બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / AMC will get a new mayor on this date, know which names are the most discussed

કાર્યકાળ / આ તારીખે AMCને મળશે નવા મેયર, જાણો કયા-કયા નામો સૌથી વધારે ચર્ચામાં

Malay

Last Updated: 08:02 AM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ ન્યૂઝઃ આજે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે, આગામી 11મી સપ્ટેમ્બરે થઈ શકે છે નવા મેયરના નામની જાહેરાત.

  • અમદાવાદને મળશે નવા મેયર
  • 11 સપ્ટેમ્બરે થઇ શકે છે જાહેરાત 
  • ટર્મ પૂર્ણ થતા નવા મેયરની થશે નિમણૂક

Ahmedabad News: અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ ચરમેન સહિતના પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પૂરી થવા જઈ રહી છે, ત્યારે 11મી સપ્ટેમ્બરે અમદાવાદને નવા મેયર મળશે. 11 સપ્ટેમ્બરે સવારે કોર્પોરેશન ખાતે મળનારી સામાન્ય સભામાં નવા મહિલા મેયરના નામની જાહેરાત કરવામાં આવશે. જે બાદ સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓના નામ જાહેર કરાશે. 

અમદાવાદમાં તંત્રને હવે રસ્તા યાદ આવ્યા: પેચવર્ક અને રિસરફેસિંગ માટે અપાયો  આદેશ, સફાઇ કામમાં પણ તેજી | The Standing Committee of Ahmedabad Municipal  Corporation took an ...

આજે હાથ ધરાશે સેન્સ પ્રક્રિયા 
આજે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 11મી સપ્ટેમ્બરે નવા મહિલા મેયરના નામની જાહેરાત કરવામા આવશે. ત્યારે આ કયું નામ હશે તેને લઈને અટકળો ચાલી રહી છે. જૈન, પટેલ અને ક્ષત્રિય સમાજમાંથી ભાજપના કેટલાક મહિલા કોર્પોરેટરના નામ રેસમાં આગળ છે. આપને જણાવી દઈએ કે અમદાવાદ મેયરની રેસમાં અત્યારે પ્રતિભા જૈન, શીતલ ડાગા અને  ગીતાબેન પટેલનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. 

કોણ છે પ્રતભા જૈન?
પ્રતિભા જૈન વિશે વાત કરીએ તો તેઓ શાહીબાગના કોર્પોરેટર છે, તેમની આ ત્રીજી ટર્મ છે. પ્રતિભા જૈન રાજસ્થાની જૈન સમાજમાંથી આવે છે. વર્તમાન સમયમાં તેઓ મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન છે. 

કોણ છે શીતલ ડાગા?  
બીજું નામ મણીનગરના કોર્પોરેટર શીતલ ડાગાનું ચર્ચાઈ રહ્યું છે. શીતલ ડાગા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. તેમની આ બીજી ટર્મ છે. આપને જણાવી દઈએ કે, તેમના પતિ પણ કોર્પોરેટર રહી ચૂક્યા છે. 

કોણ છે  ગીતાબેન પટેલ?
અમદાવાદના ડેપ્યુટી મેયર અને નારાણપુરા વોર્ડના કોર્પોરેટર ગીતાબેનનું નામ પણ  મેયર પદની રેસમાં ચાલી રહ્યું છે. તેઓ પાટીદાર સમાજમાંથી આવે છે. તેઓને નારણપુરા વોર્ડના સિનિયર કોર્પોરેટર માનવામાં  આવે છે. 

કિરીટ પરમાર (મેયર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)

અત્યારે કિરીટ પરમાર છે મેયર
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર ઘણા વર્ષોથી ભાજપનું રાજ છે. હાલ અમદાવાદના મેયર કિરીટ પરમાર છે. તેમની અઢી વર્ષની ટર્મ પૂરી થઈ રહી છે. ત્યારે નવા મેયરની 11મી સપ્ટેમ્બરે જાહેરાત કરવાનું નક્કી કરાયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ