બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / After the death of Ahmed Patel, AAP will become a disaster for Congress in Bharuch seat

ચૂંટણી 2022 / અહેમદ પટેલના નિધન બાદ ભરૂચની બેઠક પર AAP બનશે કોંગ્રેસ માટે આફત! જુઓ શું કહે છે રાજકીય સમીકરણ

Dinesh

Last Updated: 05:09 PM, 21 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચ વિધાનસભા ક્ષેત્રમાં મુસ્લિમ મતદારોની સંખ્યા 38 ટકા જેટલી છે, આમ આદમી પાર્ટી કોંગ્રેસના મતોમાં ભાગલા પાડી શકે છે.

  • અંકલેશ્વર બેઠક પર ભાઈ ભાઈ વચ્ચે જામશે જંગ
  • ભરૂચમાં મુસ્લિમ મતદારોની સંખ્યા 38 ટકા છે
  • અંકલેશ્વરમાં ભાઈ ભાઈ વચ્ચે જામશે જંગ


કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના અવસાનના બે વર્ષ પછી પણ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં તેમના વતનના જિલ્લા ભરૂચમાં તેમનું નામ હજુ પણ પક્ષ માટે આશાનું કિરણ છે. જ્યાં આમ આદમી પાર્ટી ભાજપને મુખ્ય હરિફ માની રહી છે ત્યારે ભરૂચમાં કોંગ્રેસની લોકો ચાહના વધુ હોય તેવી લાગી રહી છે. પરંતુ ગુજરાતની ચૂંટણીમાં વિજય હાસંલ કરવા માટે વડાપ્રધાન પોતે જ પ્રચારની કમાન સંભાળી છે.

પીરામણના લોકોએ શુ કહ્યું?
કોંગ્રેસના દિવંગત નેતાના મૂળ ગામ પીરામણમાં ભંગારના વેપારી કાશિફ મલિકે જણાવ્યું હતું કે, આજે તમે ભરૂચમાં જે પણ વિકાસ જુઓ છો તે અહમદ પટેલના પ્રયાસોનું પરિણામ છે, અહેમદભાઈ એટલ મોટું વ્યક્તિત્વ તેમને કોઈ ક્યારેય ભૂલી શકે તેમ નથી તે અહીં બધાનું ધ્યાન રાખતા હતા.

ભાઈ ભાઈ વચ્ચે જામશે જંગ
પીરામણ ગામના અન્ય રહેવાસી સરફરાઝે કહ્યું કે, પીરામણમાં કોંગ્રેસ સિવાય અન્ય કોઈ પાર્ટીને કોઈ વોટ નહીં આપે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલનું 25 નવેમ્બર 2020ના રોજ અવસાન થયું હતું. પિરામણ ગામ અંકલેશ્વર વિધાનસભા સીટ હેઠળ આવે છે જે 22 વર્ષથી ભાજપના કબજામાં છે. આ બેઠક પર બે ભાઈઓ વચ્ચે જંગ જામવાની છે. ભાજપે આ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે ઈશ્વરસિંહના મોટા ભાઈ વિજયસિંહને તેમની સામે મેદાનમાં ઉતાર્યા છે.

AAP બનશે કોંગ્રેસ માટે આફત!
જો કે આમ આદમી પાર્ટીના મેદાનમાં આ વખતે ઉતરવાથી ત્રિકોણીય જંગ જામશે. અંકલેશ્વર બેઠક પર સૌથી વધુ મતદારો પટેલ સમુદાય અને મુસ્લિમ મતદારોના છે જેઓના લગભગ 30 ટકા છે. સ્થાનિક લોકોને લાગે છે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસના મતોમાં ભાગલા પાડી શકે છે ખાસ કરીને લઘુમતી સમુદાયના મતો AAPને જઈ શકે છે.

ભરૂચમાં આ સમુદાયના મતદારો વધુ છે
પીરામણ ગામ ભરૂચ વિધાનસભા મતવિસ્તારમાં આવેલું છે, જેમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) મતદારો સૌથી વધું છે. ભરૂચ વિધાનસભા ક્ષેત્રમાં મુસ્લિમ મતદારોની સંખ્યા 38 ટકા જેટલી છે. ભરૂચ જિલ્લો ગુજરાતના સૌથી મોટા ઔદ્યોગિક વિસ્તારોમાંનો એક છે તેથી આ વિધાનસભા બેઠક પર મોટી સંખ્યામાં સ્થળાંતરિત અને શહેરી મતદારો છે.

આ વખતે કોના પર ભરોસો મુકશે જનતા 
ભરૂચ વિધાનસભા ક્ષેત્રના મૌસમ શેખે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલ અને તેમના યોગદાનને યાદ કર્યો હતાં તેમણે એમ કહ્યું કે, અહીં ઘણા લોકો આ વખતે આમ આદમી પાર્ટીને વોટ આપવાનું વિચારી રહ્યા છે. તેમણે કહ્યું કે, લોકો પરિવર્તન ઈચ્છે છે ચાલો જોઈએ કે પવન કઈ દિશામાં ફૂંકાય છે. તમને જણાવી દઈએ કે, ભરૂચ વિધાનસભા બેઠક 1995થી ભાજપ પાસે છે અને પાર્ટી તેને જાળવી રાખવાનો વિશ્વાસ ધરાવે છે. કોંગ્રેસ આ બેઠક જીતવા પ્રયાસ કરી રહી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ