બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Another major railway accident in 16 months, know where and how train accidents have occurred so far

ઓડિશા ટ્રેન અકસ્માત / 16 જ મહિનામાં બીજી મોટી રેલવે દુર્ઘટના, જાણો અત્યાર સુધીમાં ક્યાં-ક્યાં કેવી રીતે ઘટ્યા ટ્રેન અકસ્માત

Priyakant

Last Updated: 10:38 AM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Odisha Train Accident News: ઓડિશા ટ્રેન અકસ્માતમાં અત્યાર સુધી લગભગ 233 લોકોના મોત, જાણો દેશમાં ક્યારે અને કેટલી વાર મોટી ટ્રેન અકસ્માતો થયા

  • ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે ત્રણ ટ્રેનો અથડાતા મોટી દુર્ઘટના 
  • આ પહેલા પણ દેશમાં અનેક વાર બની છે ટ્રેન અકસ્માતની દુર્ઘટનાઓ
  • જાણો અત્યાર સુધીમાં ક્યાં-ક્યાં કેવી રીતે ઘટ્યા ટ્રેન અકસ્માત

ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે ત્રણ ટ્રેનો અથડાતા મોટી દુર્ઘટના બની હતી. અહીં SMVB-હાવડા એક્સપ્રેસ (12864), કોરોમંડલ એક્સપ્રેસ અને માલસામાન ટ્રેન બહનાગા સ્ટેશન પાસે અથડાઈ હતી. વિગતો મુજબ સૌથી પહેલા હાવડા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી પછી માલ ટ્રેન કોરોમંડલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 233 લોકોના મોત થયા હતા. જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે. કોરોમંડલ એક્સપ્રેસ પશ્ચિમ બંગાળમાં કોલકાતાના હાવડા સ્ટેશન અને તમિલનાડુમાં ચેન્નાઈ વચ્ચે ચાલે છે.

ઓડિશાના બાલાસોર જિલ્લામાં થયેલ અકસ્માતમાં 15 બોગી પાટા પરથી ઉતરી ગઈ છે. 7 બોગી સંપૂર્ણપણે પલટી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, બોગીની અંદર ઘણા લોકો ફસાયેલા છે. જાણો દેશમાં ક્યારે અને કેટલી વાર મોટી ટ્રેન અકસ્માતો થયા છે. અગાઉ, 14 જાન્યુઆરી, 2022 ના રોજ, પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ડોમોહાની પાસે એક અકસ્માત થયો હતો. જેમાં 9 લોકોના મોત થયા હતા. રાજસ્થાનના બિકાનેરથી આસામના ગુવાહાટી જઈ રહેલી બીકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ત્યારબાદ 34 મહિના પછી ટ્રેન દુર્ઘટના બની. હવે 16 મહિના પછી એટલે કે જૂન 2023માં વધુ એક રેલ દુર્ઘટના સામે આવી છે.

ઓડિશા ટ્રેન અકસ્માત 
ઓડિશાના બાલાસોર જિલ્લાના બહનાગા સ્ટેશન પાસે શુક્રવારે સાંજે એક ટ્રેન અકસ્માત થયો હતો.અહીં કોરોમંડલ એક્સપ્રેસ (12841) અને માલગાડી એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 50 લોકોના મોત થયા હતા. જ્યારે 350થી વધુ લોકો ઘાયલ થયા છે. ટક્કર એટલી જોરદાર હતી કે, કોરોમંડલ એક્સપ્રેસની 15 બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેનના ઘણા ડબ્બા ગુડ્સ ટ્રેન પર ચઢી ગયા હતા. આ ટ્રેન પશ્ચિમ બંગાળના શાલીમારથી ચેન્નાઈ સેન્ટ્રલ જઈ રહી હતી. ટ્રેન 200 કિમી પછી અકસ્માતનો ભોગ બની હતી.

ટ્રેનો એકબીજા સાથે અથડાતા આ ચોથો અકસ્માત 

  • 27 જાન્યુઆરી, 1982: આગ્રા નજીક ગાઢ ધુમ્મસમાં માલસામાન ટ્રેન અને એક્સપ્રેસ પેસેન્જર ટ્રેન સામસામે અથડાયા, જેમાં 50 લોકોના મોત થયા. 
  • 14 મે, 1995: મદ્રાસ-કન્યાકુમારી એક્સપ્રેસ સાલેમ નજીક માલગાડી સાથે અથડાઈ, જેમાં 52 લોકોના મોત થયા. 
  • 14 ડિસેમ્બર, 2004: જમ્મુ તાવી એક્સપ્રેસ અને જલંધર-અમૃતસર પેસેન્જર ટ્રેન એકબીજા સાથે અથડાઈ.આ અકસ્માત પંજાબના હોશિયારપુર પાસે થયો હતો. આ અકસ્માતમાં 39 મુસાફરોના મોત થયા હતા.
  • 2 જૂન 2023: કોરોમંડલ એક્સપ્રેસ ઓડિશાના બાલાસોરમાં સામેથી આવતી માલગાડી સાથે અથડાઈ. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 50 લોકોના મોત થયા છે. જ્યારે 350થી વધુ લોકો ઘાયલ થયા છે. 

માર્ચ 2019 પછી ટ્રેન અકસ્માતમાં મૃત્યુ વર્ષ 2022માં દેશમાં 34 મહિના પછી એક ટ્રેન અકસ્માત થયો છે, જેમાં કોઈનું મોત થયું છે. આ પહેલા 22 માર્ચ, 2019ના રોજ ટ્રેન અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું. 12 ફેબ્રુઆરી, 2021ના રોજ તત્કાલિન રેલવે મંત્રી પીયૂષ ગોયલે રાજ્યસભામાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે 22 માર્ચ 2019 પછી એવો કોઈ ટ્રેન અકસ્માત નથી થયો જેમાં કોઈનું મોત થયું હોય.

આ પહેલા કેટલી વખત રેલ્વે અકસ્માતો થયા?

 

  • કાદલુંડી નદી પુલની ઘટના (કેરળ, 2001)
  • વર્ષ 2001માં કેરળમાં કાદલુન્ડી નદી રેલ પુલ દુર્ઘટનામાં 50 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. સૌથી મોટી ટ્રેન દુર્ઘટનાઓમાંની એક કે જેમાં લગભગ 300 લોકો ઘાયલ થયા અને ઓછામાં ઓછા 57 લોકોએ જીવ ગુમાવ્યા. ટ્રેન કેરળના કોઝિકોડ પાસે કાદલુન્ડી નદી પરના પુલ 924ને પાર કરી રહી હતી. જ્યારે એક ડબ્બો તૂટી ગયો અને ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. આ દુર્ઘટના ભારે ચોમાસા અને ટ્રેનમાં જ કેટલીક ખામીને કારણે થઈ હતી.
  • રફીગંજ રેલ બ્રિજ (બિહાર, 2002)
  • 10 સપ્ટેમ્બર 2002ના રોજ ઉત્તર-મધ્ય ભારતમાં ધવે નદી પરના પુલ પર હાઇ-સ્પીડ રાજધાની એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં લગભગ 130 લોકોના મોત થયા હતા. શરૂઆતમાં, અકસ્માતનું કારણ જૂના પુલ પર કાટ લાગવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં જાણવા મળ્યું હતું કે આ દુર્ઘટના વિસ્તારના નક્સલવાદીઓ દ્વારા જાણીજોઈને કરવામાં આવી હતી.
  • વેલીગોંડા રેલ્વે બ્રિજ (તેલંગાણા, 2005)
  • હૈદરાબાદ નજીક વેલીગોંડામાં આવેલ એક નાનો પુલ અચાનક પૂરના કારણે ધોવાઈ ગયો હતો. 29 ઓક્ટોબર 2005ના રોજ એક ટ્રેન પુલના આ ભાગને પાર કરી રહી હતી. ટ્રેનને ખબર ન હતી કે પુલનો એક ભાગ ગાયબ છે અને આ ટ્રેન તેના મુસાફરો સાથે પાણીમાં ઉતરતી ગઈ. આ અકસ્માતમાં લગભગ 114 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા.
  • ભાગલપુર (બિહાર, 2006)
  • ડિસેમ્બર 2006માં હાવડા જમાલપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ પર 150 વર્ષ જૂનો ઓવરબ્રિજ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં લગભગ 30 લોકોના મોત થયા હતા. 
  • પંજાગુટ્ટા બ્રિજ (તેલંગાણા, 2007)
  • સપ્ટેમ્બર 2007માં હૈદરાબાદમાં પંજગુટ્ટા ખાતે નિર્માણાધીન ફ્લાયઓવર ધરાશાયી થયો હતો. ફ્લાયઓવરનો કાટમાળ બ્રિજની નીચેથી પસાર થતા વાહનો પર પડ્યો હતો, જેના કારણે અનેક લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં 15 લોકોના મોત પણ થયા હતા.
  • કોટા ચંબલ બ્રિજ (રાજસ્થાન, 2009)
  • ડિસેમ્બર 2009 માં, રાજસ્થાનના કોટા જિલ્લામાં ચંબલ નદી પર એક નિર્માણાધીન પુલ તૂટી પડ્યો હતો, જેમાં કાટમાળ નીચે ફસાયેલા લગભગ 28 મજૂરોના મોત થયા હતા. પ્રોજેક્ટનો હવાલો સંભાળતા હ્યુન્ડાઈ અને ગેમનના 14 અધિકારીઓ સામે પણ બેદરકારીનો કેસ નોંધવામાં આવ્યો હતો. 
  • કોલકાતા ફ્લાયઓવર (પશ્ચિમ બંગાળ, 2016) 
    31 માર્ચ 2016 ના રોજ, કોલકાતામાં નિર્માણાધીન વિવેકાનંદ ફ્લાયઓવર તૂટી પડ્યો જેમાં 27 લોકોએ જીવ ગુમાવ્યો અને 80 જેટલા ઘાયલ થયા. કન્સ્ટ્રક્શન ફર્મ, IVRCL વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો.
  • મુંબઈ-ગોવા હાઈવે બ્રિજ (મહારાષ્ટ્ર, 2016)
    2 ઓગસ્ટ 2016ની મોડી રાત્રે મુંબઈ-ગોવા હાઈવે પર સાવિત્રી નદી પરનો બ્રિટિશ સમયનો પુલ તૂટી પડતાં લગભગ 41 લોકોનાં મોત થયાં હતાં. લગભગ એક ડઝન વાહનો નદીમાં પડ્યા જેમાં અનેક લોકો ઘાયલ થયા. 
  • મુંબઈ ફૂટ ઓવર બ્રિજ, (મહારાષ્ટ્ર, 2017)
    29 સપ્ટેમ્બર 2017ના રોજ એલ્ફિન્સ્ટન રોડ રેલ્વે સ્ટેશન પર એક ફૂટ ઓવર બ્રિજ તૂટી પડ્યો હતો, જેમાં 29 મુસાફરોના મોત થયા હતા. 
  • માજેરહાટ બ્રિજ, કોલકાતા (પશ્ચિમ બંગાળ, 2018)
    04 સપ્ટેમ્બર, 2018 ના રોજ, કોલકાતામાં એક મોટો પુલ તૂટી પડ્યો. માજેરહાટ બ્રિજ દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમ કોલકાતા વચ્ચેના મુખ્ય જોડાણોમાંનો એક હતો. સાંજના ટ્રાફિકના ભારણ હેઠળ આખો પુલ તૂટી પડ્યો, જેમાં 3 લોકોના મોત થયા અને ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ