બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Woman Ayesha Khan Suicide case family Allegation

અમદાવાદ / પૈસા નથી જોઈતા, બીજી કોઈ આઇશા મરી ન જાય તેવો ન્યાય આપો : પિતાએ કરી પ્રેસ કોન્ફરન્સ

Hiren

Last Updated: 06:38 PM, 1 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની સાબરમતી નદીમાં ઝંપલાવી 27 ફેબ્રુઆરીએ આઇશાએ આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી કરી રહી છે. ત્યારે આજ રોજ આઇશાના પરિવારજનોએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

  • અમદાવાદની આઇશાના આપઘાતનો મામલો
  • આઇશાના પરિવારજનોએ પ્રેસ કોન્ફરન્સ યોજી 
  • 'આઇશાએ દહેજની માંગ અને બીજી સ્ત્રી સાથે અનૈતિક સંબંધોના કારણે કરી આત્મહત્યા'

અમદાવાદની આયશા નામની મહિલાએ સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ આપઘાત કરતા પહેલા રિવરફ્રન્ટ પર હસ્તા હસ્તા પોતાનો અંતિમ વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં મહિલા પોતાના પતિ સાથેના અણગમા વિશે અને હું ખુશ છું અલ્લાહ પાસે જઈ રહી છું, તેવુ કહેતી નજરે ચડે છે. બાદમાં મહિલાએ પોતાનો આ અંતિમ વીડિયો પોતાના પતિને મોકલ્યો હતો. તો મહિલાએ આત્મહત્યા પહેલા પોતાના માતા-પિતા સાથે પણ ફોનમાં વાતચીત કરી હતી. ત્યારબાદ હવે પોલીસે દુષ્પ્રેરણાના આરોપમાં પતિ અને સાસરિયાની શોધખોળ હાથ ધરી છે. તેવામાં હવે આઇશાના પરિવારજનો અને વકીલ દ્વારા કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા.

આઇશાના પરિવારજનોએ પ્રેસ કોન્ફરન્સ કરીને સાસરિયાએ 3 દિવસ સુધી ભૂખી રાખી હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે દહેજને લઇને માનસિક ત્રાસ આપવા અને બીજી છોકરી સાથે અનૈતિક સંબંધોના કારણે આઇશાએ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. આરીફ ખાનને ફાંસી આપવાની સતત માંગ કરવામા આવી રહી છે. આરીફ અને તેના માતા સાયરાબાનુ અને પિતા બાબુખાનના આ ઘટનાને લઈને પોલીસની એક ટીમ રાજેસ્થાન પહોચીને તપાસ કરતા આખો પરિવાર ફરાર થઈ ગયો છે. ત્યારે આયશાના પિતા અને વકીલે પોલીસની કાર્યવાહીને લઈને સવાલ ઉઠાવ્યો છે.

'પૈસા નથી જોઈતા, બીજી કોઈ આઇશા મરી ન જાય તેવો ન્યાય આપો'

આઇશાના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરીની સાસુ છે તે મારી બહેનની નણંદ છે. તેમને માઇન્સ ફેક્ટરીને ધંધો છે. તેમના લવ મેરેજ નથી સગામાં જ છે. મારી દીકરીને ત્રાસ આપતા હોવાથી અમે તેને અમદાવાદ લઇને આવ્યા હતા. તેનો પતિ પછી લેવા આવ્યો જ નહીં. આઇશાને પતિ અને સાસરિયા પક્ષે ત્રાસ જ આપ્યો છે. અમારે પૈસા નથી જોતા ન્યાય જોઇએ છે, આરીફને સજા અપાવો જેથી આવી બીજી કોઇ આઇશા મરી ન જાય. આ કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે એટલે ઝડપી ન્યાય મળી શકે

'આઇશાના આપઘાતનું મુખ્ય કારણ દહેજ અને બીજી છોકરી સાથે અનૈતિક સંબંધ'

પરિવારજનોએ જણાવ્યું કે, આઇશાના આપઘાતનું મુખ્ય કારણ દહેજ અને આરીફના બીજી છોકરી સાથે અનૈતિક સંબંધ છે. આઇશાની પાસે દહેજની માંગણી કરવા માટે તેમના પરિવારજનો સપોર્ટ કરતા હતા. આરિફ આઇશાને વારંવાર ટોર્ચર અને પૈસાની ડિમાન્ડ કરવો હતો. આઇશાનો કોઇ સપોર્ટ નહોતું કરતું.

'આરીફ ખાનની ગર્લફ્રેન્ડ પણ હતી, આઇશાને રાખવા નહોતો માગતો'

આઇશાના પરિવારજનોએ કહ્યું કે, આરિફખાનને આઇશા સાથે નહીં પૈસા સાથે લેવા દેવા હતા. દહેજ અને અફેરના કારણે આ ઘટના બની છે. આરીફને માત્ર પૈસા જ જોઇએ છે. આરીફ ખાનની ગર્લફ્રેન્ડ પણ છે. આરીફ પત્ની(આઇશા)ની સામે જ ગર્લફ્રેન્ડ સાથે વાત કરતો હતો. આરીફને આઇશાને રાખવા જ નહોતો માગતો. આઇશાને કહેતો હતો કે તુ છુટી થઇ જા એટલે બીજા લગ્ન કરી શકુ. પછી મને વીડિયો મોકલજે એટલે હું આઝાદ થઇ જાવ.

'આઇશાએ ફોન કરીને કહ્યું હતું કે, મને આ લોકો હેરાન કરે છે, તો હું તેને લઇ અમદાવાદ આવી ગયો અને ફરિયાદ કરી'

આઇશાના પિતાએ કહ્યું કે, મારી દીકરીને દહેજ માટે ત્રાસ આપતો હતો અને સતત 3 દિવસ સુધી જમવાનું પણ આપ્યું ન હતું. ત્યારબાદ તેનો ફોન સાસરિયાઓએ છીનવી લીધો હતો. આઇશાએ કોઇના ફોન પરથી મને કોલ કરીને કહ્યું હતું કે મેં ત્રણ દિવસથી કશું ખાધું નથી, મને આ લોકો હેરાન કરે છે. પપ્પા, હું એટલી હદે કંટાળી ગઈ છું કે હું આત્મહત્યા કરી લઈશ. આ સાંભળી હું હચમચી ગયો હતો. હું ઝાલોર ગયો અને તેને લઈ અમદાવાદ આવી ગયો હતો. ગત 21 ઓગસ્ટના રોજ વટવા પોલીસ સ્ટેશનમાં આઇશાએ તેના પતિ આરીફખાન, સાસુ-સસરા, નણંદ વિરુદ્ધમાં ડોમેસ્ટિક વાયલન્સની ફરિયાદ કરી હતી. આ કેસ હાલ પેન્ડિંગ છે.

આરીફ આઇશાએ વટવામાં નોંધાવેલી ફરિયાદ પરત લેવા કરતો હતો દબાણ

આઇશાના પરિવારજનોના જણાવ્યા અનુસાર, આઇશાએ આપઘાત પહેલા આરીફ ખાન(આઇશાનો પતિ) સાથે ફોન પર 70 મિનિટ સુધી વાત કરી હતી. બન્ને વચ્ચે સામાન્ય બાબતોની વાતચીત થઇ હતી. આરિફ આઇશાને સગર્ભાવસ્થામાં અમદાવાદ મુકીને ગયો હતો. જોકે આઇશા ટેન્શનમાં હોવાથી ગર્ભપાત કરાવ્યું હતું. જોકે હાલ આઇશાનો પતિ ઘરેથી ફરાર છે. આપઘાત બાદ આરીફ રાજસ્થાનમાં લગ્નપ્રસંગમાં ગયો હતો જ્યાંથી તે ફરાર થયો છે. હાલ અમદાવાદ પોલીસની એક ટીમ રાજસ્થાનમાં છે. આરીફ આઇશાને વટવામાં નોંધાવેલી ફરિયાદ પરત લેવા દબાણ કરતો હતો.

મહત્વનું છે કે, અગાઉ આઇશાએ વટવા પોલીસ મથકમાં ડોમેસ્ટિક વાયોલેન્સ ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં પતિ, સાસુ-સસરા સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે આયશાએ આપઘાત કરી લેતા પોલીસે આરોપીઓને પકડવા અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી દીધી છે. 

આપઘાત પહેલાનો વીડિયોઃ આ અંતિમ શબ્દો છે અમદાવાદની આઈશાના

અમદાવાદની એક દીકરીએ હસતા મોઢે આ ક્રુર દુનિયાને અલવિદા કહી દીધું. આજની આ 21મી સદીમાં પણ દહેજના લાલચૂઓએ પરીઓની જેમ ઉડવા માગતી આયશા નામની દીકરીને મોત વહાલું કરવા માટે મજબૂર કરી છે. હદ તો ત્યારે થઈ જ્યારે પતિને અંતિમ ફોન કર્યો કે, મને પરત લઈ જાઓ. તો પતિએ કહ્યું તું મરી જા.. અને આઈશાએ તેનું આ મેણું પુરુ કરવા માટે હસતા મોઢે વીડિયો બનાવી મોતને વહાલું કર્યું. ત્યારે કેવી છે આ હૃદય કંપાવનારી ઘટના જુઓ...

જે પતિએ ત્રાસ આપ્યો, જે પતિએ પરિવાર પાસેથી લાખો રૂપિયા કરીયાવર માગ્યું, તે અત્યાચારી પતિને પણ પ્રેમના શબ્દો બોલી હસતાં..હસતાં પોતાના દર્દને છુવાપવાની કોશિશ કરતો વીડિયો બનાવીને આઈશાએ જિંદગીને અલવીદા કહી દીધું. આપણે જે કહાનીની વાત કરી રહ્યા છીએ તે અમદાવાદના વટવામાં રહેતી આઈશાની છે. જેણે સાબરમતી નદીમાં કુદીને આત્મહત્યા કરી લીધી. અને આ પાછળનું કારણ બીજા કોઈ નહીં પરતું તે જેને હદથી વધુ પ્રેમ કરતી હતી તે જ તેનો પતિ છે. 

આઈશાએ આ વીડિયો પોતાના પતિ સાથે વાત કર્યા બાદ બનાવ્યો હતો. પતિ સાથે વાત કરતા જ્યારે આઈશાએ કહ્યું કે, મને પરત નહીં લઈ જાઓ તો હું મરી જઈ, ત્યારે દહેજના લાલચૂ પતિએ તેને જવાબ આપતા કહ્યું કે તું મરીજા અને તેનો વીડિયો મને મોકલી આપજે.. બસ તેના શબ્દો જ આઈશાને મોતના દ્વારા સુધી લઈ જવા માટે કાફી હતા.. જોકે આઈશાએ આ અંગે પોતાના પિતા સાથે પણ અંતિમ વખત વાત કરી હતી.

આઈશાની પિતા સાથેની આ વાતચીત જ જણાવે છે કે, તે કેટલી હદે તૂટી ચૂકી હતી. જોકે આયશા રિવરફ્રન્ટ પર પહોંચી ત્યાર બાદ તેના માતા-પિતાએ કોઈ પગલું ન ભરે એ માટે સમજાવી. બાદમાં માતા-પિતા અને તેના ભાઈ તેને શોધવા નીકળ્યાં હતાં. થોડા સમય બાદ આયશાના ફોન પરથી અજાણી વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું કે બેગ અને ફોન ખોડિયારનગર રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી મળી આવ્યાં છે.​ પરિવાર સાથે પોલીસ અને ફાયર વિભાગની રેસ્ક્યૂ ટીમ પહોંચી. પરંતુ તેઓ પહોંચે ત્યાં સુધીમાં તો આઈશા સાબરમતિમાં સમાઈ ગઈ હતી.

જોકે આ સમગ્ર ઘટના બાદ પોલીસે આઈશાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. સ્થળ પરથી મળેલા પૂરાવા અને આઈશાના ફોનના આધારે તેના પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. તેવામાં જોવાનું એ રહેશે કે, પોલીસ આ ક્રુર અને દહેજના લાલચુઓને કેવા પ્રકારનો પાઠ ભણાવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ