બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / After P0RN in Patna now a big scandal happened at bhagalpur station People took down videos, the police ran

વધુ એક કાંડ / પટનામાં P0RN બાદ હવે આ સ્ટેશન પર થયો મોટો કાંડ! લોકોએ ઉતાર્યા વીડિયો, પોલીસ થઈ દોડતી

Pravin Joshi

Last Updated: 01:46 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ મામલો બિહારના ભાગલપુર સ્ટેશન પરિસરમાં સ્થાપિત આંબેડકરની પ્રતિમા સાથે જોડાયેલો છે. અહીં લગાવેલી એલઈડી સ્ક્રીન પર વાંધાજનક મેસેજ પ્રદર્શિત થયો હતો. મેસેજમાં કંઈક લખ્યું હતું જેનો અર્થ હતો, 'સેક્સ વર્કર્સ માટે અહીં સંપર્ક કરો'

  • પટનામાં ભાગલપુર સ્ટેશન પર બની ખરાબ ઘટના
  • અચાનક સ્ક્રીન પર અપમાનજનક સંદેશ પ્રદર્શિત થયો 
  • 'સેક્સ વર્કર્સ માટે અહીં સંપર્ક કરો'નો મેસેજ પ્રદર્શિત થયો

ટ્રેનના આગમન, વિલંબ અને પ્લેટફોર્મ નંબર વિશે લોકોને પ્રચાર અને જાણ કરવા રેલ્વે સ્ટેશન પર મોટી સ્ક્રીન અને બિલબોર્ડ જોવા મળે છે. પરંતુ બિહારના ભાગલપુર રેલવે સ્ટેશન પર ડિસ્પ્લે સ્ક્રીન પર કંઈક બીજું જ જોવા મળ્યું. સ્ક્રીન પર અપમાનજનક સંદેશ પ્રદર્શિત થયો હતો. જેને પગલે રેલવે તંત્ર અને પોલીસ દોડતી થઈ ગઈ હતી.

એલઈડી સ્ક્રીન પર વાંધાજનક મેસેજ પ્રદર્શિત થયો

એક અહેવાલ મુજબ આ મામલો બિહારના ભાગલપુર સ્ટેશન પરિસરમાં સ્થાપિત આંબેડકરની પ્રતિમા સાથે જોડાયેલો છે. અહીં લગાવેલી એલઈડી સ્ક્રીન પર વાંધાજનક મેસેજ પ્રદર્શિત થયો હતો. મેસેજમાં કંઈક લખ્યું હતું જેનો અર્થ હતો, 'સેક્સ વર્કર્સ માટે અહીં સંપર્ક કરો' જ્યારે પોલીસને કેસની માહિતી મળી ત્યારે એસડીઓ ધનંજય કુમાર અને ડીએસપી અજય કુમાર ચૌધરી ત્યાં પહોંચ્યા. ડીએસપી અજય ચૌધરીએ જણાવ્યું કે ટેકનિકલ સમસ્યાના કારણે આવું થયું છે. સ્ક્રીન પર જે દેખાય છે તે અમે ચકાસી રહ્યા છીએ. ટેક્નિશિયનને બોલાવવામાં આવ્યો છે. જેની પણ ભૂલ હશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે.

વાંધાજનક મેસેજ લગભગ 5-10 મિનિટ સુધી ચાલ્યો

સ્ટેશન પર હાજર એક પ્રત્યક્ષદર્શી કન્હૈયા યાદવે કહ્યું કે તેણે સ્ક્રીન પર શું વાગ્યું તે જોયું, ત્યારબાદ તેણે ત્યાં હાજર કમાન્ડોને જાણ કરી. કન્હૈયાના જણાવ્યા અનુસાર વાંધાજનક મેસેજ લગભગ 5-10 મિનિટ સુધી ચાલ્યો હતો.

પટના જંકશન પર પોર્ન વીડિયો થઈ ગયો હતો ચાલુ
બિહારના કોઈપણ રેલવે સ્ટેશન પરથી આવી ઘટનાની આ પહેલી ઘટના નથી. નોંધનીય છે કે 19 માર્ચે બિહારના પટના જંક્શનમાં એક પ્લેટફોર્મ પર અચાનક એક પોર્ન વીડિયો ચાલ્યો હતો. સમાચાર અનુસાર, વીડિયો થોડી સેકન્ડનો નહીં, પરંતુ લગભગ 3 મિનિટનો હતો. પાછળથી ખબર પડી કે રેલવે સ્ટેશનના ટીવી સ્ક્રીન પર જાહેરાતો બતાવવાનું કામ કેટલીક એજન્સીઓ સંભાળે છે. હવે તેને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યું છે.

દત્તા કોમ્યુનિકેશન સામે એફઆઈઆર નોંધવામાં આવી

સૂત્રોના જણાવ્યા અનુસાર સ્ટેશન પર જાહેરાતો બતાવવાનું કામ સંભાળતી એડ એજન્સીનું નામ દત્તા કોમ્યુનિકેશન છે. આ કેસમાં દત્તા કોમ્યુનિકેશન સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. સાથે જ રેલવે વિભાગે પણ એજન્સીને દંડ ફટકારીને બ્લેકલિસ્ટ કરી દીધી હતી. એજન્સીની જાહેરાત બતાવવાનો રેલવે સાથેનો કોન્ટ્રાક્ટ ખતમ કરવામાં આવ્યો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ