બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / સુરત / A Surat builder lost 16 tola gold jewelery in superstition

છેતરપિંડી / તાંત્રિકોથી બચીને રહેજો, 'મામાદેવની વિધિ કરવી પડશે' કહીને બિલ્ડર પાસેથી પડાવ્યા આટલાં લાખના દાગીના

Malay

Last Updated: 10:43 AM, 1 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના એક બિલ્ડરે અંધશ્રદ્ધામાં 16 તોલાના સોનાના દાગીના ગુમાવ્યા છે. હાલ બિલ્ડર દ્વારા તાંત્રિક વિરુદ્ધ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

  • સુરતના એક બિલ્ડરને તાંત્રિકે લૂંટ્યા
  • વિધિના નામે 5 લાખના દાગીના લીધા
  • બિલ્ડરે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

વિજ્ઞાન અને ટેક્નોલોજીના જમાના પણ અંધશ્રદ્ધાના બનાવો સામે આવી રહ્યા છે, અંધશ્રદ્ધામાં અંધ બનતા પહેલા ચેતી જજો, નહીંતર નહીં થવાનું થશે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતના બિલ્ડરને ધંધામાં પડતી અગવડતા દૂર કરવાના બહાને તાંત્રિકે 5 લાખથી વધુના દાગીના લઈને છેતરપિંડી આચરી છે. જેથી બિલ્ડરે આ મામલે સિંગણપોર પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા છે. હાલ તાંત્રિક હર્ષદ રાણા આગોતરા જામીન લઈ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો છે. 

ધંધામાં પડતી અગવડતા દૂર કરવા વિધિ કરવા કહ્યું
બિલ્ડરે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ, શહેરના ડભોલી રોડ ખાતે આવેલી પ્રમુખ રેસીડેન્સીમાં રહેતા બિલ્ડર મનોજભાઈ પ્રભુભાઈ પટેલ (54)ને છેલ્લા ઘણા સમયથી વેપાર ધંધામાં મુશ્કેલી આવતી હોવાથી તેમણે તેમના મિત્ર રઘુભાઈ મારૂને વાત કરી હતી. જેથી તેમણે રેલવે સ્ટેશન નજીક રહેતા તાંત્રિક હર્ષદ રાણા સાથે મુલાકાત કરાવી હતી. જે બાદ તાંત્રિકે બિલ્ડરને ધંધામાં પડતી અગવડતા દૂર કરવાના કુળદેવી અને મામાદેવની વિધિ કરવા કહ્યું હતું. જેથી મનોજભાઈ તાંત્રિકની વાતમાં આવી ગયા હતા અને તેમણે વિધિ કરવા કહ્યું હતું.

દાગીના લાલ કપડામાં મૂકાવ્યા
આ માટે તાંત્રિક વિધિ કરવા માટે ઘરે આવ્યો હતો અને ઘરમાં પડેલા 5 લાખના દાગીનાને લાલ કપડામાં રાખી તેને ડ્રોઅરમાં મૂકાવ્યા હતા. તથા આ ડ્રોએર 21 દિવસ બાદ ખોલવાનું તાંત્રિકે કહ્યું હતું. આ સાથે જ તાંત્રિક વિધિ કરનારે બિલ્ડરને લાલ પોટલી આપી હતી. પોટલીમાંથી ચલણી નોટો નીકળે તો બંધન દૂર થયું એમ સમજવા કહ્યું હતું. 

ડ્રોઅર ખોલાતા દાગીના ગાયબ
તાંત્રિકના જણાવ્યા અનુસાર 21 દિવસ બાદ જ્યારે મનોજભાઈના પરિવારે ડ્રોઅરમાં લાલ પોટલી બહાર કાઢી ચેક કરતા અંદર દાગીના જોવા મળ્યા ન હતા. જેથી તેમણે તાંત્રિકને ફોન કર્યો હતો. પરંતુ તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવતા તેઓ સિંગણપોર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. તેઓએ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં તાંત્રિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ તાંત્રિક હર્ષદ આગોતરા જામીન લઈ પોલીસમાં હાજર થઈ ગયો છે. 

ગાંધીનગરના પરિવાર સાથે પણ થઈ હતી છેતરપિંડી
આ પહેલા પણ આવા અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. થોડા દિવસ અગાઉ જ ગાંધીનગરનો એક પરિવાર છેતરપિંડીનો ભોગ બન્યો હતો. ગાંધીનગરના એક પરિવારે ભૂવા પર ભેંસ ખરીદીને રૂપિયા ન આપ્યાનો અને માતા મૂકી હોવાનું કહીને રોકડ અને સોનાની વસ્તુઓ લઈ છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

સળગતા સવાલ
- 21મી સદીમાં પણ લોકો અંધશ્રદ્ધામાં કેમ માને છે?
- વિજ્ઞાનના જમાનામાં અંધશ્રદ્ધા કેટલી યોગ્ય?
- લોકોની આસ્થા સાથે રમત રમનારાને કાયદાનો ભય કેમ નથી?
- બિલ્ડરને સોનાના દાગીની પરત મળશે?
- પોલીસ વિભાગ તાંત્રિકને કાયદાનો પાઠ ભણાવશે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ