બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / Anushka-Virat Quash FIR Against IIT Grad Who Sent Rape Threats to Their Daughter

દિલ મોટું જોઈએ / કહેવું પડે હોં ! અમથો નથી કેવાતો કિંગ કોહલી, અનુષ્કા સાથે મળીને લીધો એવો નિર્ણય કે ચારે કોર વાહવાહી

Hiralal

Last Updated: 06:38 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કાએ તેમની પુત્રી વામિકાના રેપની ધમકી આપનાર શખ્સને માફ કરી દીધો છે.

  • કોહલી-અનુષ્કાએ લીધો શખ્સને માફી આપવાનો નિર્ણય
  • પુત્રી વામિકાના રેપની ધમકી આપી હતી શખ્સ
  • આરોપીને માફ કરવાનો કોહલી કપલનો ફેંસલો
  • હાઈકોર્ટે આરોપી સામેની અરજી કાઢી નાખી 

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની પુત્રી પર બળાત્કાર કરવાની ધમકી આપવાના આરોપમાં બોમ્બે હાઈકોર્ટે સોમવારે એક વ્યક્તિ વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરને રદ કરી દીધી છે. આ કેસમાં ફરિયાદી કોહલીના મેનેજરે આરોપીઓ સામેના આરોપો પડતા મૂકવાની સંમતિ આપ્યા બાદ જસ્ટિસ એ એસ ગડકરી અને પી ડી નાઈકની ડિવિઝન બેન્ચે આ આદેશ આપ્યો હતો.

2021માં શખ્સે કોહલીની પુત્રીના રેપની આપી હતી ધમકી 
2021માં જ્યારે ભારતીય ટીમને ટી20 વર્લ્ડકપમાં પહેલીવાર પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે હૈદરાબાદના આ વ્યક્તિએ ટ્વીટ દ્વારા કોહલીની દીકરી પર બળાત્કાર કરવાની ધમકી આપી હતી. 

ધરપકડ બાદ મળ્યાં હતા જામીન  
આ પછી દિલ્હી મહિલા આયોગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર હૈદરાબાદ પોલીસે સોફ્ટવેર એન્જિનિયર રામનાગેશ અકુબથિનીની ધરપકડ કરી હતી. અકુબથિનીની નવેમ્બર 2021 માં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, તેને કલમ 67 બી હેઠળ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. આ પછી, 2022 માં, અકુબથિનીએ કેસ રદ કરવાની અરજી દાખલ કરી હતી, જેની સોમવારે સુનાવણી થઈ હતી, ત્યારબાદ કેસ રદ કરવામાં આવ્યો હતો.

હું જેઇઇ રેન્ક હોલ્ડર, ગુનાહિત ઇતિહાસ નથી, કેસ રદ કરવા આરોપીની દલીલ 
આ કેસમાં આરોપીએ આ કેસને ફગાવી દેવા માટે કોર્ટમાં અરજી કરી હતી, જેમાં તેણે પોતાની સામે કોઇ ગુનાહિત ઇતિહાસનો અભાવ હોવાનું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત જેઈઈ રેન્ક હોલ્ડર હોવાના કારણે પોતાનું ભાવી બગડે નહીં તેનું પણ ધ્યાન રાખવાનું કોર્ટને જણાવ્યું હતું. 

2021માં પાકિસ્તાન સામે ભારતીય ટીમ હારી ગઈ હતી 
વિરાટ કોહલીની કેપ્ટન્સી હેઠળ 2021નો ટી-20 વર્લ્ડ કપ રમવા માટે મેદાન પર ઉતરી ત્યારે પાકિસ્તાન સામે ભારતીય ટીમની એકતરફી હારની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. આ મેચમાં ભારતીય ટીમને પાકિસ્તાને 10 વિકેટથી હરાવી હતી અને આ કારણે ટીમ ઇન્ડિયાને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ પણ કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ