બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / A young man was killed by throwing a bolero while praising PM Modi Yogi

અરેરાટી / ઈર્ષાળુઓથી સારુ ન પચ્યું ! જાનમાં PM મોદી-યોગીના વખાણ કર્યાં તેમાં બોલેરો ચઢાવીને યુવકને મારી નખાયો

Kishor

Last Updated: 05:44 PM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં યોગી અને મોદીના વખાણ કરનારા વ્યક્તિને અજાણ્યા શખ્સે બોલેરો કાર નીચે કચડીને મોતને ઘાટ ઉતારી નાખ્યો છે

  • ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરની  ચોંકવનારી ઘટના
  • નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કરનારને મોત
  • અજાણ્યા શખ્સે બોલેરો કાર નીચે કચડીને મોતને ઘાટ ઉતારી દીધા

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કરનારા એક વ્યક્તિને એટલું મોંઘું પડ્યું કે જીવ ગુમાવવો પડ્યો છે. યોગી અને મોદીના વખાણ કરનારા વ્યક્તિને અજાણ્યા શખ્સે બોલેરો કાર નીચે કચડીને મોતને ઘાટ ઉતારી નાખ્યો છે. આ વ્યક્તિને કાર નીચે કચડ્યા બાદ આરોપી અન્ય યુવકની બાઇક પર બેસીને ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ જ્યારે મૃતકના પરિવારજનોને થઇ ત્યારે તેઓ મૃતકની લાશ લઇને મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઇવે પર પહોંચ્યા અને રસ્તો રોકીને આરોપીઓની તાત્કાલિક ધરપકડ થાય તેવી માગ કરવા લાગ્યા. જો કે પોલીસની ટીમે તમામ લોકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. 

PM મોદી અને CM યોગી સહિત ઘણાને મળી જાનથી મારી નાખવાની ધમકી, કોણ હતું, શું  લખ્યું, તપાસમાં ઘટસ્ફોટ I Death threats against PM Modi, UP CM Yogi  Adityanath surface in Noida; case

પોલીસે મામલો થાળે પાડ્યો
પ્રાપ્ત વિગત પ્રમાણે વિંદ્યાચલ પોલીસ સ્ટેશન વિસ્તારના કોલાહી ગામમાં રહેતા 52 વર્ષિય રાજેશ દુબે રવિવારની રાતે પોતાના ભત્રીજાના લગ્નમાં હાજરી આપવા માટે આસપાસના અન્ય ગામના લોકો સાથે બોલેરોમાં મિર્ઝાપુર ગયા હતા. સોમવારની સવારે છ વાગ્યે અન્ય લોકોની સાથે રાજેશ પોતાના ગામ પહોંચ્યો ત્યારે આ સમગ્ર ઘટના ઘટી હતી. મૃતકના મોટાભાઇએ જણાવ્યું કે લગ્નમાંથી સોમવારની સવારે પરત ફરતી વખતે બોલેરોમાં બેઠેલા મહોખર ગામના પૂર્વ પ્રધાન ધીરેન્દ્ર પાંડેયની સાથે રાજનીતિ પર વાતચીત થઇ હતી. આ વાતચીત દરમિયાન રાજેશની બોલેરોના ડ્રાઇવર વિજયપુરના રહેવાસી અમજદ સાથે વિવાદ થયો હતો. આ દરમિયાન તેમની સાથે બેઠેલા ધીરેન્દ્ર પાંચએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો. ત્યારબાદ ધીરેન્દ્ર પાંડે પોતાના ગામે ઉતરી ગયો પરંતુ થોડી દૂર ગયા બાદ અમજદે રાજેશને તેના ઘરે ન ઉતાર્યો અને થોડી દૂર રસ્તા પર ઉતાર્યો હતો. જ્યારે રાજેશ નીચે ઉતર્યો કે પાછળથી બોલેરો ચાલક અમજદે તેના પર કારની ઠોકરે ચડાવ્યો અને તેની હત્યા નીપજાવી દીધી. 

મોટાભાઇની ફરિયાદના આધારે હત્યાનો મામલો દાખલ કરાયો

સમગ્ર મામલે સિટી એસપી શ્રીકાંત પ્રજાપતિએ જણાવ્યું કે બોલેરો ચાલક અમજદ અને રાજેશ દુબે વચ્ચે કોઇ વાત પર વિવાદ થઇ ગયો હતો. ત્યારબાદ અમજદે જ બોલેરો કારથી કચડીને હત્યા કરી હતી. મૃતક રાજેશના મોટાભાઇની ફરિયાદના આધારે હત્યાનો મામલો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જાણકારી પ્રમાણે લગ્ન સમારંભમાંથી પરત ફરતી વખતે મોદી-યોગીની સરકાર અને તેમના કામને લઇને ચર્ચા થઇ રહી હતી. આ ચર્ચાને કારણે આરોપી અમજદ ઉશ્કેરાઇ ગયો હતો. પહેલા તો બંને વચ્ચે ગાળા-ગાળી થઇ હતી. જો કે કારમાં સવાર અન્ય લોકો વચ્ચે પડતાં મામલો શાંત પડ્યો હતો. પરંતુ બંને એકલા પડતાં બોલેરો ચાલકે મૃતક પર કાર નીચે કચડી હત્યા નીપજાવી દીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ