બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / After spending lakhs of rupees, the woman went to the USA, then for two years she was seen begging on the street

હૈદરાબાદ / લાખો રૂપિયા ખર્ચીને USA ગઈ મહિલા, પછી બે વર્ષે રસ્તા પર ભીખ માંગતી દેખાઈ, સમગ્ર ઘટના જાણીને તમે પણ હેબતાઈ જશો

Priyakant

Last Updated: 02:20 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hyderabad News: એક મહિલા માસ્ટર્સ માટે અમેરિકા ગઈ અને ત્રણ વર્ષ બાદ શિકાગો શહેરમાંથી તેનો જે વીડિયો સામે આવ્યો તેને સૌ કોઈને ચોંકાવી દીધા

  • હૈદરાબાદની મહિલા લાખો રૂપિયા ખર્ચીને USA ગઈ 
  • માસ્ટર્સ માટે અમેરિકા ગયેલી મહિલા બે વર્ષે રસ્તા પર ભીખ માંગતી દેખાઇ 
  • મહિલા કોઈ શેરીમાં ભૂખી-તરસી બેઠી છે અને ખાવાનું માંગી રહી છે
  • મહિલાની માતાએ વિદેશ મંત્રાલય પાસે માંગી મદદ 

આપણાં દેશમાં ધીરે-ધીરે હવે વિદેશ જવાનો ક્રેઝ વધી રહ્યો છે. જોકે અમુકવાર વિદેશ ગયા પછી જે તે વ્યક્તિને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આવી જ એક ઘટના હૈદરાબાદથી સામે આવી છે. વાત જાણે એમ છે કે, હૈદરાબાદની એક મહિલા માસ્ટર્સ માટે અમેરિકા ગઈ હતી. ત્રણ વર્ષ બાદ શિકાગો શહેરમાંથી તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે બેઘર અને લાચાર જોવા મળી રહી છે. તે કોઈ શેરીમાં ભૂખી-તરસી બેઠી છે અને ખાવાનું માંગી રહી છે. 

હૈદરાબાદની યુવતી માસ્ટર્સ માટે અમેરિકા ગયા બાદ તેનો જે વિડીયો સામે આવ્યો તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિગતો મુજબ મહિલાનું નામ સૈયદા લુલુ મિન્હાજ ઝૈદી છે. તેની માતા સૈયદા વહાજ ફાતિમાએ વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખીને આ મામલે હસ્તક્ષેપ કરવા અને તેની પુત્રીને ભારત પરત લાવવા વિનંતી કરી છે.

સૈયદા વહાજ ફાતિમાએ પત્રમાં શું લખ્યું ? 
હૈદરાબાદની સૈયદા લુલુ મિન્હાજ ઝૈદીની માતાએ પત્રમાં લખ્યું કે, મારી પુત્રી મૌલા અલી તેલંગાણાની રહેવાસી ઓગસ્ટ 2021માં ડેટ્રોઇટની TRINE યુનિવર્સિટીમાંથી ઇન્ફર્મેશન સાયન્સમાં માસ્ટર્સનો અભ્યાસ કરવા માટે અમેરિકા ગઈ હતી. તે સતત મારા સંપર્કમાં હતી પરંતુ છેલ્લા બે મહિનાથી તેના કોઈ સમાચાર નથી. હૈદરાબાદના બે યુવકોને ખબર પડી કે મારી દીકરી ડિપ્રેશનમાં છે અને તેનો તમામ સામાન પણ ચોરાઈ ગયો છે. કોઈએ તેને શિકાગોમાં જોઈ છે? હું વિનંતી કરું છું કે મારી પુત્રીને શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવે.

ભારત રાષ્ટ્ર સમિતિના નેતા ખલીકુર રહેમાને આ પત્ર અને અન્ય માહિતી પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. વિદેશ મંત્રાલય, વિદેશ મંત્રી, યુએસએમાં ભારતીય દૂતાવાસ અને હેલ્પલાઇનને પણ ટેગ કર્યા છે. મહત્વનું છે કે, વીડિયોમાં એક વ્યક્તિ મિન્હાજને તેનું નામ પૂછી રહ્યો છે અને તેની મદદની ખાતરી આપીને તેના માટે ભોજનની વ્યવસ્થા કરવાનું વચન આપી રહ્યો છે. મિન્હાજ તેને કહે છે કે, બની શકે તો તેના માટે પાલક અને દહીં લાવો. તે મિન્હાજને ભારત પરત ફરવાની સલાહ પણ આપી રહ્યો છે.

માતાને ઓળખી ન શકી 
સામાજિક કાર્યકર્તા અને હૈદરાબાદ સ્થિત મજલિસ બચાવો તેહરીકના પ્રવક્તા અમજદ ઉલ્લા ખાને એક ખાનગી અખબારનેને જણાવ્યું કે, વીડિયો કોલ દરમિયાન લુલુ મિન્હાજ તેની માતાને પણ ઓળખી શકી નહિ. મિન્હાજનું શું થયું કે તે ડેટ્રોઇટથી શિકાગો કેવી રીતે પહોંચી તે વિશે તેઓને કોઈ માહિતી મળી શકી નથી. તેણે કહ્યું કે જો મિન્હાજ સ્થિર છે અને મુસાફરી કરી શકે છે તો કોન્સ્યુલેટના અધિકારીઓએ તેને નર્સ સાથે હૈદરાબાદ પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. 

આ સાથે તેમણે કહ્યું કે, તે મિન્હાજના માતા-પિતાને અમેરિકા મોકલવા માટે સમજાવી રહ્યો છે પરંતુ તે ગરીબ છે અને તેની પાસે પાસપોર્ટ પણ નથી. પાસપોર્ટ અને વિઝા માટે મદદ માટે રાજ્ય સરકારનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયના MADAD ટ્વિટર હેન્ડલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેના પોર્ટલ પર કેસ નોંધવામાં આવ્યો છે અને તેને કાર્યવાહી માટે સંબંધિત મિશન અથવા પોસ્ટ પર મોકલવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ