બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Ahead of the Assembly elections, Mehsana Congress was upset

Election / વિધાનસભા ચૂંટણી પહેલા મહેસાણા કોંગ્રેસમાં ડખ્ખા? જિલ્લા પ્રમુખ અને પ્રભારી સામે થયો આવો ગંભીર આરોપ

Dinesh

Last Updated: 05:22 PM, 17 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણા જિલ્લામાં ચૂંટણી પહેલા કોંગ્રેસના કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી, કહ્યું નાણાંના જોરે હોદ્દા, ટિકિટની લ્હાણી થાય છે

  • મહેસાણા કોંગ્રેસમાં ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું
  • નાણાંના જોરે હોદ્દાઓ, ટિકિટની લ્હાણી થતાનો આરોપ
  • જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારી સામે કાર્યકરોમાં નારાજગી


વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષોમાં માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. ગુજરાત બહારના નેતાઓની  ગુજરાતમાં ચૂંટણીલક્ષી સભાઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગુજરાત કોંગ્રેસમાં ફરી વાર નારજગીનો દોર શરૂ થઈ ગયો હોય તેવું થઈ રહ્યો છે. રાજ્યમાં કેટલાક જિલ્લા કોંગ્રેસમાં અંદરો અંદર નારજગી જોવા મળી રહી છે. થોડા સમય પહેલામાં પાટણમાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગ ઉઠી હતી એવી જ રીતે ફરી વાર એક જિલ્લામાં કોંગ્રેસના કાર્યકરોમાં નારજગી સામે આવી છે. મહેસાણામાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના કાર્યકરોની નારજગી સામે આવી છે.
  
મહેસાણા કોંગ્રસમાં રાજકારણ ગરમાયું
મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં કાર્યકરોનો રોષ સામે આવ્યો છે. મહેસાણામાં ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ખળભળાટ મચી છે. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારી સામે કાર્યકરોની નારાજગી સામે આવી છે. તેમજ પ્રમુખ રણજીતસિંહ ઠાકોર અને પ્રભારી ગીતા પટેલ પર નાણાંના જોરે હોદ્દાઓની લ્હાણી કરતાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. તેમજ કાર્યકરોને વિશ્વાસમાં લીધા વગર હોદ્દાઓની લ્હાણી કરતા હોવાનો આરોપ મુકાયો છે. સમગ્ર બાબતે અત્યારે તો મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં ખળભળાટ મચી છે

કોંગ્રેસના કાર્યકરોની બેઠક
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારી સામે કાર્યકરોમાં નારાજગી જોવા મળી છે જે બાબતે આજે મહેસાણામાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરોની બેઠક મળી છે. જે બેઠકમાં કિર્તીસિંહ ઝાલા, પ્રદેશ અગ્રણી નરેન્દ્ર પટેલ હાજર રહ્યાં હતા. જેમાં પ્રમુખ રણજીતસિંહ ઠાકોર અને પ્રભારી ગીતાબેન પટેલ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી તેમજ આયતી ઉમેદવાર આવશે તો નિષ્ક્રિય થવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ