બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / આરોગ્ય / Air pollution is increasing the risk of early death and disability, revealed in research

ચોંકાવનારું રિસર્ચ / વાયુ પ્રદૂષણને હળવાશમાં ન લેતા, તમને કરી શકે છે દિવ્યાંગ, સમય પહેલાં મોતનું પણ સંકટ, જુઓ કઇરીતે

Megha

Last Updated: 10:13 AM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Air pollution is increasing the risk of early death and disability: સંશોધકોના મતે વાયુ પ્રદૂષણ લાંબા સમયથી લોકોના સ્વાસ્થ્યને અસર કરી રહ્યું છે અને લોકોમાં અપંગતા અને અકાળ મૃત્યુના જોખમમાં પણ વધારો થયો છે.

  • વાયુ પ્રદૂષણ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે હાનિકારક છે
  • વાયુ પ્રદૂષણના જોખમો વિશે જાગૃત રહેવાની જરૂર
  • 2019 માં 3.5 મિલિયન લોકો મૃત્યુ પામ્યા 

Air pollution is increasing the risk of early death and disability: વાયુ પ્રદૂષણ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે હાનિકારક છે. માત્ર ફેફસાંને જ નહીં પરંતુ હૃદય અને કિડની સહિત શરીરના અન્ય ભાગોને પણ અસર કરે છે. તાજેતરના સંશોધન મુજબ વાયુ પ્રદૂષણ વૈશ્વિક સ્તરે વહેલા મૃત્યુ તેમજ અપંગતાના જોખમને વધારી રહ્યું છે. 

2019 માં 3.5 મિલિયન લોકો મૃત્યુ પામ્યા 
વાત એમ છે કે અમેરિકન હાર્ટ એસોસિએશનના જર્નલમાં પ્રકાશિત સંશોધન મુજબ 1990 થી 2019 સુધીના 204 દેશોમાંથી ડેટા કાઢવામાં આવ્યો હતો જેના પછી હવાના પ્રદૂષણથી મૃત્યુઆંકનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. સાથે જ સંશોધકોના મતે વાયુ પ્રદૂષણ લાંબા સમયથી લોકોના સ્વાસ્થ્યને અસર કરી રહ્યું છે. વર્ષ 1990માં પ્રદૂષણને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 2.5 મિલિયન હતી, જ્યારે વર્ષ 2019 સુધીમાં તે 3.5 મિલિયન સુધી પહોંચી ગઈ હતી. એટલું જ નહીં આ પછી પણ મૃત્યુઆંક 31 ટકા વધ્યો છે.  PM2.5 અને NO2 ના સંપર્કમાં આવવાથી ફેફસાં સિવાય લોકોમાં કેન્સરનું જોખમ વધે છે. 

વાયુ પ્રદૂષણના જોખમો વિશે જાગૃત રહેવાની જરૂર
ગ્લોબલ બર્ડન ઑફ ડિસીઝની સ્ટડી મુજબ વાયુ પ્રદૂષણથી હૃદયરોગ અને તેની સંબંધિત ક્રોનિક રોગોનું જોખમ વધે છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે દરેક વ્યક્તિએ વાયુ પ્રદૂષણના જોખમો વિશે જાગૃત રહેવાની જરૂર છે, જે ગંભીર આરોગ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે અને વૈશ્વિક ખતરો છે. અહેવાલમાં આરોગ્ય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે જે રીતે વૈશ્વિક સ્તરે વાયુ પ્રદૂષણના સંપર્કમાં જોવામાં આવે છે, તેનાથી મોટી સંખ્યામાં લોકોમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગોને કારણે અપંગતા અને અકાળ મૃત્યુના જોખમમાં વધારો થયો છે.

વાયુ પ્રદૂષણને કારણે થતા અન્ય નુકસાન 
વાયુ પ્રદૂષણ માત્ર હૃદય અને કિડનીને જ અસર કરતું નથી પરંતુ તે અસ્થમા, અન્ય શ્વસન સમસ્યાઓ અને પલ્મોનરી રોગોનું કારણ બની શકે છે. બ્રોન્કાઇટિસ, સ્ટ્રોક અને કેન્સરનું પણ જોખમ રહેલું છે. વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવવાથી ફેફસાના કેન્સરનું જોખમ પણ વધે છે. જ્યારે આ સ્થિતિ થાય છે, ત્યારે શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને નાક બંધ થવાની સમસ્યા પણ થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે વાયુ પ્રદૂષણને કારણે નેફ્રોપથી નામની બીમારી પણ થઈ શકે છે. આ રોગને કારણે કિડની પર ઘણી અસર થાય છે. એટલું જ નહીં, પ્રદૂષણ તમને માનસિક રીતે પણ અસર કરી શકે છે. આવી સ્થિતિમાં મગજમાં હાજર કણ પર પણ અસર થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ