બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / AHMEDABAD DHANVANTARI HOSPITALS ADMITS ONLY 558 PATIENTS

પોલ ખૂલી / અમદાવાદના તંત્રનો વધુ એક કારસો : 900 બેડની ધન્વંતરિ હોસ્પિટલમાં 558 બેડ શરૂ, 342 'છૂમંતર'

Parth

Last Updated: 09:56 PM, 7 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના GMDC ખાતે શરૂ કરવામાં આવેલ ધન્વંતરિ હોસ્પિટલને લઈને મોટો ખુલાસો સામે આવી રહ્યો છે.

  • ધન્વંતરી હોસ્પિટલના બેડ ગાયબ!
  • 900 બેડમાંથી 558 બેડ થયા શરૂ, અન્ય 342 બેડ થયા ગાયબ!
  • 558 બેડ ભરેલા હોવાનું બોર્ડમાં દર્શાવ્યું, બાકીના 342 બેડ અંગે કોઈ સ્પષ્ટતા નહીં

ગુજરાત સહિત આખા ભારતમાં કોરોના વાયરસની બીજી ઘાતક લહેર ચાલી રહી છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે તથા લાખોની સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. દેશભરમાં ઑક્સીજનથી લઈને બેડની અછત ઊભી થઈ ગઈ છે, અને દર્દીઓ સુવિધાના અભાવે મોતને ભેટી રહ્યા છે. ગુજરાતમાં પણ પરિસ્થિતિ ગંભીર છે. 

900માંથી માત્ર 558 બેડ શરૂ કરવામાં આવ્યા 

કોરોના વાયરસ સામે દર્દીઓને સુવિધા મળી રહે તે માટે અમદાવાદમાં 900 બેડની ધન્વંતરિ હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે. અમદાવાદના યુનિવર્સિટી કન્વેન્શન હૉલમાં આ હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે જેની શરૂઆત ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવી હતી. પરંતુ આ હોસ્પિટલમાં બેડને લઈને મોટી અસમંજસની સ્થિતિ ઊભી થઈ રહી છે. 

બાકીના 342 બેડ અંગે કોઇ સ્પષ્ટતા નહીં

900 બેડની હોસ્પિટલમાં માત્ર 558 બેડ જ શરૂ કરવામાં આવ્યા છે અને 342 બેડનો કોઈ અતોપતો નથી. સતત પાંચ દિવસથી આ હોસ્પિટલની બહાર માત્ર 558 બેડની સ્થિતિ દર્શાવવામાં આવી છે હાલમાં કોઈ પણ બેડ ખાલી નથી તેવું દર્શાવવામાં આવી રહ્યું છે જેના કારણે સવાલ ઊભો થાય કે જૉ 558 બેડમાં જ હોસ્પિટલ ફૂલ થઈ ગઈ હોય તો 900 બેડની હોસ્પિટલ છે તેવી જાહેરાત કેમ કરવામાં આવી? બાકીના 342 બેડની વ્યવસ્થા કોણ કરશે? દર્દીઓ અમદાવાદમાં સારવાર માટે વલખાં મારી રહ્યા છે તથા દર્દીઓના પરિજનો બેડ માટે દોડધામ કરતાં નજરે પડે છે ત્યારે તંત્ર કઈ વસ્તુના ઢાંકપિછોડા કરી રહ્યું છે? 

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માત્ર બે ICU બેડ જ ખાલી

બીજી તરફ અમદાવાદની સિવિલ હોસ્પિટલ પરથી ભારણ ઓછું જ નથી થઈ રહ્યું. સમાચાર લખાઈ રહ્યા છે તે સમયે શહેરમાં સતત વધતાં કેસની વચ્ચે સિવિલ માત્ર 2 જ ICU બેડ ખાલી છે જ્યારે ખાલી ઑક્સીજન બેડની સંખ્યા 11 છે. સિવિલમાં 1510 ઑક્સીજન બેડ ફૂલ થઈ ગયા છે જ્યારે નોન ઓક્સિજનમાં 404 બેડમાંથી 91 બેડ ખાલી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ