાં પણ પડશે વરસાદ
2 સપ્ટેમ્બર એટલે કે મેચનાં દિવસે હવામાન વિભાગની આગાહી અનુસાર સાંજે 5 વાગ્યાથી સતત વરસાદ વરસતો રહેશે જે ધીરે-ધીરે તેજ થશે. મેચ ભારતીય સમયાનુસાર બપોરે 3 વાગ્યાથી શરૂ થઈ શકે છે. તેવામાં જો મેચ દરમિયાન વરસાદ પડ્યો તો મેચ સ્થગિત થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ