બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / adhik maas amavasya 2023 date pitron tarpan vidhi mantra and pitra dosh mukti

ઉપાય / અધિક માસની અમાસ પર આ રીતે કરો તર્પણ: પિતૃઓ થઈ જશે ખુશ, દોષથી પણ મળશે મુક્તિ

Manisha Jogi

Last Updated: 03:39 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પિતૃઓને ખુશ કરવા માટે અધિક માસની અમાસના દિવસે સ્નાન કર્યા પછી પિતૃઓને તર્પણ કરો. પિતૃઓ માટે તર્પણની શું વિધિ હોય છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  • અમાસના દિવસે પિતૃઓ પૃથ્વી લોક પર આવે છે
  • પિતૃઓને ખુશ કરવા માટે અધિક માસની અમાસના દિવસે તર્પણ કરો
  • જાણો પિતૃઓ માટે તર્પણની શું વિધિ હોય

આ વર્ષે 16 ઓગસ્ટ બુધવારના રોજ અધિક માસની અમાસ છે. અધિક માસની કૃષ્ણ પક્ષની અમાસ 15 ઓગસ્ટના રોજ બપોરે 12:42 વાગ્યાથી શરૂ થશે અને 16 ઓગસ્ટના રોજ બપોરે 03:07 વાગ્યા સુધી રહેશે. ત્યાર પછી શ્રાવણ મહિનો શરૂ થશે. ધાર્મિક માન્યતા અનુસાર અમાસના દિવસે પિતૃઓ પૃથ્વી લોક પર આવે છે અને વંશ પાસેથી તૃપ્ત થવાની આશા રાખે છે. જે લોકો તર્પણ, પિંડદાન અથવા શ્રાદ્ધ કરતા નથી, તે લોકોથી પિતૃઓ નારાજ થઈ જાય અને પિતૃદોષ લાગે છે. પિતૃઓને ખુશ કરવા માટે અધિક માસની અમાસના દિવસે સ્નાન કર્યા પછી પિતૃઓને તર્પણ કરો. પિતૃઓ માટે તર્પણની શું વિધિ હોય છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

પિતૃઓ માટે તર્પણ વિધિ

  • પિતૃલોકમાં જળનો અભાવ હોય છે, આ કારણોસર પિતૃઓને જળ આપીને તૃપ્ત કરવામાં આવે છે. તર્પણ કરતા સમયે ओम पितृभ्यः नमः અથવા ओम नमो भगवते वासुदेवाय मंत्र નો જાપ કરવા જોઈએ. ભગવાન વિષ્ણુની કૃપાથી પિતૃને મોક્ષ પ્રાપ્ત થાય છે. 
  • અધિક માસની અમાસના દિવસે સવારે નિત્યકર્મ પૂર્ણ કરીને નદીમાં સ્નાન કરો. નદીમાં સ્નાન કરવું સંભવ ના હોય તો ઘરના પાણીમાં ગંગાજળ નાખીને સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. 
  • પિતૃઓના તર્પણ માટે પિત્તળનું વાસણ, પાણી, ગંગાજળ, કાળા તલ, કાચુ દૂધ, જવ, સફેદ ફૂલની જરૂર રહે છે. આ તમામ વસ્તુઓ ના હોય તો પણ તમે માત્ર જળ અર્પણ કરી શકો છો. 
  • તર્પણ કરવા માટે દક્ષિણ દિશા તરફ મોઢુ રાખીને બેસો અને આંગળીમાં કુશની પવિત્રી ધારણ કરો. હવે પિત્તળના વાસણમાં પાણી ભરો અને તેમાં ગંગાજળ, કાળા તલ, કાચુ દૂધ, જવ, સફેદ ફૂલ નાખો. 
  • પિતૃઓનું સ્મરણ કરીને 3 વાર તપરાંતયામિ બોલો અને જળ તથા અન્ય સામગ્રીથી તમારા અંગુઠા પર જળાંજલિ આપો. તર્પણ કરતા સમયે જળ તથા અન્ય સામગ્રી પિતૃઓના નામ પર વાસણમાં મુકી દો. જેથી પિતૃ તૃપ્ત થાય છે. તર્પણ કર્યા પછી જળ અને સામગ્રી ઝાડ પર અર્પણ કરો. 
  • તમે આ વિધિ કરવા માટે સમર્થ નથી તો માત્ર જળ લઈને પિતૃઓને અર્પણ કરો અને બોલો કે તમે તમારા તમામ પિતૃઓને જળ અને વચનથી તૃપ્ત કરી રહ્યા છો. 

અધિક માસની અમાસનું મહત્ત્વ
અધિક માસના આધિપતિ દેવ ભગવાન વિષ્ણુ છે, જે તમામ લોકોને મોક્ષ પ્રદાન કરે છે. અમાસના દિવસે પિતૃઓને તૃપ્ત કરવામાં આવે છે. તે માટે અધિક માસની અમાસનું ખાસ મહત્ત્વ છે. અધિક માસના અમાસના દિવસે પિતૃઓના નામ પર પૂજા પાઠ અને દાન કરો તથા ભગવાન વિષ્ણુની પૂજા કરો. ત્યાર પછી ભગવાન વિષ્ણુને પિતૃઓને મોક્ષ મળે તેવી પ્રાર્થના કરો જેથી પિતૃ પ્રસન્ન થાય છે અને પિતૃદોષ લાગતો નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ