બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / After 10 years in Viramgam...: See what a big claim Hardik Patel made about winning, posters against Hardik were seen yesterday

નિવેદન / 10 વર્ષ બાદ વિરમગામમાં...: જુઓ જીતને લઇ હાર્દિક પટેલે શું કર્યો મોટો દાવો, ગઇકાલે લાગ્યા હતા હાર્દિક વિરૂદ્ધના પોસ્ટરો

Priyakant

Last Updated: 09:24 AM, 5 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઇકાલે વિરમગામમાં હાર્દિક પટેલ વિરુધ્ધ પોસ્ટર લાગ્યા બાદ હવે હાર્દિક પટેલ અને તેની પત્ની કિંજલ પટેલે જીતને લઈ કહ્યું ......

  • વિરમગામ ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલનું નિવેદન 
  • 10 વર્ષ બાદ વિરમગામમાં ભાજપ જીતવા જઈ રહી છે: હાર્દિક પટેલ 
  • હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલે જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત
  • 8 ડિસેમ્બરે હાર્દિક પટેલની જીત નક્કી: કિંજલ પટેલ 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આજે બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. તેવામાં વિરમગામ બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ભાજપે જે ગુજરાતની અસ્મિતા માટે કામ કર્યું છે, ત્યારે ભાજપને વોટ આપી ગુજરાતમાં ભાજપને મજબૂત બનાવે. આ સાથે કહ્યું હતું કે, લોકશાહીના મહાપર્વને મનાવવા તમામ લોકોને અપીલ કરું છું કે મતદાન કરે. આ સાથે હાર્દિકની પત્ની કિંજલ પટેલે પણ હાર્દિકની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 

હાર્દિક પટેલે વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ

હાર્દિક પટેલને ભાજપે વિરમગામથી ટિકિટ આપ્યા બાદ આજે મતદાનના દિવસે હાર્દિકે મોટું નિવેદન આપ્યું છે. હાર્દિકે જણાવ્યું હતું કે, 10 વર્ષ બાદ વિરમગામમાં ભાજપ જીતવા જઈ રહી છે. ભાજપે જે ગુજરાતની અસ્મિતા માટે કામ કર્યું છે, ત્યારે ભાજપને વોટ આપી ગુજરાતમાં ભાજપને મજબૂત બનાવે. આ તરફ ખૂબ મોટા પ્રમાણમાં મતદાન પણ થશે તેવું ઉમેર્યું હતું. હાર્દિકે કહ્યું હતું કે, પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના મતદાન બાદ અનેક અટકળો ચાલી રહી છે. પરંતુ મતદાન ભાજપના તરફેણમાં થયું છે. ગુજરાતમાં ભાજપના કારણે મોટા પાયે વિકાસ લક્ષી કાર્યો થયા છે.

શું કહ્યું હાર્દિક પટેલના પત્નીએ ? 

આ તરફ હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કિંજલ પટેલે જણાવ્યું હતું કે, વિરમગામમાં કોંગ્રેસના શાસનથી લોકો કંટાળ્યા છે. 8 ડિસેમ્બરે હાર્દિક પટેલની જીત નક્કી છે. આ સાથે તેમણે લોકશાહીના મહાપર્વને મનાવવા તમામ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. 

હાર્દિક પટેલની વિરુદ્ધના પોસ્ટરો વિરમગામમાં લાગ્યા

આ તરફ મતદાનના એક દિવસ પહેલા વિરમગામમાં હાર્દિક પટેલનો મતદાનની આખરી ઘડીએ વિરોધ થયો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના નામે ઠેર-ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. 'શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને વોટ નહીં', 'ટિકિટ માટે સમાજનો સોદો કરનારને વોટ નહીં' , 'જે લોહીનો ન થાય તે કોઈનો ન થાય', 'જે હાર્દિક સમાજનો ન થયો એ શું વિરમગામનો થશે ખરો?'જેવા લખાણવાળા પોસ્ટરો વિરમગામમાં લગાવવામાં આવ્યા છે. મતદાનના એક દિવસ પહેલા આવા પોસ્ટરો વિરમગામમાં લગાવવામાં આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ