બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / Asia Cup 2023 IND vs NEP Who will replace Bumrah in the match against Nepal

IND vs NEP / નેપાળ સામેની મેચમાં કોણ લેશે બુમરાહનું સ્થાન? આ 2 ખેલાડીઓમાંથી એકને મળશે તક

Megha

Last Updated: 11:47 AM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2023 IND vs NEP: આજે ટીમ ઈન્ડિયા નેપાળ સામે ટકરાશે. આ મેચમાં બુમરાહની જગ્યાએ ટીમ ઈન્ડિયામાં બે ખેલાડી મોટા દાવેદાર છે, પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં માત્ર એક જ ખેલાડીને તક મળશે.

  • આજે ટીમ ઈન્ડિયા એશિયા કપ 2023 ની 5મી મેચમાં નેપાળ સામે ટકરાશે
  • મેચ પહેલા  ચાહકોની નજર ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન પર
  • આ મેચમાં જસપ્રીત બુમરાહનું સ્થાન કોણ લેશે?

Asia Cup 2023 IND vs NEP: રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ 2023 ની 5મી મેચમાં આજે એટલે કે સોમવાર, 4 સપ્ટેમ્બરે નેપાળ સામે ટકરાશે.આ મેચમાં મોટી જીત નોંધાવીને ટીમ ઈન્ડિયાની નજર સુપર-4 માટે ક્વોલિફાઈ થવા પર હશે. પાકિસ્તાન સામેની મેચ રદ્દ થવાને કારણે ટીમ ઈન્ડિયા જીતનું ખાતું ખોલાવી શકી નથી પરંતુ તેમના ખાતામાં 1 પોઈન્ટ ચોક્કસપણે છે.

ચાહકોની નજર ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન પર
ભારત અને નેપાળ મેચમાં પણ વરસાદની સંભાવના વધારે છે. જો આ મેચમાં પણ વરસાદ પડે તો ભારત સુપર-4 માટે ક્વોલિફાય થઈ જશે. જોકે, રોહિત શર્મા અને બ્રિગેડ આ ઈચ્છશે નહીં. પાકિસ્તાન સામે ભારતની બેટિંગની કસોટી થઈ હતી, પરંતુ બોલિંગની કસોટી હજુ બાકી છે. આવી સ્થિતિમાં ભારત યોગ્ય તૈયારી વિના સુપર-4 સુધી પહોંચવા માંગશે નહીં. એવામાં હવે ચાહકોની નજર પણ નેપાળ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન પર રહેશે.

જસપ્રીત બુમરાહનું સ્થાન કોણ લેશે?
જસપ્રિત બુમરાહ જે પોતાના પ્રથમ બાળકના જન્મ માટે  ઘરે પરત ફર્યો છે, તે નેપાળ સામેની આજની મેચમાં ગેરહાજર રહેશે. આવી સ્થિતિમાં ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં ઓછામાં ઓછો એક ફેરફાર થવાનો છે. બુમરાહની ગેરહાજરીમાં મોહમ્મદ શમી અથવા પ્રસિદ્ધ કૃષ્ણાને તક મળી શકે છે. આ રેસમાં હાલમાં અનુભવી શમી કૃષ્ણા કરતાં આગળ દેખાઈ રહ્યો છે. શમીએ ભારત માટે છેલ્લી વનડે માર્ચ 2023માં રમી હતી. તેણે ભારત માટે અત્યાર સુધીમાં 162 વિકેટ ઝડપી છે. શમી આગામી વર્લ્ડ કપ 2023માં પણ ભારતીય ટીમનો ભાગ હશે, તેથી આ તક તેના માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

આ સિવાય જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત ન થાય તો ટીમ ઈન્ડિયામાં અન્ય ફેરફારોની શક્યતા ઘણી ઓછી છે. પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં ભારત 5 નિષ્ણાત બેટ્સમેન અને ત્રણ નિષ્ણાત બોલરો સાથે મેદાનમાં ઉતર્યું હતું.ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા ઉપરાંત શાર્દુલ ઠાકુર પણ ટીમમાં હતો. ભારત નેપાળ સામે પણ આ જ રણનીતિ અપનાવી શકે છે.

આવી હોય શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન 
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ