બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / Agriculture department became more active after MP's presentation regarding fake seeding, informed about danger, gave useful advice to farmers

રજૂઆત / નકલી બિયારણ અંગે સાંસદની રજૂઆત બાદ કૃષિવિભાગ થયું વધુ એક્ટિવ, જણાવ્યા લેખાંજોખા, ખેડૂતોને આપી કામની સલાહ

Vishal Khamar

Last Updated: 06:15 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નકલી બિયારણ પર સાંસદ રામ મોકરિયાએ કૃષિ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી. સાંસદ દ્વારા કરાયેલ રજૂઆતને કૃષિમંત્રીએ ગંભીરતાથી લઈ કૃષિ વિભાગનાં અધિકારીઓને યોગ્ય પગલા લેવા આદેશ કર્યો હતો. તેમજ તાત્કાલિક ધોરણે કૃષિ વિભાગનાં અધિકારીઓને પગલા લેવા આદેશ કર્યો હતો.

  • નકલી બિયારણને લઇને સાંસદે કરેલા પત્રને લઇને કૃષિવિભાગ એકશનમાં 
  • સાંસદ રામભાઇએ કરેલી રજૂઆત કૃષિમંત્રીએ ગંભીરતાથી લીધી
  • કૃષિવિભાગના અધિકારીઓને યોગ્ય પગલા લેવા આદેશ કર્યો છે

 નકલી બિયારણને લઈ સાંસદે લખેલા પત્રને લઈ કૃષિ વિભાગ એક્શમાં આવ્યું હતું. નકલી બિયારણને લઈને સંયુક્ત કૃષિ નિયામક જે.બી ઉપાધ્યાયે માહિતી આપી હતી. કૃષિ નિયામક દ્વારા જણાવ્યું હતું કે, સાંસદ રામભાઈએ કરેલી રજૂઆત કૃષિમંત્રીએ ગંભીરતાથી લીધી છે. કૃષિ વિભાગનાં અધિકારીઓને યોગ્ય પગલા લેવા આદેશ કર્યો છે. તેમજ કૃષિ ભવનમાં બેઠકનું આયોજન કરી ગુણવત્તા નિયંત્રણ કેન્દ્રને સૂચના આપી છે. આ વર્ષે નકલી બિયારણની ખાસ કોઈ ફરિયાદ મળી નથી. 

17 હજાર નમૂના લેવાઇ ચૂક્યા છે,લેબોરેટરીમાં મોકલાયા છે
ગત વર્ષે 7500 નમૂનાં લેવાનો ટાર્ગેટ હતો. આ વખતે અમે 25 હજાર નમૂનાં લેવાનો ટાર્ગેટ કર્યો છે. 17 હજાર નમૂનાં લેવાઈ ચૂક્યા છે. લેબોરેટરીમાં મોકલાયા છે. અત્યાર સુધી 286 નમૂનાં બિન પ્રમાણિક થયા છે. જ્યારે 286 ગેરલાયક નમૂનામાંથી 188 નમૂનાની અંદર કોર્ટ કેસની મંજૂરી મળી છે. તેમજ વધુમાં સીડ્સ ડીલરને ત્યાં તપાસ કરી રહ્યા છે. તપાસમાં 22 લાકનો જથ્થો અટકાવેલો છે. નકલી બિયારણ શબ્દ યોગ્ય નથી. બિયારણ નકલી ન હોઈ શકે. બિયારણની ગુણવત્તા યોગ્ય ન હોય તેવું બને છે. બિયારણ જીવંત ચીજ વસ્તુ છે. એટલે નકલી ન બની શકે. 

ખેડૂતો બિયારણ લીધા બાદ પાકુ બિલ લેવાનો આગ્રહ રાખો
નકલી શબ્દ ભરમાવે તેવો છે. ખેડૂતો નકલ શબ્દ મગજમાંથી હટાવે. અને ખરીદી કરતી વખતે ખેડૂતો સજાહ રહે. પાક્કુ લાયસન્સ હોય, વિશ્વાસપાત્ય વિક્રેતા પાસેથી બિયારણ ખરીદો. તેમજ ખેડૂતો પાકુ બિલ લેવાનો આગ્રહ રાખે. સર્ટિફાઈડ બિયારણ લેવું જોઈએ. 

બિયારણ માફિયાઓને કડક સજા થાય તેવી મારી માંગ છે: મોકરિયા

નકલી બિયારણ મુદ્દે સાંસદ રામ મોકરિયાએ કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે. આ મામલે તેમણે કહ્યું કે લોકોની રજૂઆત અંગે પગલાં લેવાય તેવા મારા પ્રયત્નો છે. બિયારણ માફિયાઓને કડક સજા થાય તેવી મારી માંગ છે. નકલી બિયારણ આપી ખેડૂતોને લુંટાઈ રહ્યા છે.કાયદામાં ફેરફાર કરી આવા વેપારીઓ વિરુદ્ધ પગલાં લેવાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. તેમણે કહ્યું કે ખેડૂતોએ નકલી બિયારણ અંગે તેમને ફરિયાદ કરી હતી કે અમુક વેપારીઓ નકલી બિયારણનું વેચાણ કરે છે. અને મારી પાસે આવેલી રજૂઆતના સંદર્ભે કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. નકલી રાસાયણિક દવાના કારખાના પણ ધમધમે છે. નકલી બિયારણથી ખેડૂતોની મહેનત પાણીમાં જાય છે. વેપારીઓ નકલી બિયારણ ન વેચી શકે તેવી વ્યવસ્થા થવી જોઈએ.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ