બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / After listening to PM's 'Mann Ki Baat', left the job of bank manager

પ્રેરણા / PMની 'મન કી બાત' સાંભળી છોડી બૅન્ક મેનેજરની નોકરી, હવે ચલાવે છે કરોડોનો બિઝનેસ-72 લોકોને કામે રાખ્યા

Priyakant

Last Updated: 10:39 AM, 21 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આત્મનિર્ભર બની યુવકે પોતાનું સાહસ શરૂ કરવા માટે બેંક મેનેજરની નોકરી છોડી, આજે તેમનો બિઝનેસ ગામની ડઝનબંધ મહિલાઓને રોજગાર પણ આપી રહ્યો છે

  • PMની 'મન કી બાત' સાંભળી છોડી બૅન્ક મેનેજરની નોકરી
  • આત્મનિર્ભર બની યુવકે શરૂ કર્યો પોતાનો બિઝનેશ 
  • બેંક મેનેજરની નોકરી છોડીને પોતાની ખાદી ગ્રામોદ્યોગ કંપની બનાવી

તમે વિચારો કે તમે સરકારી નોકરી કરો છો અને પગાર પણ સારો છે તો તમે શું કરશો ? તો તમારો જવાબ હશે કે, આરામથી જીવન જીવશું  અને કદાચ નિવૃત્તિની રાહ જોઈશું. આ સાથે નિવૃત્તિ પછી તમે પેન્શનની રકમથી સારું વૈભવી જીવન જીવી શકશો. જોકે ગોપાલગંજના એક વ્યક્તિએ આ વાતોને નકારી કાઢી છે. ગોપાલગંજમાં એક વ્યક્તિએ પોતાનું સાહસ શરૂ કરવા માટે બેંક મેનેજરની નોકરી છોડી દીધી. આજે તેમનો બિઝનેસ માત્ર કરોડો રૂપિયાનો નથી, પરંતુ તેઓ તેમના ગામની ડઝનબંધ મહિલાઓને રોજગાર પણ આપી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમને કારણે આ બધું શક્ય બન્યું છે. ગોપાલગંજના ઉચકાગાંવ બ્લોકના રહેવાસી રામ સાગર યાદવ સ્ટેટ બેંકમાં મેનેજર તરીકે પોસ્ટેડ હતા. તેમનો પગાર પણ સારો હતો. કામનું દબાણ પણ ઓછું હતું. પરંતુ તેમણે આરામદાયક બેંક મેનેજરની નોકરી છોડીને પોતાની ખાદી ગ્રામોદ્યોગ કંપની બનાવી. આજે તે કંપની કરોડો રૂપિયાની છે. રામ સાગર યાદવ જે પોતે અન્ય જગ્યાએ કામ કરતા હતા હવે તે ગામની જ ડઝનેક મહિલાઓ અને પુરુષોને રોજગારની તકો પૂરી પાડી રહ્યા છે.

બિહારના ગોપાલગંજના ઉચકાગાંવ બ્લોકના માઝા એમિલિયા ગામમાં કુશગ્રામ ખાદી ગ્રામોદ્યોગ સંસ્થા છે. આ સંસ્થા દ્વારા ખાદીના કપડા કાંતવાની અને વણાટ કરતી મહિલાઓ દ્વારા બનાવવામાં આવે છે. ગ્રામોદ્યોગનો સામાન પણ આ સંસ્થા દ્વારા બનાવવામાં આવે છે. જેમાં હળદર, અગરબત્તી, સરસવનું તેલ, સાબુ, શેમ્પૂથી લઈને ઘરે ઉપયોગમાં લેવાતી 34 પ્રકારની પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે.

બિહારની બહાર પણ છે ઉત્પાદનની માંગ

આજે આ કંપનીના ઉત્પાદનોની માંગ માત્ર બિહારમાં જ નથી પરંતુ યુપી અને દિલ્હીમાં પણ છે. સંસ્થાના સ્થાપક રામ સાગર યાદવના જણાવ્યા અનુસાર તેમણે આઠ વર્ષ પહેલા પોતાની કંપની ખોલી હતી. 2014માં તેમણે પ્રથમ વખત મન કી બાત માં પીએમ મોદીની સ્વ-રોજગારની વાત સાંભળી અને તેને ધ્યાનમાં રાખીને તેણે આ કંપનીની સ્થાપના કરી.

અત્યાર સુધીમાં કેટલા લોકોને મળી રોજગારી ? 

સ્થાના સ્થાપક રામ સાગર યાદવ તેમની સંસ્થામાં 72 લોકોને રોજગાર આપી રહ્યા છે. જેમાંથી 65 મહિલાઓ છે. રામ સાગર યાદવે કહ્યું કે, આજે જે યુવાનો બેરોજગારીની વાત કરે છે. તેમણે બીજા માટે કામ કરવાને બદલે આત્મનિર્ભર બનીને બીજાને રોજગારીની તકો પૂરી પાડવી જોઈએ. પટનાના ખાદી મોલમાં કુશગ્રામ ખાદી ગ્રામોદ્યોગ સંસ્થાના ઉત્પાદનોની વધુ માંગ છે. આ સિવાય યુપી સરકાર દ્વારા બનાવવામાં આવેલા લખનૌ અને દિલ્હીના હઝરતગંજમાં તેમના ઉત્પાદનોની ઘણી માંગ છે.

મોદી બંડી અથવા જેકેટની બહુ માંગ 

રામસાગર યાદવે જણાવ્યું હતું કે, તેમની કંપની દ્વારા બનાવવામાં આવેલી મોદી બંડી અથવા જેકેટની એટલી માંગ છે કે તેઓ તેને સપ્લાય કરી શકતા નથી. આ ખાદી સંસ્થામાં કુર્તા-પાયજામા, શર્ટ પેન્ટ ફેબ્રિકથી લઈને સાડી, વૂલન ફેબ્રિક અને કાર્પેટ પણ ખાદીમાં બનાવવામાં આવે છે. આજની તારીખે રામસાગર યાદવની કંપની માંઝા એમિલિયા અને તેની આસપાસના ગામોના લોકોને માત્ર રોજગારી જ નથી આપી રહી, પરંતુ તેમને તાલીમ આપીને કુશળ પણ બનાવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ