બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / વિશ્વ / After India and America, now this country has banned Tiktok, given this important reason

નિર્ણય / ભારત અને અમેરિકા બાદ હવે આ દેશે લગાવ્યો Tiktok પર પ્રતિબંધ, આપ્યું આ મહત્વનું કારણ

Megha

Last Updated: 01:30 PM, 28 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tiktok પર લાદવામાં આવેલો આ પ્રતિબંધ 28 ફેબ્રુઆરીથી એટલે કે આજથી લાગુ થશે. કેનેડા સરકારે સાયબર સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.

  • કેનેડામાં Tiktok પર લાદવામાં આવ્યો પ્રતિબંધ 
  • કેનેડામાં યુઝર્સ આ એપને ડાઉનલોડ કરી શકશે નહીં
  • અમેરિકા એ પણ કરી છે Tiktok સામે કાર્યવાહી 

ચાઈનીઝ એપ Tiktok ની મુશ્કેલીઓ વધી રહી છે. જણાવી દઈએ કે ભારત બાદ હવે કેનેડાએ પણ આ ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે.  કેનેડાએ સોમવારે આની જાહેરાત કરતાં કહ્યું હતું કે ગોપનીયતા સુરક્ષા અને ડેટાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે . હવે યુઝર્સ ભવિષ્યમાં આ એપને ડાઉનલોડ કરી શકશે નહીં.

Tiktok પર લાદવામાં આવ્યો પ્રતિબંધ 
કેનેડા સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, Tiktok પર લાદવામાં આવેલો આ પ્રતિબંધ 28 ફેબ્રુઆરીથી એટલે કે આજથી લાગુ થશે. જણાવી દઈએ કે કેનેડા સરકારે સાયબર સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. TikTok એપ પર કડક વલણ અપનાવતા 27 ફેબ્રુઆરીના રોજ ફેડરલ એજન્સીઓને ચીની માલિકીની શોર્ટ વિડિયો એપ TikTokને દૂર કરવા નિર્દેશ આપ્યો હતો . આ માટે 30 દિવસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ સાથે સરકાર દ્વારા જારી કરાયેલા તમામ ઉપકરણોમાંથી આ એપને હટાવવાની સૂચનાઓ મળી છે.

અમેરિકા એ પણ કરી છે Tiktok સામે કાર્યવાહી 
જણાવી દઈએ કે Tiktok એક ચાઈનીઝ એપ છે અને ગયા મહિને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ટિકટોકના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. અમેરિકી સરકાર દ્વારા જારી કરાયેલા તમામ ઉપકરણો પર આ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા.આ સિવાય યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટમાં પણ ટિકટોકના ઉપયોગ પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે.  યુરોપિયન કમિશને ગયા અઠવાડિયે તેના ઉપકરણોમાંથી Tiktok એપ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સાથે જ અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી હતી કે ચીન સરકાર ટિકટોક યુઝર્સને અંગત માહિતી સોંપવા દબાણ કરી શકે છે. 

જણાવી દઈએ કે કેનેડા દ્વારા લેવામાં આવેલા નિર્ણય પછી એવા અહેવાલો પણ આવ્યા છે કે ટિકટોકના પ્રવક્તા આ નિર્ણયથી આશ્ચર્યચકિત છે અને કહે છે કે કેનેડાએ કંપની સાથે કોઈપણ ચર્ચા કર્યા વિના આ પગલું ભર્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ