બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / ભારત / Ambalal's prediction Severe cold in Gujarat from this date, outrage after Gogamedi's murder, wife pours out with pain, gold becomes cheap

2 મિનિટ 12 ખબર / અંબાલાલની આગાહી ગુજરાતમાં આ તારીખથી કડકડતી ઠંડી, ગોગામેડીની હત્યા બાદ પત્નીએ વેદના સાથે ઠાલવ્યો આક્રોશ, સોનું સસ્તું થયું

Vishal Khamar

Last Updated: 07:31 AM, 7 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાન્યુઆરી અને ફ્રેબ્રુઆરીમાં લેવાનાર GPSC ની ચાર પ્રિલિમ પરીક્ષા મોકુફ રખાઈ છે. ભારતીય ક્રિકેટ ટીમનાં લેગ સ્પિનર ICC ટી20 બોલર્સની રેંકિંગમાં નંબર વન પર પહોંચ્યો.

Ambalal Patel Forecast: Michong will impact across India, Gujarat likely to receive rain on this date

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, મિચોંગ વાવાઝોડાની અસર દેશના ઘણા ભાગોમાં થશે. વાવાઝોડાના લેન્ડફોલ બાદ પૂર્વીય મધ્ય પ્રદેશમાં અસર વર્તાશે. જેથી મહારાષ્ટ્રને કેટલાક ભાગોમાં તેની અસર વર્તાશે.તેના કારણે અરબ સાગરના ભેજના કારણે ઉત્તરીય ભાગોમાં અસર વર્તાશે. દિલ્લી, પંજાબ, હરીયાણા સહીતના ભાગોમાં ગાઢ ધુમ્મસ રહેશે. આ સાથે 7 ડિસેમ્બરથી ભારે ઠંડા પવનો ફૂંકાશે અને અંબાલાલ પટેલે ગુજરાતમાં પણ ઠંડા પવનો ફૂંકાવાની આગાહી કરી છે. 

 'Garba of Gujarat' is inscribed in UNESCO's Representative List of Intangible Cultural Heritage (ICH) of Humanity.


કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ માહિતી આપતાં કહ્યું કે  'ગુજરાતના ગરબા' ને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા (ICH)ની મુખ્ય યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. ભારતમાંથી આ 15મું ICH તત્વ છે જેને આ પ્રતિષ્ઠિત માન્યતા આપવામાં આવી છે. તેમણે લખ્યું કે આ યાદીમાં ગરબાનું સામેલ થવું એ PM નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળ આ સરકારનાં પ્રયાસોનું પરિણામ છે.  તેમણે લખ્યું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભારતના સાંસ્કૃતિક-ઐતિહાસિક વારસાને ગ્લોબલ ઓળખ અપાવવા માટે થઈ રહેલા સાર્થક પ્રયાસોનું આ ગૌરવપૂર્ણ પરિણામ ગરબાના સમૃદ્ધ અને પારંપરિક ઇતિહાસને વિશ્વફલક પર ઉજાગર કરશે.

sukhdev singh gogamedi murder protest finished cremation on friday


કરણી સેના ચીફ સુખદેવ સિંહ ગોગામેડીના મર્ડર બાદ રાજસ્થાનમાં ભારેલો અગ્નિ છે. ગોગામેડીના અંતિમ સંસ્કારની ચર્ચાની વચ્ચે બુધવારે રાતે સુખદેવ સિંહ ગોગામેડીની પત્ની શીલા શેખાવત મીડિયા સામે આવી હતી અને મોટું નિવેદન આપ્યું હતું. શીલા શેખાવતે ધરણા સ્થળે હાજર લોકોને સંબોધિત કરતાં કહ્યું કે જ્યાં સુધી સુખદેવસિંહના હત્યારાઓનું એન્કાઉન્ટર ન થાય ત્યાં સુધી કોઈને પણ ધરણા સ્થળેથી ન ખસવાની અપીલ છે. ધરણા પર હાજર ભીડે પણ તેમને જવાબ આપતા કહ્યું કે તેઓ વિરોધ સ્થળથી હટશે નહીં.

Sukhdevsingh massacre reverberates in Gujarat: Protests with fierce slogans in these places including Rajkot, Surat, Karni...

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના પડઘા રાજસ્થાન સહિત સમગ્ર રાજ્યમાં પડ્યા છે. ત્યારે વડોદરા, બનાસકાંઠા, અમદાવાદ સહિતનાં જીલ્લાઓમાં ગોગામેડીની હત્યાના વિરોધમાં રાજપૂત સમાજના લોકો અને વેપારીઓએ રેલી યોજી ગોગામેડીની હત્યા કરનાર આરોપીઓને ફાંસીની સજા અથવા જાહેરમાં એન્કાઉન્ટર કરવાની માંગ કરી હતી.

The reason for the increase in accidents in Ahmedabad was revealed, the hot spot areas of East-East were also revealed, last...

 દેશ માટે અકસ્માતના કારણે થતા મોત ખુબજ ચિંતાજનક છે. સૌથી વધુ લોકો અકસ્માત માં મોત ને ભેટી રહ્યા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ શહેર ની વાત કરીએ તો વર્ષ 2022 માં 1793 લોકો અકસ્માત માં ભોગ બન્યા અને જેમાં 488 લોકો મોત ને ભેટ્યા. ત્યારે ગંભીર ઇજા 720 લોકો ને થઈ અને 585 સામાન્ય ઈજાઓ થઈ છે. ત્યારે 2023 નવેમ્બર સુધી ની વાત કરીએ તો 1693 લોકો ભોગ બન્યા જેમાં 480 લોકો મોત ને ભેટ્યા ત્યારે ગંભીર 642 લોકો અને સામાન્ય ઇજા 574 લોકો ને થઈ છે. 

GPSC Four Prelims Exams Postponed: Decision taken for administrative reasons

GPSCની આગામી સમયે યોજાનાર પ્રિલિમ પરીક્ષાઓને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, GPSCની ચાર પ્રિલિમ પરીક્ષા મોકુફ રખાઇ છે. આ પરીક્ષાઓ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લેવાનાર હતી. જોકે હવે વહીવટી કારણોસર પરીક્ષા મોકુફ રખાઈ છે. આ સાથે હવે  GPSC દ્વારા આગામી દિવસોએ નવી તારીખ જાહેર કરશે.

Greenfield airports will be built at Siddhapur, Vadnagar and Kevadia, taking the total to 11 airports. MoU between Govt and...

એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા રાજ્યનાં ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ એરપોર્ટ ડેવલપમેન્‍ટની કામગીરી તથા વિસ્તરણની કામગીરી કરશે અને તે માટે થતો ખર્ચ પણ ભોગવશે. એટલું જ નહીં, એરપોર્ટના ઓપરેશન્સ અને મેન્ટેનન્સની કામગીરી, માસ્ટર પ્લાનિંગ, ડિઝાઇનિંગ પણ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કરશે. આ કામગીરી તથા MoUની અન્ય બાબતોના સંચાલન માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેનના વડપણમાં ૧૦ સભ્યોની રાજ્યસ્તરીય સંકલન સમિતિની રચના કરવામાં આવશે.

રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જે ૧લી જાન્યુઆરી ૨૦૨૪ સુધી યોજાશે. જે અંતર્ગત આજે તા.૬ ડિસેમ્બર થી ૩૧ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. ગ્રામ્ય / શાળા અને વોર્ડ કક્ષાથી શરૂ કરી રાજ્ય કક્ષાએ યોજાનાર આ સ્પર્ધાનું રજીસ્ટ્રેશન ઓનલાઇન લીંકના માધ્યમથી કરવામાં આવશે. યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ રજીસ્ટ્રેશન લીંકનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યુ છે. 

Shocking revelation: Yogesh Sindhi making 'death syrup' in Nadiad along with jailed accused

ખેડામાં બિલોદરા નસાકારક સીરપ કાંડમાં વધુ એક મોતનું થતાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. આ તરફ પોલીસ તપાસમાં પણ હવે ચોંકાવનારા ખુલાસા સાથે મુંબઈ કનેક્શન ખૂલ્યું છે. બિલોદરા નશાકારક સીરપમાં સારવાર લઈ રહેલ વધુ એક વ્યક્તિનું મોત થયું છે. આ તરફ પોલીસ તપાસમાં મુખ્ય આરોપી યોગેશ સિંધીએ નડિયાદમાં પોતાની સિરપ ફેક્ટરીમાં બનાવી હોવાનું અને જેલમાં મળેલા અને અન્ય વ્યક્તિ સાથે મળીને કારોબાર ચલાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. 

Amit shah in parliament talked about Pok reservation bill, and pandit nehru on Pok

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કેટલાક લોકોએ કહ્યું કે માત્ર નામ બદલવામાં આવી રહ્યું છે. હું એ તમામને કહેવા માંગુ છું કે જો આપણી અંદર થોડી પણ સહાનુભૂતિ છે તો આપણે જોવું પડશે કે નામની સાથે તેમનું સમ્માન પણ જોડાયેલું છે.  અમે સીમાંકનની ભલામણના આધારે ત્રણ બેઠકો માટેની વ્યવસ્થા કરી છે. જમ્મૂ-કાશ્મીર વિધાનસભામાં 2 સીટ કાશ્મીરથી વિસ્થાપિત લોકો માટે અને એક સીટ PoKથી વિસ્થાપિત લોકો માટે છે. અમિત શાહ અનુસાર વિધાનસભામાં 9 સીટ અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત કરવામાં આવી છે. શાહે કહ્યું કે POK માટે 24 સીટો આરક્ષિત કરવામાં આવી છે કારણકે PoK અમારું છે. બંને બિલને દરેક એ કાશ્મિરી યાદ રાખશે જે પીડિત છે. વિસ્થાપિતોને આરક્ષણ આપવાથી તેમનો અવાજ જમ્મૂ-કાશ્મીરની વિધાનસભામાં ગૂંજશે.'

Latest Gold Silver price in India with reasons

લગ્ન માટે સોનાના ચાંદીની ખરીદી કરતા લોકો માટે રાહતના સમાચાર આવી ગયાં છે. ગત સપ્તાહે સોના-ચાંદીનાં ભાવમાં ઊછાળો થયાં બાદ  હવે ભાવ નીચે ઊતરી રહ્યાં છે. માર્કેટમાં ઉછાળા વચ્ચે સોના- ચાંદીના ભાવ ગગડયાં છે. આજે સોનામાં પ્રતિ 10 ગ્રામ 1700 રૂનો કડાકો જ્યારે ચાંદીમાં પ્રતિ કિલો 3 હજાર રૂપિયા ઘટ્યાં છે.  બુધવારે પ્રતિ 10 ગ્રામ સોનામાં ભાવ ઘટીને 64,270 થયો છે. જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો  76,800 રૂપિયા નોંધાયો છે.  અચાનક સોનાનાં ભાવમાં ઘટાડો થતાં નવા સોનાનું વેચાણ ઘટતું જોવા મળ્યું હતું. આ હવે રિસાયકલ સોનામાં પરિવર્તિત થતું દેખાઈ રહ્યું છે.

ભારતીય ક્રિકેટ ટીમનાં લેગ સ્પિનર રવિ બિશ્નોઈએ ઑસ્ટ્રેલિયાની સામે 5 મેચોની ટી20 સીરીઝમાં જોરદાર પ્રદર્શન આપ્યું. પરિણામે બિશ્નોઈ ICC ટી20 બોલર્સની રેંકિંગમાં નંબર વન પર પહોંચી ગયાં છે. તેમણે આ દરમિયાન અફઘાનિસ્તાનનાં સ્ટાર સ્પિનર રાશિદ ખાનને પણ પાછળ મૂક્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ